________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જગજીવવિરાધનાવિચાર
૧૧૯
तत्र ब्रूमः-अनुज्ञा तावद् भगवतो विधिवचनरूपा नद्युत्ताराद्यविनाभाविन्यां जलजीवप्राणवियोगरूपायां जलजीवविराधनायां न कथञ्चिदेव, तस्या उदासीनत्वात् । तदनुकूलरूपायां तु तस्यां नधुत्तारादिव्यापाररूपायां साऽवर्जनीयैव, उभयस्वभावस्यानैकान्तिकस्य निमित्तकारणस्य बुद्धिभेदेन पृथक्क मशक्यत्वाद् । यत एव च यतनाविशिष्टस्य नद्युत्तारस्येष्टफलहेतुत्वं भणितं, अत एव नैमित्तिकविधिरूपाया भगवदाज्ञाया बहुलाभाल्पव्ययद्रव्यहिंसायां व्यवहारतः पर्यवसानम्, उत्सर्गतः प्रतिषिद्धं हि केनचिनिमित्तेनैव विधीयत इति । तत इदमुच्यते - 'अप्पेण बहुं इच्छइ विसुद्धआलंबणो समणो ।' निश्चयतस्तु नैकान्ततो बाह्यं वस्तु विधीयते निषिध्यते वा, केवलं शुभभावो
(વ્યવહારનયે પાદાદિક્રિયારૂપ વિરાધનાની જિનાનુજ્ઞા : ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ જળજીવોની વિરાધના બે રૂપે છે - જળજીવોના પ્રાણોના વિયોગ રૂપ અને એ વિયોગને અનુકૂલ પગને હલાવવા વગેરે ક્રિયાત્મક વ્યાપાર રૂપ. જીવોની વિરાધના થઈ હોય કે ન થઈ હોય તો પણ નદી વગેરેમાંથી પસાર થાય એટલે સાધુને પાણીની વિરાધના થઈ ઇત્યાદિ અભિપ્રાય થાય જ છે. એમાંથી, વિધ્યર્થપ્રયોગ વગેરરૂપ વિધિવચનાત્મક ભગવાનની અનુજ્ઞા નઘુત્તારને અવિનાભાવી એવી જળજીવપ્રાણવિયોગરૂપ વિરાધના વિશે તો કોઈ પણ રીતે હોતી જ નથી, કેમ કે નઘુત્તારાદિ પ્રત્યે એ વિરાધના ઉદાસીન હોય છે. પણ જળજીવોના પ્રાણવિયોગને અનુકૂલ એવી પાદાદિક્રિયારૂપ વિરાધનામાં તો એ અનુજ્ઞા આવી જ પડે છે, કારણ કે ઉભયસ્વભાવવાળા અનૈકાન્તિક નિમિત્તકારણ ને બુદ્ધિભેદે પૃથક કરી શકાતા નથી. અર્થાત પાદાદિક્રિયા એકબાજુ ઇષ્ટ એવા સંયમપાલનાદિનું કારણ છે અને બીજી બાજુ જળજીવોની વિરાધના રૂપ અનિષ્ટનું નિમિત્તકારણ છે. આમ ઉભયવિરુદ્ધ સ્વભાવવાળું હોઈ એ સ્યાદ્વાદ-અનેકાંતથી ગર્ભિત છે. એટલે કે એ અનૈકાન્તિક નિમિત્તકારણ રૂપ છે. પણ એટલા માત્રથી, પાદાદિક્રિયાની સંયમરક્ષારૂપ ઈષ્ટનું કારણ અને જીવવિરાધનારૂપ અનિષ્ટનું કારણ એવા બે અંશ કલ્પી નઘુત્તારના કારણ રૂપ પાદાદિક્રિયાની અનુજ્ઞા છે અને જીવવિરાધનાના નિમિત્તકારણરૂપ પાદાદિક્રિયાની અનુજ્ઞા નથી એમ કલ્પી શકાતું નથી. જયણાયુક્ત નઘુત્તારને ઇષ્ટફળનો હેતુ કહ્યો છે એટલે કે માત્ર જયણાને નહિ, પણ જેમાં અવશ્યપણે જીવવિરાધના થવાની છે તેવા નઘુત્તારને (પછી ભલેને એ જયણાયુક્ત હોવી જોઈએ) ઇષ્ટફળનું કારણ કહ્યું છે તેના પરથી જણાય છે કે વિશિષ્ટ નિમિત્ત પામીને જેનું વિધાન હોય તે સંબંધી જિનાજ્ઞા વ્યવહારથી બહુલાભ કરાવી આપનાર અલ્પવ્યયરૂપ દ્રવ્યહિંસામાં ફલિત થાય છે. “પણ “સત્રે પાણી...' ઇત્યાદિ આગમથી હિંસાનો નિષેધ છે. એટલે નઘુત્તારાદિમાં જો તેનું વિધાન હોય તો આગમમાં પૂર્વાપર વિરોધ થવાનો દોષ નહિ આવે?” એવું ન પૂછવું, કેમ કે ઉત્સર્ગથી નિષિદ્ધ વસ્તુનું પુષ્ટઆલંબન વિના પણ ઉત્સર્ગથી જ વિધાન હોય તો એ દોષ
— — — — — — — — — — — १. अल्पेन बहु इच्छति विशुद्धालम्बनः श्रमणः ।
—
—
—
—
—
—
—
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-