________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર
૧૧૭ त्वेन ज्ञात्वैव पूजायामुपदिष्टत्वाद् - इति वचनमपास्तं, कुसुमादिजीवविराधनायाः पूजायाः कर्तुर्द्रष्टुश्चाप्रत्यक्षत्वेन पूजाविषयकपरिणामव्यवहाराहेतुत्वेन कल्पितकुसुमादीनामिव द्रव्यपूजासामग्र्यनन्तर्भूतत्वात्, उपदेशमन्तरेणापि जायमानत्वात्, पूजां कुर्वता त्यक्तुमशक्यत्वाच्च, अन्यथा कुसुमादीनामिव तस्या अपि भूयस्त्वमेव विशिष्टपूजाऽङ्गं वाच्यं स्याद्, न च कुसुमादिभूयस्त्वे तद्भूयस्त्वमावश्यकं, कुसुमादीनां सचित्ताचित्ततया द्वैविध्यव्यवस्थानात् । तस्मात्तीर्थकृतामाज्ञोपदेशः 'कर्मक्षयनिमित्तं प्रत्युपेक्षणेर्यासमित्यादिषु संयता यतनया प्रवर्तेरन्, नान्यथा, संसारवृद्धिहेतुत्वाद्, इत्येवं विधि-निषेधमुखाभ्यामेवावसातव्यो न पुनः 'त्वमित्थं कुरु' इत्यादि साक्षादादेशमुखेनापि । न च - यतनया नद्युत्तारवत् तया द्रव्यपूजाऽपि संयतानां भवतु - इति शड्कनीयं,
કેમ કે પૂજામાં તે વિરાધના અવશ્ય થવાની જ છે એવું જાણીને જ પૂજાનો ઉપદેશ અપાયો હોય છે – આવી શંકા દૂર જ થઈ જાય છે તેમાં નીચેના ત્રણ કારણો જાણવા. (૧) પૂજા કરનારને અને જોનારને તે ફૂલ વગેરેના જીવોની વિરાધના અપ્રત્યક્ષ હોઈ પૂજાવિષયક પરિણામના વ્યવહારનો હેતુ બનતી નથી. તેથી કલ્પિત (સોના ચાંદી વગેરેના કૃત્રિમ) ફૂલ વગેરેની જેમ દ્રવ્યપૂજાની સામગ્રીમાં તે કંઈ અંતર્ભત હોતી નથી, અર્થાત્ જેમ ફૂલ વગેરેને જોઈને જોનાર વગેરે પણ પરસ્પર વ્યવહાર કરે છે કે “આ પૂજા કરવા જાય છે ઇત્યાદિ, તેથી ફૂલ વગેરે દ્રવ્યપૂજાની સામગ્રીમાં અંતર્ભત છે. પણ એ રીતે પુષ્યજીવોની વિરાધનાને જોઈને કંઈ તેવો વ્યવહાર થતો નથી, કારણ કે તે વિરાધના જ છદ્મસ્થોને દેખાતી નથી. માટે તે વિરાધના પૂજાની સામગ્રીમાં અંતર્ભત નથી. અર્થાત્ તે વિરાધના પૂજાને અનુકૂલ હોતી નથી, અને તેથી જ પૂજાની સાથે અવિનાભાવે તે થતી હોવા છતાં ઉપદેશનો વિષય બનતી નથી. (૨) એ વિરાધના ઉપદેશ વગર જ થઈ જાય છે. તેમજ (૩) પૂજા કરતી વખતે તેનો ત્યાગ અશક્ય હોય છે. બાકી પુષ્પ જીવવિરાધના પણ જો દ્રવ્યપૂજાની સામગ્રીમાં અન્તભૂત હોય તો તો જેમ ઘણા પુષ્પો વિશિષ્ટપૂજાનું કારણ બને છે તેમ ઘણી વિરાધના પણ વિશિષ્ટપૂજાનું કારણ બનવી જોઈએ. “જેમ વિરાધના વધારે હોય તેમ પણ પૂજા વિશિષ્ટ થાય જ છે, કારણ કે પુષ્પો જેમ વધુ હોય તેમ વિરાધના પણ અવશ્ય વધુ હોય જ છે.” એવી શંકા ન કરવી, કારણકે ફુલો સચિત્ત-અચિત્ત એમ બે પ્રકારના આગમમાં કહ્યા છે. એટલે કે જો અચિત્ત પુષ્પો જ વધારવામાં આવે તો વિરાધના વધ્યા વગર પણ પૂજા વિશિષ્ટ થાય છે.
(યતનાની જિનાજ્ઞા, દ્રવ્યહિંસાની ક્યાંય નહિ- પૂર્વપક્ષ) તેથી જણાય છે કે તીર્થંકરની આજ્ઞાનો ઉપદેશ “સાધુઓએ કર્મક્ષય માટે પડિલેહણ-ઇયસમિતિ વગેરેમાં યતનાથી પ્રવર્તવું જોઈએ, અન્યથા (અયતનાથી) પ્રવર્તવું જોઈએ નહિ, કેમ કે અયતના એ સંસારવૃદ્ધિનો હેતુ છે” ઇત્યાદિ રૂપે વિધિ-નિષેધ મુખે જાણવો, નહિ કે “તું આમ કર' ઇત્યાદિરૂપે સાક્ષાત્ આદેશમુખે પણ. “આ રીતે જયણા-અજયણાનું જ મુખ્યતયા વિધાન-નિષેધ હોય તો જયણાથી નઘુત્તારની