________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જગજીવવિરાધનાવિચાર
૧૧૫ जन्याशक्यपरिहारेण जायमाने जीवघातमृषाभाषणाद्यंशे जिनोपदेशो न भवत्येव, तथाभूताया अपि विराधनाया अयतनाजन्यत्वेन निषिद्धत्वाद्, अत एव संयतानां द्रव्यतोऽपि हिंसा कर्मबन्धकारणमसत्यपि कृतप्रत्याख्यानभङ्गेनाऽऽलोचनाविषयः । यदागमः ‘से अ पाणाइवाए चउव्विहे पण्णत्ते, तं जहा दव्वओ खित्तओ कालओ भावओ' इत्यादि । प्रत्याख्यानं च सर्वविरतिसिद्ध्यर्थमेव, तस्या अपि द्रव्यत आश्रवरूपत्वात् सूक्ष्मपृथिव्यादीनामिवाऽविरतिप्रत्ययकर्मबन्धहेतुत्वात्, भावहिंसायाः कारणत्वाच्च । एतेन-यत्र क्वापि धार्मिकानुष्ठाने संभावनयाऽप्यवद्यं भवति, तदनुष्ठानविषयको जिनोपदेशो न भवति, तावन्मात्रस्याश्रवस्योपदेशविषयत्वापत्त्या कृतसर्वसावधप्रत्याख्यानवतः प्रत्याख्यानभङ्गेन केवली यथावादी तथा कर्त्ता न भवेद् - इत्येवं प्ररूपणात्मकं पाशचन्द्रमतमप्युपेक्षितं
થયેલા નિયમથી નક્કી થાય છે કે સંયતોથી સર્વત્ર અનુષ્ઠાનોમાં અનાભોગજન્ય અશક્ય પરિહારરૂપે જે જીવઘાત-મૃષાભાષણાદિ થાય છે, તસ્વરૂપવિરાધનાના અંશમાં જિનોપદેશ હોતો જ નથી, કેમ કે તેવી પણ તે વિરાધના અજયણાજન્ય હોઈ નિષિદ્ધ જ છે, કેમ કે મૂળમાં અજયણા જ અકથ્ય હોઈ નિષિદ્ધ છે.)
દ્રવ્યહિંસાનું પચ્ચકખાણ પણ આવશ્યક - પૂર્વપક્ષ) તેથી જ સંયતોને, કર્મબંધનું કારણ નહિ બનતી એવી પણ દ્રવ્યહિંસા કરેલા પચ્ચકખાણનો ભંગ કરનાર હોઈ આલોચનાનો વિષય તો બને જ છે. (અર્થાત્ તેની પણ આલોચના લેવી જ પડે છે.) આગમમાં પણ “તે પ્રાણાતિપાત ચાર પ્રકારે કહેવાયો છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી.” ઇત્યાદિ કહ્યું છે. તેથી, આ ચારે પ્રકારના પ્રાણાતિપાતાદિના પચ્ચખાણથી જ સંભવતી એવી સર્વવિરતિ સંપન્ન થાય તે માટે દ્રવ્યહિંસાનું પણ પચ્ચકખાણ હોય જ છે, કારણ કે તે દ્રવ્યથી આશ્રવરૂપ હોઈ (જો તેનું પચ્ચકખાણ કર્યું ન હોય તો) સૂક્ષ્મપૃથ્વીકાય વગેરેની જેમ અવિરતિનિમિત્તક કર્મબંધનો હેતુ બને છે. તેમજ દ્રવ્યહિંસા એ ભાવહિંસાનું કારણ બનતી હોવાથી (પણ એ સર્વવિરતિની બાધક હોઈ) એનું પચ્ચકખાણ આવશ્યક છે. આમ “દ્રવ્યહિંસાદિ અંશમાં જિનોપદેશ હોતો નથી એવું જે કહ્યું તેનાથી જ નીચેનો પાર્જચન્દ્રીય મત ઉપેક્ષાપાત્ર ઠરી જાય છે - જે કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનમાં અવઘની સંભાવના પણ હોય તે અનુષ્ઠાનનો જિનોપદેશ હોતો નથી, કેમકે તે અનુષ્ઠાનનો ઉપદેશ દેવામાં તેટલા અવદ્યરૂપ દ્રવ્યવિરાધનાત્મક આશ્રવનો પણ ભેગો ઉપદેશ આવી જવાના કારણે સર્વસાવદ્યના પચ્ચક્ખાણવાળા એવા ભગવાનના બીજા પાસે પાપ કરાવવું નહિ ઇત્યાદિરૂપ અંશના) પચ્ચકખાણનો ભંગ થવાથી કેવલી જેવું બોલે છે તેવું કરનારા હોતા નથી એવું માનવાની આપત્તિ આવી જાય છે - આવો પાર્જચંદ્રમત
-
-
-
-
-
-
-
૨. પતિપતા: વાર્વિધા: પ્રજ્ઞત:, તાથા – દ્રવ્યત: ક્ષેત્રતઃ ઋતત: માવતઃ