________________
૯૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૪ स इव दुष्टाध्यवसायोऽघ्नन्नपि हिंस्रो मतः । बाधमानोऽपि च शुद्धपरिणामो न हिंस्रः, यथा वैद्य इति ।। नन्नप्यहिंस्रोऽघ्नन्नपि च हिंस्र उक्तः । स इह कथंभूतो ग्राह्यः? इत्याहपंचसमिओ तिगुत्तो नाणी अविहिंसओ ण विवरीओ । होउ व संपत्ती से मा वा जीवोवरोहेणं ।।१७६५ ।।
पञ्चभिः समितिभिः समितः तिसृभिश्च गुप्तिभिर्गुप्तो ज्ञानी जीवस्वरूपतद्रक्षाक्रियाभिज्ञः, सर्वथा जीवरक्षापरिणामपरिणतस्तत्प्रयतश्च कथमपि हिंसन्नप्यविहिंसको मतः । एतद्विपरीतलक्षणस्तु नाहिंसकः, किन्तु हिंस्र एवायं, अशुभपरिणामत्वाद्, भाव(बाह्य)जीवहिंसायास्तु जीवोपरोधेन जीवस्य कीटादेरुपरोधेनोपघातेन संपत्तिर्भवतु मा भूद्वा, से-तस्य साध्वादेः हिंसकत्वे तस्य अनैकान्तिकत्वादिति ।। कुतस्तस्या अनैकान्तिकत्वं? इत्याह
असुहो जो परिणामो सा हिंसा सो उ बाहिरणिमित्तं । कोवि अवेक्खेज्ज ण वा जम्हा णेगंतियं बझं ।।१७६६।।
यस्मादिह निश्चयनयतो योऽशुभपरिणामः स एव हिंसेत्याख्यायते । स च बाह्यं सत्त्वातिपातक्रियालक्षणं निमित्तं कोऽप्यपेक्षते ?, कोऽपि पुनस्तन्निरपेक्षोऽपि भवेत् ?, यथा तन्दुलमत्स्यादीनाम्, यस्मादनैकान्तिकमेव बाह्यनिमित्तं, तत्सद्भावेऽप्यहिंसकत्वात्, तदभावेऽपि च हिंसकत्वादिति ।। नन्वेवं तर्हि बाह्यो
બનાય છે? આ રીતે - રાજા વગેરેના ઘાતક અભિમર (= ધારેલ વ્યક્તિનું ખૂન કરનાર, અન્યને ન મારનાર) જેવો દુષ્ટ અધ્યવસાયવાળો જીવ અન્યને હણતો ન હોય તો પણ હિંસક કહેવાયો છે. જ્યારે શુદ્ધ પરિણામવાળો જીવ બીજાને હણતો હોય તો પણ હિંન્ન મનાયો નથી, જેમ કે વૈદ્ય. આમ હણનારને પણ અહિંન્ન અને નહિ હણનારને પણ હિંસ કહ્યો. તે અહીં કેવા જીવોને અહિંસક વગેરે જાણવા? એનો ઉત્તર- પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત, જીવનું સ્વરૂપ અને તેની રક્ષાના ઉપાયોનો જાણકાર, સર્વથા જીવરક્ષાના પરિણામથી પરિણત તેમજ જીવરક્ષામાં પ્રયત્નશીલ એવો સાધુ કો'ક રીતે હિંસા કરતો હોય તો પણ અહિંસક મનાયો છે. આનાથી વિપરીત સ્વરૂપવાળો જીવ સાધુ હોય તો પણ અહિંસક નહિ, પણ અશુભ પરિણામવાળો હોઈ હિંસક જ છે, પછી કીડા વગેરેના ઉપઘાત દ્વારા બાહ્યહિંસા થાવ કે ન થાવ. કારણ કે સાધુના હિંસકપણામાં બાહ્ય હિંસા એ અનૈકાન્તિક છે. તે શા માટે અનૈકાન્તિક છે? એ હવે ભાષ્યકાર જણાવે છે - તે એટલા માટે અનૈકાન્તિક છે કે નિશ્ચયનયથી તો અશુભ પરિણામ જ હિંસા કહેવાય છે. અને તે અશુભ પરિણામ તો કોક જ બાહ્ય જીવઘાતક્રિયારૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે, જ્યારે તે સિવાયનો બીજો કો'ક અશુભ પરિણામ તો બાહ્યહિંસાને નિરપેક્ષ રીતે પણ પ્રવર્તે છે. જેમ કે તંદુલિયા મત્સ્ય વગેરેનો અશુભ પરિણામ. તેથી બાહ્યહિંસારૂપ બાહ્ય નિમિત્ત તો અનૈકાન્તિક
-
-
-
-
-
-
१. पञ्चसमितः त्रिगुप्तो ज्ञानी अविहिंसको न विपरीतः । भवतु वा संपत्तिः तस्य मा वा जीवोपरोधेन ॥ २. अशुभो यः परिणामः सा हिंसा स तु बाह्यनिमित्तम् । कोऽपि अपेक्षते न वा यस्मात् नैकान्तिकं बाह्यम् ।।