________________
કેવલીમાં દ્રવ્યહિંસા : અપવાદ વિષયક ઉપદેશ વિચાર
૧૦૯ स्वरूपनिरूपणोपदेशेन, न पुनः क्वाप्यादेशेनापि । अयं भावः-जिनोपदेशो हि सम्यग्दृशां वस्तुस्वरूपपरिज्ञानार्थमेव भवति । तत्र वस्तुनः स्वरूपं हेयत्वज्ञेयत्वोपादेयत्वभेदेन त्रिधा । तत्र किञ्चिद्वस्तु जीवघाताद्याश्रवभूतं हेयं, दुर्गतिहेतुत्वात् । किञ्चिच्च जीवरक्षादि संवररूपमुपादेयं, सुगतिहेतुत्वात् । किञ्चिच्च स्वर्गनरकादिकं ज्ञेयमेव, उभयस्वभावविकलत्वात् । यत्तु ज्ञातं सर्वमपि वस्तु सुगतिहेतुस्तत्र 'सविशेषणे०' इत्यादिन्यायेन ज्ञानस्यैव प्राधान्यं, तच्चोपादेयान्तर्भूतमवसातव्यम् । एवं च किञ्चिदेकमेव वस्तु विशेषणाद्यपेक्षया त्रिप्रकारमपि भवति । यथैकैव गमनक्रिया जीवघातादिहेतुत्वेनाऽयतनाविशिष्टा साधूनां हेयैव, हेयत्वेन चाकल्प्यैव, तथा सैव क्रिया जीवरक्षादिहेतुत्वेन यतनाविशिष्टा साधूनामुपादेया, उपादेयत्वेन च कल्प्या, उभयविशेषणरहिता तु ज्ञेयैव ।
બતાવ્યું. એમ જ્યાં ફળદ્વારા તે દર્શાવાયું ન હોય ત્યાં સાક્ષાત્ કહેલું હોવું જાણવું. જેમ કે પર્યુષણાકલ્પમાં કહ્યું છે કે “એક પગ પાણીમાં બીજો આકાશમાં....' એ રીતે રાખીને જે નદી વગેરેને પસાર કરી શકે તે નદી ઉતરીને ચારે બાજુ સવા યોજન જેટલું ભિક્ષા માટે જઈ પાછા ફરવું કલ્પ.” પણ આ ફળદ્વારા કહેલ કય્યતા કે અકથ્યતા પણ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કરનાર ઉપદેશથી જ જણાવેલ હોય છે, નહિ કે ક્યાંય પણ “તું આ કર” “તારે આ કરવું ઇત્યાદિરૂપ આદેશથી. આ તાત્પર્ય છે - જિનોપદેશ સમ્યકત્વીઓને વસ્તુસ્વરૂપનું પરિજ્ઞાન થાય એ માટે જ હોય છે. એમાં વસ્તુનું સ્વરૂપ ત્રણ પ્રકારે હોય છે – હેયત્વ, ઉપાદેયત્વ અને શેયત્વ. જીવાત વગેરે રૂપ આશ્રવભૂત કેટલીક વસ્તુ દુર્ગતિના હેતુભૂત હોઈ હેય હોય છે. જીવરક્ષા વગેરે સંવરરૂપ કેટલીક વસ્તુઓ સુગતિના હેતુભૂત હોઈ ઉપાદેય હોય છે. અને સ્વર્ગ-નરકાદિરૂપ કેટલીક વસ્તુ માત્ર જોય જ હોય છે, કેમકે હેયત્વ-ઉપાદેયત્વ (કે દુર્ગતિeતુત્વસુગતિeતુત્વ) રૂપ ઉભયસ્વભાવ રહિત હોય છે. વળી જ્ઞાત (જણાયેલ) સ્વર્ગનરકાદિ સર્વવસ્તુઓ જે સુગતિ હેતુ બને છે તેમાં પણ “વિશેષને..” ન્યાયથી જ્ઞાનનું જ પ્રાધાન્ય છે અને તે તો ઉપાદેયમાં અંતર્ભત છે જ એ જાણવું. (આશય એ છે કે જ્ઞાન તો સઘળી ચીજોનું મેળવવાનું કહ્યું છે, એટલે સ્વર્ગાદિનું જ્ઞાન પણ ઉપાદેય તો છે જ, તેથી જ્ઞાનનો વિષય બનવારૂપે સ્વર્ગાદિ પણ સુગતિeતુ બને છે તેમજ ઉપાદેય બને છે.) આમ કોઈ એકની એક વસ્તુ પણ વિશેષણ વગેરેની અપેક્ષાએ ત્રણ પ્રકારની બની શકે છે. જેમકે એકની એક જ ગમનાદિ ક્રિયા અયતનારૂપ વિશેષણયુક્ત બનીને જીવવાતાદિનો હેતુ બનવા દ્વારા સાધુઓને હેય બને છે, અને હેય હોવાથી જ અકથ્ય બને છે. તથા તેની તે જ ક્રિયા જયણા રૂપ વિશેષણથી યુક્ત બનીને જીવરક્ષાદિનો હેતુ બનવા દ્વારા સાધુઓને ઉપાદેય બને છે. અને
- - - - - - - - - - - - १. 'सविशेषणे विधिनिषेधौ विशेषणमुपसङ्क्रामतो विशेष्याऽऽबाधके सति' इति न्यायः । ૨. કરાયેલ વિધાન કે નિષેધ જો વિશેષ્યમાં બાધિત હોય તો વિશેષણમાં લાગુ પડે છે. પ્રસ્તુતમાં, વિષયતા સંબંધથી જ્ઞાનવિશિષ્ટ જે
સ્વગદિ, તેમાં સુગતિeતતા છે. એમાં માત્ર વિશેષ્ય રૂપ સ્વર્ગાદિમાં તે ન હોવાથી વિશેષણરૂપ જ્ઞાનમાં જ તેની પ્રધાનતયા હાજરી ગણાય છે.