________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર
<<
रिति संपन्नं, आज्ञातः क्वचिद् द्रव्यहिंसादौ प्रवर्त्तमानोऽप्यप्रवृत्त इति पञ्चाशकवृत्तिवचनात् । यत्तूच्यते परेण - नद्युत्तारादौ जलजीवविराधनाऽनुज्ञा किं साक्षादादेशरूपा, उत कल्प्यताऽभिव्यञ्जिता ? नाद्यः, 'स साधुर्जीवविराधनां करोतु' इत्यादिरूपेण केवलिनो वाक्प्रयोगासंभवात् । यदुक्तं ‘अरिहंता भगवंतो' (उप. मा. ४४८) इत्यादि । अत एव दीक्षां जिघृक्षताऽपि विज्ञप्तो भगवान् ‘નહાસુદ’ ત્યેવો વાન્, ન પુનઃ ‘ટ્યું નૃાળ' જ્ઞત્યાવિ। યત્તુ યિાળાનેડ થિતો મળવાનાવેશमुखेनाप्यनुज्ञां ददाति तत्रानुज्ञायाः फलवत्त्वेन भाषाया निरवद्यत्वात् । नापि द्वितीयः, यतः कल्प्यता
૧૦૭
વગેરેમાં પ્રવર્તતો પણ સાધુ અપ્રવૃત્ત જ છે' ઇત્યાદિ પંચાશકવૃત્તિના વચનથી એ પણ નક્કી થયું છે કે વિહિત અનુષ્ઠાનમાં થતી અને અનુબંધથી (પરિણામે) અહિંસા તરીકે પરિણમતી દ્રવ્યહિંસામાં પણ ભગવાનની આજ્ઞા જ પ્રવૃત્તિનો હેતુ બને છે. અર્થાત્ દ્રવ્યહિંસા કરનારી તે પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞાથી જ થઈ હોય છે.
(આપવાદિક હિંસાની આદેશરૂપે જિનાજ્ઞા અસંભવિત - પૂર્વપક્ષ)
પૂર્વપક્ષ ઃ નદી ઉત૨વા વગેરેમાં થતી જળજીવવિરાધનારૂપ દ્રવ્યહિંસામાં સાધુ ભગવાનની આજ્ઞાથી પ્રવર્તે છે. એવું કહેવું એ અયોગ્ય છે, કારણકે ભગવાન જળજીવવિરાધનાની અનુજ્ઞા આપે એ વાત સંભવતી નથી. તે આ રીતે- ભગવાને એની જો અનુજ્ઞા આપી હોય તો એ સાક્ષાત્ આદેશરૂપે આપી હોય કે કલ્પ્યતાથી અભિવ્યંજિત કરેલી હોય ? સાક્ષાત્ આદેશરૂપે સંભવતી નથી, કારણ કે ‘તે સાધુ જીવવિરાધના કરે’ ‘તું કર’ ઇત્યાદિ વચનપ્રયોગ કેવળીઓ કરે એ સંભવતું નથી. ઉપદેશમાળામાં કહ્યું છે કે (૪૪૮) “અરિહંત ભગવંતો માણસને બળાત્કારે હાથથી પકડીને કોઈ અહિતમાંથી વારતા નથી કે હિતમાં પ્રવર્તાવતા નથી.” તેથી જ દીક્ષાનો અભિલાષુક દીક્ષા લેવાનું પણ પૂછે તો ભગવાન ‘ નહીં સુĒ જેમ તને સુખ ઉપજે તેમ (ક૨)' ઇત્યાદિ જ કહે છે. નહિ કે ‘તું ગ્રહણ કર' ઇત્યાદિ (કારણ કે એમ કહે અને કદાચ કોઈ કારણસર તે દીક્ષા લઈ ન શકે તો ભાષા નિષ્ફળ બનવાથી સાવદ્ય બને.) દીક્ષાગ્રહણાદિની ક્રિયા વખતે લેનારે માંગેલ આદેશના જવાબરૂપે ભગવાન આદેશ દ્વારા જે અનુજ્ઞા આપે છે તે પણ ત્યાં અનુજ્ઞા તે આદેશના સ્વીકારાદિરૂપે સફળ બનતી હોઈ ભાષા નિરવઘ રહેતી હોવાથી જ માટે જણાય છે કે કેવળીઓ સામાન્યથી સાક્ષાત્ આદેશ રૂપ વાક્યપ્રયોગ કરતા નથી. (કલ્પ્યત્વ અભિવ્યંજિત રૂપે પણ અસંભવિત - પૂર્વપક્ષ)
“જીવવિરાધનાની અનુજ્ઞા કલ્પ્યતાથી અભિવ્યક્ત થાય છે. અર્થાત્ ભગવાને તેની સાક્ષાત્ અનુજ્ઞા ન આપી હોય, પણ ‘કલ્પ્ય’ તરીકે કહ્યું હોય તો તેનાથી ‘ભગવાનની તેમાં અનુજ્ઞા છે' એમ અભિવ્યક્ત
१. अरिहंता भगवंतो अहिअं व हिअं व नवि इहं किंचि । वारिंति कारवेंति अ घित्तूण जणं बला हत्थे ॥
छाया : अर्हन्तो भगवन्तोऽहितं वा हितं वा नापि अत्र किञ्चित् । वारयन्ति कारयन्ति च गृहीत्वा जनं बलात् हस्तेन ॥