________________
૧૦૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫
ईहरा उ अभिणिवेसा इयरा न य मूलछेज्जविरहेण । होएसा एत्तो च्चिय पुव्वायरिया इमं चाहु ।। गीयत्थो अ विहारो बीओ गीयत्थमीसिओ चेव । इत्तो तइअविहारो णाणुनाओ जिणवरेहिं ।। गीयस्स ण उस्सुत्ता तज्जुत्तस्सेयरस्स य वि तहेव । णियमेणं चरणवं जं ण जाउ आणं विलंघेइ ।। ण य तज्जुत्तो (गीयत्थो) अण्णं न णिवारए जोग्गयं मुणेऊणं । एवं दोण्ह वि चरणं परिसुद्धं अण्णहा नेव ।। ता एवं विरतिभावो संपुनो एत्य होइ णायव्वो । णियमेणं अट्ठारससीलंगसहस्सरूवो उ ।। त्ति । ततो नद्युत्तारादावुत्सूत्रप्रवृत्त्यभावादाज्ञाशुद्धस्य साधोर्न सातिचारत्वमपीति कुतस्तरां देशविरतत्वम्? तदेवं नद्युत्तारेऽन्यत्र वाऽपवादपदे भगवदाज्ञया द्रव्याश्रवप्रवृत्तावपि न दोषत्वमिति स्थितम् । एवं चात्र विहितानुष्ठानेऽनुबन्धतोऽहिंसात्वेन परिणतायां द्रव्यहिंसायामपि भगवदाजैव प्रवृत्तिहेतु
છે. પણ એ જો ગીતાર્થે કરેલ નિષેધના સ્વીકારથી અટકે તેવી હોય તો નિરનુબંધ (પ્રજ્ઞાપનીય) જાણવી. અભિનિવેશના કારણે, જો એ અટકે તેવી ન હોય તો સાનુબંધ=અપ્રજ્ઞાપનીય જાણવી. એ મૂલચ્છેદ્ય અતિચાર વિના થતી નથી. તેથી જ તો પૂર્વાચાર્ય (શ્રીભદ્રબાહુ સ્વામી) એ આ પ્રમાણે કહ્યું છે કે શ્રી જિનેશ્વરોએ ગીતાર્થોનો કે ગીતાર્થની નિશ્રાવાળા અગીતાર્થોનો એમ બે પ્રકારે વિહાર કહ્યો છે પણ એના કરતાં જુદો (માત્ર એક કે અનેક અગીતાર્થોનો) વિહાર કહ્યો નથી. આના પરથી જણાય છે કે ગીતાર્થ કે ગીતાWયુક્ત અગીતાર્થની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ ન થાય. કારણ કે ગીતાર્થ ચારિત્રી અવશ્ય ક્યારેય પણ આપ્તવચનનું ઉલ્લંઘન કરતા નથી. તેમજ આજ્ઞાયુક્ત ચારિત્રી (ગીતાર્થ) અન્ય યોગ્ય સાધુને સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરતાં જાણે તો રોકે છે. આમ બન્નેનું ચારિત્ર નિર્દોષ હોય છે. અન્યથા = આ સિવાયના ત્રીજા વિહારમાં તેવું સંભવતું નથી. આમ “આજ્ઞાપરતંત્રની બાહ્ય પ્રવૃત્તિ વિરતિને ખંડિત કરતી નથી એ નિયમથી પ્રસ્તુતમાં સર્વવિરતિનો સંપૂર્ણ ભાવ નિયમા અઢાર હજાર શીલાંગરૂપ જાણવો.”
(વિહિતાનુષ્ઠાનીય દ્રવ્યહિંસામાં જિનાજ્ઞા જ પ્રવર્તક) આમ, ભગવાનની આજ્ઞા મુજબ નદી ઉતરવામાં ઉસૂત્રપ્રવૃત્તિ ન હોવાથી આજ્ઞાશુદ્ધ સાધુને અતિચાર પણ લાગતો નથી તો એ દેશવિરતિ બની જવાની તો વાત જ ક્યાં? આ રીતે એ વાત નક્કી થઈ કે નદી ઉતારવામાં કે બીજી આપવાદિક પ્રવૃત્તિમાં ભગવાનની આજ્ઞાથી દ્રવ્યહિંસા વગેરરૂપ દ્રવ્યઆશ્રવમાં સાધુ પ્રવૃત્ત થાય તો પણ એને દોષ લાગતો નથી. તેમજ “આજ્ઞાથી ક્યાંક દ્રવ્યહિંસા
१. इतरथा त्वभिनिवेशादितरान्न च मूलच्छेद्यविरहेण । भवत्येषाऽत एव पूर्वाचार्या इदं चाहुः ॥
गैतार्थश्च विहारो द्वितीयो गीतार्थमिश्रितश्चैव। इतस्तृतीयो विहारो नानुज्ञातो जिनवरैः ।। गीतार्थस्य नोत्सूत्रा तद्युक्तस्येतरस्य च तथैव। नियमेन चरणवान् यन्न जात्वाज्ञां विलङ्घयति ।। न च तद्युक्तोऽन्यं न निवारयति योग्यतां ज्ञात्वा। एवं द्वयोरपि चरणं परिशुद्धमन्यथा नैव ॥ तस्मादेवं विरतिभावः संपूर्णोऽत्र भवति ज्ञातव्यः । नियमेनाष्टादशशीलाङ्गसहस्ररूपस्तु ।।