________________
૧૦૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫
नद्युत्तारस्येष्टफलहेतुत्वेनैव स्यात्, इष्टफलहेतुत्वं च नद्युत्तारस्य यतनाविशिष्टस्यैव भणितं, अयतनाविशिष्टस्य तु तस्य प्रतिषेध एवेत्ययतनाजन्यजीवविराधनयैव नद्युत्तारोऽप्यनिष्टफलहेतुत्वेनाकल्प्यो भणितः, इति 'जलजीवविराधनाविशिष्टो नद्युत्तारः केवलिनाऽनुज्ञातः' इति वक्तुमप्यकल्प्यम् । न च ‘यतनया नदीमुत्तरतः साधोरनाभोगजन्याशक्यपरिहारेण या जलजीवविराधना साऽनुज्ञाते'त्युच्यत इति वाच्यं, तस्यामनुज्ञाया अनपेक्षणानिष्फलत्वाद्, ज्ञातेऽपि प्रायश्चितानुपपत्तिप्रसक्तेश्च, जिनाज्ञया कृतत्वात् । एवमन्यत्रापि कल्प्यताऽकल्प्यता च फलद्वारा साक्षाद्वोक्ताऽवसातव्या, परं सर्वत्रापि वस्तु
થાય છે એવી માન્યતાવાળો બીજો પક્ષ પણ અયોગ્ય છે. કેમ કે એ કય્યાતરૂપ અભિવ્યંજકનો જ અભાવ હોઈ તેનાથી અભિવ્યંજિત થના અનુજ્ઞા અસંભવિત રહે છે. એ કપ્યતાનો અભાવ એટલા માટે છે કે નઘુત્તારમાં જો કપ્યતા હોય તો ઈષ્ટફળ હેતુ તરીકે જ હોય. અર્થાત્ નઘુત્તાર જો ઈષ્ટફળનો હેતુ બનતો હોય તો જ કપ્ય બને. હવે જે નઘુત્તાર જયણાયુક્ત હોય તેને જ ઈષ્ટફળનો હેતુ હોવો આગમમાં કહ્યો છે. અજયણાવાળા નઘુત્તારનો તો આગમમાં નિષેધ જ કર્યો છે. (અહીં જયણાયુક્ત નઘુત્તાર વગેરેમાં જયણા એટલે “એક પગ પાણીમાં મૂકી બીજો અદ્ધર આકાશમાં રાખવો...' ઇત્યાદિરૂપ જાણવી અને ઇષ્ટફળ તરીકે પાપકર્મબંધનો અભાવ વગેરે જાણવો. જેઓ આવી જયણા કરી શકતા નથી તેઓનો અજયણાયુક્ત નઘુત્તાર અનિષ્ટફળનો હેતુ હોઈ અકથ્ય છે. (એટલે આગમમાં “મનયં વરમાળો ૩...' ઇત્યાદિ રૂપે તેનો પ્રતિષેધ જ કર્યો છે) આમ અયતનાજન્ય જીવવિરાધનાના કારણે જ નઘુત્તારને પોતાને પણ, તે અનિષ્ટ ફળનો હેતુ હોઈ અકથ્ય કહ્યો છે. તેથી “જળજીવવિરાધનાયુક્ત નઘુત્તાર (કથ્ય છે અને તેથી) કેવલીથી અનુજ્ઞાત છે એવું તો બોલવું પણ યોગ્ય નથી. “અરે! અમે જે નઘુત્તારમાં થતી જળજીવવિરાધનાને કેવલીથી અનુજ્ઞાત હોવી કહીએ છીએ તે અજયણાથી થતા નઘુત્તારાદિમાં થતી વિરાધનાને નહિ, કિન્તુ જયણાપૂર્વક થતા નઘુત્તારમાં અનાભોગજન્ય અશક્યપરિહાર રૂપે થતી જીવવિરાધનાને અનુજ્ઞાત કહીએ છીએ' એવી શંકા ન કરવી, કારણ કે વિરાધનામાં તો અનુજ્ઞાની અપેક્ષા જ ન હોઈ (એ વિરાધનાનો પરિહાર અશક્ય હોઈ કદાચ અનુજ્ઞા ન હોત તો પણ એ તો થવાની જ હતી) અનુજ્ઞા નિષ્ફળ થવાની આપત્તિ આવે. વળી અનાભોગના બદલે કદાચ વિરાધનાનો આભોગ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત લેવું આવશ્યક બને. પણ એ પણ આ રીતે તો અસંગત બની જાય છે, કારણ કે તમારા અભિપ્રાય મુજબ એ વિરાધના જિનાજ્ઞાથી કરેલ છે. જિનાજ્ઞાથી કરેલ ચીજનું કાંઈ પ્રાયશ્ચિત્ત હોતું નથી. તેથી વિરાધનાની અનુજ્ઞા માની શકાતી નથી.
(જિનોપદેશ માત્ર વસ્તુસ્વરૂપની જાણકારી માટે જ પૂર્વપક્ષ) આમ ઇષ્ટફળ કે અનિષ્ટફળના ઉપદર્શન દ્વારા જે કથ્થત્વ કે અકસ્મૃત્વ શાસ્ત્રમાં કહ્યું છે તે