________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર
૧૦૫ परिणामः पूर्णो भवति, बाह्यप्रवृत्तिपूर्णतामानं त्वत्रातन्त्रमिति । तदुक्तं (पंचा. १४/१३-२३) -
एयं च एत्थ एवं विरईभावं पडुच्च दट्ठव्वं । ण उ बझंपि पवित्तिं जं सा भावं विणावि भवे ।। जह उस्सग्गंमि ठिओ खित्तो उदगंमि केणइ तवस्सी । तव्वहपवित्तकाओ अचलियभावोऽपवित्तो उ ।। एवं चिय मज्झत्थो आणाओ कत्थई पयट्टतो । सेहगिलाणादट्ठा अपवत्तो चेव णायव्वो ।। आणापरतंतो सो सा पुण सव्वन्नुवयणओ चेव । एगंतहिया वेज्जगणाएणं सव्वजीवाणं ।। भावं विणावि एवं होइ पवित्ती ण बाहए एसा । सव्वत्थ अणभिसंगा विरईभावं सुसाहुस्स ।। उस्सुत्ता पुण बाहइ समइविअप्पसुद्धा वि णियमेण । गीयणिसिद्धपवज्जणरूवा णवरं णिरणुबंधा ।।
રોકાતા હોવાથી) ઉસૂત્રપ્રવૃત્તિ રહિત હોય છે. અને તેથી તેઓને અઢારહજાર શીલાંગમય સર્વવિરતિપરિણામ સંપૂર્ણ હોય છે, ખંડિત થતો નથી. પછી અપવાદપદે બાહ્યપ્રવૃત્તિ ભલે કદાચ હિંસાદિ કરનારી હોય. માટે માત્ર બાહ્યપ્રવૃત્તિની પૂર્ણતા આ શીલાંગોની પૂર્ણતા કે ન્યૂનતામાં (અને તેથી સર્વવિરતિ ટકવા કેનટકવામાં) ભાગ ભજવતી નથી, કેમકે આંતરિક વિરતિપરિણામ વિના પણ કોઈ અભવ્યાદિની બાહ્ય પ્રવૃત્તિ પરિપૂર્ણ હોવી સંભવે છે. અને તેના પરિણામવાળાની પણ ક્યારેક બાહ્ય પ્રવૃત્તિ પૂર્ણ ન હોય તેવું બને છે. પંચાશક (૧૪/૧૩થી ૨૩)માં કહ્યું છે કે
પ્રસ્તુતમાં શીલનું અન્યૂનત્વ વિરતિભાવને આશ્રીને જાણવું, નહિ કે બાહ્ય પ્રવૃત્તિને આશ્રીને પણ, કેમ કે તે તો આંતરિક અવિરતિના ભાવ વિના પણ સંભવે છે. જેમ કે કાઉસ્સગ્નમાં રહેલા સાધુને કોઈએ પાણીમાં નાખી દીધો. તો તેની કાયા અકાયજીવોની હિંસામાં પ્રવૃત્ત હોવા છતાં સમભાવના (કે વિરતિભાવના) પરિણામથી ચલિત થયા ન હોવાથી તે સાધુ પરમાર્થથી હિંસામાં પ્રવૃત્ત નથી. સમભાવમાં રહેલો સાધુ આપ્તવચનરૂપ આજ્ઞાથી ક્યારેક નવદીક્ષિત, ગ્લાન, આચાર્ય વગેરે માટે દ્રવ્યહિંસામાં પ્રવૃત્ત બનવા છતાં પરમાર્થથી હિંસામાં અપ્રવૃત્ત જ જાણવો, કેમ કે તે સાધુ આજ્ઞાને આધીન છે, અને તે આજ્ઞા સર્વજ્ઞની હોવાથી જ વૈદ્યના દૃષ્ટાન્ત મુજબ સર્વજીવોનું એકાન્ત હિત કરનારી છે. અવિરતિના પરિણામ ન હોવા છતાં આજ્ઞાપરતંત્રતાથી આવી પ્રવૃત્તિ થાય છે. એ પ્રવૃત્તિ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેમાં પ્રતિબંધ (રાગભાવ) રહિત હોવાથી સુસાધુના વિરતિભાવને ખંડિત કરતી નથી, સ્વમતિ કલ્પનાથી શુદ્ધ (નિર્દોષ) એવી પણ ઉસૂત્ર (સૂત્રવિરુદ્ધ) પ્રવૃત્તિ વિરતિપરિણામને અવશ્ય ખંડિત કરે
१. एतच्चात्रैवं विरतिभावं प्रतीत्य द्रष्टव्यम्। न तु बाह्यामपि प्रवृत्तिं यत्सा भावं विनापि भवेत् ॥
यथा कायोत्सर्गे स्थितः क्षिप्त उदके केनचित्तपस्वी। तद्वधप्रवृत्तकायोऽप्यचलितभावोऽप्रवृत्तस्तु । एवमेव मध्यस्थ आज्ञातः क्वचित्प्रवर्त्तमानः। शैक्षग्लानाद्यर्थमप्रवृत्त एव ज्ञातव्यः॥ आज्ञापरतन्त्रः स सा पुनः सर्वज्ञवचनतश्चैव। एकान्तहिता वैद्यकज्ञातेन सर्वजीवानाम् ॥ भावं विनाऽप्येवं भवति प्रवृत्तिर्न बाधते एषा। सर्वत्रानभिष्वङ्गाद् विरतिभावं सुसाधोः॥ उत्सत्रा पुनर्बाधते स्वमतिविकल्पशद्धाऽपि नियमेन। गीतार्थनिषिद्धप्रपदनरूपा नवरं निरनुबंधा ॥