________________
૧૦૩
કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર एक्को वाऽऽयपएसोऽसंखेज्जपएससंगओ जह उ । एयं पि तहा णेयं सतत्तचाओ इहरहा उ ।। जम्हा समग्गमेयंपि सव्वसावज्जजोगविरई उ । तत्तेणेगसरूवं ण खंडरूवत्तणमुवेइ ।। व्यवहारनयमते त्वेकाद्यङ्गभङ्गेऽपि सज्वलनोदयस्य चरणैकदेशभङ्गहेतुत्वादपरशीलाङ्गसद्भावादवशिष्टप्रतिपन्नचारित्रसद्भावान देशविरतत्वं, न हि पर्वतैकदेशलोष्ट्वाद्यपगमेऽपि पर्वतस्य लोष्टुत्वमापद्यते, मूलभगे तु चारित्रभङ्ग एव । अत एव, यो मन्यते 'लवणं भक्षयामि' इति, तेन ‘मनसा न करोत्याहारसंज्ञाविहीनो रसनेन्द्रियसंवृतः पृथिवीकायसमारंभं मुक्तिसंपन्नः' इत्येकतद्भगः कृतः । ततस्तद्भङ्गेन (? तद्भङ्गे) च प्रतिक्रमणप्रायश्चित्तेन शुद्धिः स्यात्,
હાજરી હોય તો જ સુપરિશુદ્ધ હોય છે. જેમાં એક પણ આત્મપ્રદેશ અન્ય અસંખ્ય પ્રદેશોથી યુક્ત જ હોય છે તેમ આ શીલાંગ પણ અન્ય સઘળાં શીલાંગોથી યુક્ત જ હોય છે. જો સ્વતંત્ર એક શીલાંગ હોય તો તે સર્વવિરતિનો ન કહેવાય, કારણ કે એમાં સર્વવિરતિનું સ્વસ્વરૂપ (અઢાર હજાર શીલાંગ સ્વીકારરૂપ) હોતું નથી. “જો કોઈ એમ કહે કે અહીં એકાદિ પ્રદેશ હીન આત્મા છે તો તે ખરેખર આત્મા સંભવતો નથી તેમ અઢાર હજારમાંથી એકાદિ શીલાંગ ન્યૂન હોય તો સર્વવિરતિ ચારિત્ર ન જ હોય. આ સમગ્ર ભાંગાઓ સર્વસાવદ્યયોગવિરતિ રૂપ છે. તેથી તે તત્ત્વતઃ એક હોઈ તેના ખંડ થઈ શકતા નથી.” આમ નિશ્ચયનય મુજબ વિચારીએ તો જણાય છે કે કે જળજીવોના આભોગપૂર્વક નદી ઉતરવામાં જો અપૂકાયસંબંધી એક પણ શીલાંગનો અભાવ થતો હોય તો તો સર્વ શીલાંગોનો અભાવ જ થઈ જવાથી અવિરતિ જ આવી જાય. અને જો એકનો પણ વાસ્તવમાં અભાવ થતો ન હોય તો બધા જ શીલાંગ ટકી રહેતા હોઈ સર્વવિરતિ જ ઊભી રહે. માટે દેશવિરતિપણું આવવાની તો આપત્તિ રહેતી જ નથી.
(૧૮000 શીલાંગો અંગે વ્યવહારનયમત) વ્યવહારનયમને તો કોઈ એક વગેરે શીલાંગ ભાંગવામાં પણ ચારિત્રનો એક દેશ જ ભાંગે છે, કારણ કે શીલાંગભંગ જેનાથી થાય છે તે સંજ્વલનનો ઉદય ચારિત્રના એક દેશના ભંગનો જ હેતુ છે. તેથી અન્ય શીલાંગોની હાજરીના કારણે શેષ સ્વીકારેલ ચારિત્ર હાજર રહેતું હોઈ દેશવિરતપણું આવી જતું નથી. પર્વતના એકદેશભૂત પથરો દૂર થવા માત્રથી કંઈ પર્વત પથરારૂપ (દશરૂપ) બની જતો નથી. પણ મૂળ (મૂળગુણ) ભાંગવામાં તો આ મતે પણ ચારિત્રભંગ થઈ જ જાય છે. એકાદ શીલાંગનો ભંગ આ રીતે – “હું મીઠું ખાઉં એવું જે વિચારે છે તેણે “આહારસંજ્ઞા રહિત રસનેન્દ્રિયથી સંવૃત્ત (સંવરવાળો) મુક્તિથી (નિલભતા=સંતોષથી) સંપન્ન રહીને મનથી પૃથ્વીકાયનો સમારંભ કરવો નહિ એવા એક શીલાંગનો ભંગ કર્યો. આ રીતે એકાદિ શીલાંગ ભાંગવાથી આ નયમુજબ ચારિત્રનો એક દેશ ખંડિત
— — — — — १. एकोऽप्यात्मप्रदेशोऽसंख्येयप्रदेशसंगतो यथा तु । एतदपि तथा ज्ञेयं स्वतत्त्वत्याग इतरथा तु ।।
यस्मात्समग्रमेतदपि सर्वसावद्ययोगविरतिस्तु । तत्त्वेनैकस्वरूपं न खण्डरूपत्वमुपैति ॥
—
—
—
—
—
—
—
—
—