________________
૧૦૧
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર
नन्वाभोगादत्र विरतानां भवेद्देशविरतत्वम् ।
नैवं यत्प्रतिपूर्णा प्रतिपत्तिः सूत्राज्ञा च ।।५।। नणुत्ति । नन्वत्र नद्युत्तारे जलजीवविराधनायामाभोगाद्विरतानां सर्वसंयमवतां देशविरतत्वं भवेत्, निश्चितेऽपि जलजीवघातेऽवस्थितस्य विरतिपरिणामस्याभ्युपगमे तस्य देशविरतिरूपस्यैव पर्यवसानाद्, निश्चितेऽपि जलजीवधाते तज्जीवविषयकविरतिपरिणामस्यानपायेन चारित्राखण्डताऽभ्युपगमे च सर्वेषामपि सम्यग्दृशां सर्वविरतिप्रतिपत्तौ न किञ्चिद्बाधकमिति देशविरत्युच्छेद एव स्यादिति भावः । नैवं, यद् यस्मात्कारणाद्विरतानां प्रतिपूर्णा प्रतिपत्तिः अष्टादशशीलाङ्गसहस्र
ગાથાર્થઃ શંકાઃ આમાં=નદી ઉતરવામાં જો આભોગ હોય તો એનાથી સાધુમાં દેશવિરતિપણું જ આવી જશે. સમાધાન-ના, એ નહિ આવે, કેમ કે આભોગ હોવા છતાં પોતે સ્વીકારેલ સર્વવિરતિ અને સૂટઆજ્ઞા પરિપૂર્ણ રહે છે.
(વિરાધનાનો આભોગ માનવામાં દેશવિરતિની આપત્તિ-નિરાકરણ) શંકા નદી ઉતરવામાં જળજીવવિરાધનાનો જો આભોગ હોય તો સર્વવિરતિધર સાધુઓ દેશવિરતિ શ્રાવક જ બની જશે, કારણ કે “જળજીવઘાતનો નિશ્ચય હોવા છતાં પણ વિરતિપરિણામ ટકી શકે છે' એવું માનવામાં આવે તો તેને દેશવિરતિરૂપે પરિણમેલો જ માનવો પડે છે. તે પણ એટલા માટે કે “આ પ્રવૃત્તિ કરવાથી જનજીવોની વિરાધના થશે” એવું જે પ્રવૃત્તિ માટે નિશ્ચિત થઈ ગયું હોય તે પ્રવૃત્તિ, “મારે જનજીવોની પણ હિંસા કરવાની નથી' એવો જળજીવોની હિંસાથી અટકવાનો પરિણામ ટક્યો ન હોય તો જ સંભવી શકે છે. અને એ જો ન ટક્યો હોય તો સર્વવિરતિ પરિણામ પણ શી રીતે ટકે ? એટલે વિરતિ પરિણામને દેશવિરતિરૂપે પરિણમેલો માનવો પડે છે. તેવા નિશ્ચયની હાજરીમાં તે પ્રવૃત્તિ કરવા છતાં, જળજીવોની હિંસાથી અટકવાનો પરિણામ ટકી રહે છે અને તેથી સર્વવિરતિ પરિણામ (ચારિત્ર) અખંડિત રહે છે એવું જો માનવામાં આવે તો આપત્તિ એ આવશે કે બધા સમ્યક્ત્વીઓને સર્વવિરતિ સ્વીકારવામાં કોઈ બાધક ન રહેવાથી દેશવિરતિ ગુણઠાણાનો ઉચ્છેદ જ થઈ જાય. કહેવાનો આશય એ છે કે ચારિત્રમોહનયના ઉદયવાળા જીવોને તે ઉદયના કારણે ભોગાદિમાં પ્રવૃત્ત થવું પડે છે. વળી ભોગાદિપ્રવૃત્તિમાં જેનો પોતાને સમ્યક્ત્વાદિના બલે નિશ્ચય છે તેવા હિંસાદિ થાય છે. એટલે તેઓ તે હિંસાદિની પણ વિરતિથી સંકળાયેલ એવી સર્વવિરતિ સ્વીકારી શકતા નથી. હવે, તેઓને નિશ્ચય હોવા છતાં તેવી હિંસા કરવામાં પણ જો સર્વવિરતિ પરિણામ ટકી શકતો હોય તો તેઓ પણ સર્વવિરતિ શા માટે સ્વીકારી ન લે? કારણ કે સર્વવિરતિની તાલાવેલી તો તેઓને હોય જ છે. પછી ભલેને ભોગાદિમાં પ્રવૃત્ત થઈ જીવઘાત કરવો પડે !
સમાધાન આવી શંકા યોગ્ય નથી. કારણ કે આભોગ હોવા છતાં નદી ઉતરવાની પ્રવૃત્તિ કરવામાં