________________
-
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૫ ग्रहणलक्षणा सूत्राज्ञा च । तेन न निश्चितायामपि जलजीवविराधनायां नद्युत्तारादौ देशविरतत्वं, प्रतिपन्नसर्वविरतेः सूत्राज्ञयाऽखण्डनात् । न च प्रतिदिनकर्त्तव्यविचित्रोत्सर्गापवादगहनाष्टादशशीलाङ्गसहस्त्रप्रतिपत्तियोग्यतां स्वात्मन्यनिश्चित्यादित एव तत्प्रतिपत्तिर्युक्ता, इति तदधस्तनगुणस्थानयोग्यतया देशविरतिप्रतिपत्तिसंभवान्न तदुच्छेद इति भावः । इदं तु ध्येयं - निश्चयनयमतेनाष्टादशापि शीलाङ्गसहस्राण्यसङ्ख्येयात्मप्रदेशवत्परस्परनियतान्येवेत्येकस्यापि सुपरिशुद्धस्य शीलाङ्गस्य सत्त्वं शेषसद्भाव एव स्याद् इति समुदितैरेव तैः सर्वविरतिसंभवः । तदुक्तं हरिમદ્રાચાર્યે: (પંચા. ૧૪/૨૦-૨૨)
एत्थ इमं विण्णेयं अइदंपज्जं तु बुद्धिमंतेहिं । इक्कंपि सुपरिसुद्धं सीलंगं सेससब्भावे ।।
૧૦૨
અઢાર હજાર શીલાંગના ગ્રહણરૂપ પ્રતિપત્તિ અને સૂત્રાજ્ઞા પરિપૂર્ણ રહે છે. તેથી, જળજીવવિવિરાધના નિશ્ચિત હોવા છતાં, નદી ઉતરવામાં સ્વીકારેલ સર્વવિરતિનું સૂત્રાજ્ઞાથી (સૂત્રાજ્ઞા મુજબ ઉતરતા હોવાથી) ખંડન થતું ન હોવાથી દેશિવરતપણું આવી જવાની આપત્તિ આવતી નથી. પ્રતિદિન કર્તવ્ય તેમજ વિચિત્ર ઉત્સર્ગ અને અપવાદથી ગહન એવા અઢાર હજાર શીલાંગનો સ્વીકાર કરવાની યોગ્યતાનો પોતાના આત્મામાં નિશ્ચય કર્યા વગર પહેલેથી એ શીલાંગનો સ્વીકાર કરી લેવો એ યોગ્ય નથી. તેથી તેવી ઊંચી યોગ્યતા પ્રગટ ન થઈ હોય અને નીચેના ગુણઠાણા યોગ્ય યોગ્યતા પ્રગટ થયેલ હોય તો તે યોગ્યતા મુજબ દેશવિરતિનો સ્વીકાર પણ સંભવિત રહે જ છે. માટે તેનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવતી નથી. આ વાત ખાસ વિચારવા યોગ્ય છે કે - જેમ અસંખ્ય આત્મ પ્રદેશો પરસ્પર નિયત છે (અર્થાત્ એક હોય તો શેષ સઘળા હોય જ અને શેષ સઘળા હોય તો જ એક પણ હોય) તેમ નિશ્ચયનયમતે અઢારે હજાર શીલાંગો પરસ્પર નિયત જ છે. તેથી શેષ શીલાંગોની હાજરીમાં જ એક પણ સુપરિશુદ્ધ=નિરતિચાર શીલાંગ ટકી શકે છે. માટે તે બધા સમુદિત જ હોય છે, અને એ સમુદિત શીલાંગોથી જ સર્વવિરતિ સંભવે છે. માટે તો યોગ-કરણ વગેરે પદોમાંથી બે વગેરેના સંયોગથી થતાં ભાંગાથી સર્વવિરતિ ન કહેતા સર્વપદોના સંયોગથી થયેલ છેલ્લા ભાંગામાં જ આ અઢારહજા૨ ભાંગાથી સર્વવિરતિનો સ્વીકાર કર્યો છે. તેથી એક પણ શીલાંગનો જો ભંગ થાય તો સર્વ શીલાંગનો અભાવ જ થઈ જાય છે. અને તેથી સર્વવિરતિ ટકી શકતી નથી. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પંચાશક (૧૪/૧૦૧૨) માં કહ્યું છે કે
(૧૮૦૦૦ શીલાંગો અંગે નિશ્ચયનયમત)
“આ બાબતમાં બુદ્ધિમાનોએ તાત્પર્ય આ જાણવું કે એક પણ શીલાંગ, શેષ સઘળાં શીલાંગોની
१. अत्रेदं विज्ञेयमैदंपर्यं तु बुद्धिमद्भिः । एकमपि सुपरिशुद्धं शीलाङ्गं शेषसद्भावे ॥