________________
૧૦૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૪, પપ क्रियापरित्याग एव स्यात्, तत्रापि योगजन्यविराधनानिश्चयाद्, न च प्रमाणान्तरेण निश्चितेऽपि स्वादर्शनमात्रेणानाभोगः शक्यो वक्तुमित्युक्तमेव । न चेदेवं तदा निरंतरजीवाकुलभूमिं निर्णीयापि रात्रौ तत्रैव स्वैरंगमने जीवाप्रत्यक्षत्वेन तत्र तज्जीवविराधनाऽनाभोगजा वक्तव्या स्यात्, तथा च लोकशास्त्रविरोधः । किं चैवमब्रह्मसेवायामपि केवलिवचसा निश्चीयमानाया अपि त्रसविराधनाया अनाभोगपूर्वकत्वे साधोः प्रथममहाव्रतभङ्गो न स्यात्, स्याच्च प्रकृष्टावधिमतां प्रत्यक्षयोगजन्यविराधनानामिति न किञ्चिदेतत् ।।५४।। एवं व्यवस्थिते सत्यत्र विश्रान्तस्य परस्याक्षेपं समाधत्ते
नणु आभोगा इत्थं विरयाणं हुज्ज देसविरयत्तं । णेवं जं पडिपुन्ना पडिवत्ती सुत्तआणा य ।।५५।।
વિશેષાવશ્યક ભાષ્યમાં કરેલું પ્રતિપાદન જણાવ્યું. બાકી અનાભોગ જ જો એનું કારણ બનતો હોય તો ફલિત એ થાય કે અશક્યપરિહારરૂપે પણ થતી વિરાધનામાં સાધુને જો આભોગ હોય તો એ આભોગ તેના સમ્યક્ત્વને પણ હણી નાંખે. આ ફલિતાર્થ જો ખરેખર વાસ્તવિક હોય તો ઔત્સર્ગિક એવી વિહારાદિ ક્રિયાનો પણ સાધુએ ત્યાગ જ કરી દેવો પડે, કેમ કે તેમાં પણ યોગજન્યવિરાધનાનો નિશ્ચય (આભોગ) સાધુને હોય જ છે. “તેમાં વિરાધનાનો આગમરૂપ પ્રમાણાન્તરથી નિશ્ચય થઈ ગયો હોવા છતાં પોતાને તે વિરાધના સાક્ષાત્ દેખાતી ન હોવાથી અનાભોગ જ હોય છે અને તો પછી એ વિરાધના સમ્યક્ત્વની હાનિ કરનારી ન રહેવાથી વિહારાદિ છોડવા નહિ પડે.)” આવું કહી શકાતું નથી એ તો આગળ બતાવી જ ગયા છીએ. બાકી જો આવું કહી શકાતું હોય તો તો દિવસે, જીવોથી અત્યંત છવાયેલ ભૂમિનો નિશ્ચય કર્યા પછી પણ, રાત્રે ત્યાં વૈરાગમન કરવામાં થતી વિરાધનાને, જીવો પોતાને દેખાતાં ન હોવાથી અનાભોગજન્ય કહેવાની આપત્તિ આવે. અને એમ કહેવામાં લોકવ્યવહાર અને શાસ્ત્રનો વિરોધ સ્પષ્ટ રીતે થાય છે. વળી એ રીતે તો કેવલીના વચનથી નિશ્ચિત થયેલી એવી પણ ત્રસજીવોની વિરાધના છદ્મસ્થસાધુને અનાભોગપૂર્વક બનવાથી અબ્રહ્મસેવનમાં પણ પ્રથમ મહાવ્રતનો ભંગ નહિ થાય, તેમજ પ્રકૃષ્ટ અવધિજ્ઞાની મહાત્માને વિહારાદિમાં થતી યોગજન્યવિરાધનાથી પણ તેનો ભંગ થઈ જશે, કારણ કે તે વિરાધના અવધિજ્ઞાનથી પ્રત્યક્ષ હોય છે. આમ આવી બધી આપત્તિઓ આવતી હોવાથી જણાય છે, કે નિર્દોષતામાં અનાભોગને હેતુ માનવો એ વાતમાં કોઈ માલ નથી. //પ૪ll
આ રીતે અનાભોગને હેતુ માની શકાતો નથી એ વાત નક્કી થયે છતે, હવે એ બાબતમાં દલીલ કરવામાં થાકી ગયેલા પૂર્વપક્ષીને જે આપત્તિની શંકા રહ્યા કરે છે તેનું સમાધાન કરતાં ગ્રન્થકાર જણાવે છે -