________________
૧૦૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫ अन्यथा मूलेनैव स्यादिति । न च तद्भक्षणेऽपि (तदङ्गक्षयेऽपि) शेषाङ्गसत्त्वान्न मूलापत्तिरिति शङ्कनीयं, मण्डपशिलादृष्टान्तेनैकस्यापि गुरुदोषस्य मूलनाशकत्वाभ्युपगमात् । इदं च शीलाङ्गान्यूनत्वं भावविरतिमपेक्ष्य द्रष्टव्यं, न तु बाह्यामपि प्रवृत्तिमपेक्ष्य, यतः सा परतन्त्रस्य स्वतन्त्रस्य वा पुष्टालम्बनदशायां स्वतन्त्रभङ्गेच्छारूपाविरतिभावं विना द्रव्यहिंसादिकारिण्यपि स्यादेव, न च तया सर्वार्थानभिष्वङ्गस्य भावविरतिबाधनं, उत्सूत्रा तु प्रवृत्तिर्बाधत एव विरतिभावं, केवलं सा गीतार्थप्रज्ञापनायोग्या निरनुबन्था, अभिनिवेशवती तु न मूलच्छेद्यातिचारजातमन्तरेण स्याद्, इति गीतार्थस्य तनिश्रितस्य वाऽऽज्ञापरतंत्रस्योत्सूत्रप्रवृत्तिरहितस्याष्टादशशीलाङ्गसहस्रमयो सर्वविरति
થતો હોવાથી જ પ્રતિક્રમણ વગેરે પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ થઈ જાય છે, અન્યથા (એટલે કે શેષ સઘળા શીલાંગોનો પણ જો તેમાં અભાવ થઈ જતો હોય અને તેથી ચારિત્ર જ નાશ પામી જતું હોય તો) મૂલપ્રાયશ્ચિત્તથી જ તેની શુદ્ધિ થાય. “મીઠું ખાવા છતાં પણ (તે અંગનો ક્ષય થયો હોવા છતાં પણ) અન્ય અંગો અક્ષત રહ્યા હોવાથી મૂલપ્રાયશ્ચિત્ત આવતું નથી એવી શંકા ન કરવી, કેમ કે એક પણ ગુરુદોષ ચારિત્રનો મૂલથી નાશક છે એવું મંડપશિલા દૃષ્ટાન્તથી શાસ્ત્રકારોએ માન્યું છે. અર્થાત્ એ શીલાંગભંગ જો ઉત્તરગુણના અતિચારરૂપ ન બનતાં ગુરુદોષરૂપ જ બનતો હોય તો તો એ સંયમનો મૂલથી નાશક હોવાથી મૂલપ્રાયશ્ચિત્ત આવે જ.
(શીલની અખંડિતતામાં અપેક્ષા ભાવવિરતિની, નહિ કે બાહ્યપ્રવૃત્તિની) વળી અહીં જે શીલની અખંડિતતા કહી છે તે ભાવવિરતિની અપેક્ષાએ જ જાણવી, નહિ કે બાહ્યપ્રવૃત્તિની અપેક્ષાએ પણ. કારણ કે બાહ્યપ્રવૃત્તિ તો, પરતંત્રપણે કે પુષ્ટઆલંબન વખતે સ્વતંત્રપણે, સ્વતંત્ર રીતે (પુષ્ટઆલંબનને વશ થઈને નહિ) તે તે અંગને ભાંગવાની ઈચ્છારૂપ જે અવિરતિભાવ છે તેના વિના (પણ) દ્રવ્યહિંસા વગેરે કરનારી પણ બને જ છે. આ પ્રવૃત્તિથી સર્વ પદાર્થોમાં અનાસક્ત સાધુની ભાવવિરતિનો બાધ થતો નથી. જ્યારે સ્વમતિ અનુસારે નિર્દોષ માનેલી સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિથી તો વિરતિભાવનો બાધ થાય જ છે. પણ એમાં પણ વિશેષતા એ જાણવી કે એ ઉસૂત્રપ્રવૃત્તિ બે પ્રકારે છે. (૧) પ્રજ્ઞાપનીય= અન્ય ગીતાર્થ રોકે કે “આ પ્રવૃત્તિ સૂત્ર વિરુદ્ધ છે, માટે તમે ન કરો તો એમની વાતનો સ્વીકાર કરનાર સાધુની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ. (૨) તે સિવાયના સાધુની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ એ અપ્રજ્ઞાપનીય. આમાંથી પ્રજ્ઞાપનીય પ્રવૃત્તિ નિરનુબંધ હોય છે. અર્થાત્ અટકાવી શકાય તેવી (અથવા અશુભકર્મના અનુબંધ રહિત) હોય છે. કારણ કે તેને કરનાર સાધુમાં અભિનિવેશ હોતો નથી. અપ્રજ્ઞાપનીય પ્રવૃત્તિ અતત્ત્વના અભિનિવેશ (કદાગ્રહ) વાળી હોઈ સાનુબંધ (અટકાવી ન શકાય તેવી કે અશુભ અનુબંધવાળી) હોય છે. આ અપ્રજ્ઞાપનીય પ્રવૃત્તિ મૂલથી ચારિત્રનો છેદ કરી નાખે તેવા પ્રકારના અતિચાર વિના થતી નથી. અર્થાત્ તેનાથી સર્વવિરતિનો બાધ થઈ જાય છે. ગીતાર્થ અને તેની નિશ્રામાં રહેલ આજ્ઞાપરતંત્ર અગીતાર્થ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરતા ન હોવાથી (કે કરતા હોય તો અન્યથી