________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૪ मारम्भस्यागमप्रसिद्धत्वात्, एजनादिक्रियायुक्तस्यारम्भाद्यवश्यंभावात् । यदागमः 'जाव णं एस जीवे एअइ वेयइ चलइ फंदइ' इत्यादि यावद् 'आरंभे वट्टइ' इत्यादि ।
किं च-अपवादे आभोगपूर्विकायामपि जीवविराधनायां सम्यक्त्वनाशादिदूषणं यत्त्वया नोच्यते, तत्र किं म्रियमाणानां जीवानां प्राणत्यागाभावः, सद्गतिर्वा कारणं ? द्वयमप्यागमबाधितमित्याशयशुद्धत्वमेव तत्र कारणं वाच्यं, इत्यशक्यपरिहारजीवविराधनायामप्याशयशुद्धत्वादेव दोषाभावोऽस्तु किमनाभोगप्रपञ्चेन ? अत एव जीवघनेऽपि लोके द्रव्यहिंसाया भावहिंसायां शब्दादीनां रताविवानैकान्तिककारणत्वात् जीवरक्षाविषयकप्रयत्नेनैव साधोरन्तस्तत्त्वशुद्धेरदुष्टत्वं विशेषावश्यके उप
૯૬
-
ક્રિયામાં વાયુકાયાદિ જીવોનો આરંભ થાય છે એ વાત આગમપ્રસિદ્ધ છે. કારણ કે ‘જ્યાં સુધી આ જીવ કંઈક કંપે છે - વિવિધ રીતે કંપે છે, ચાલે છે, સ્પંદન કરે છે ત્યાં સુધી આરંભમાં રહ્યો છે – આરંભ કરે છે’- ઇત્યાદિ આગમવચનથી એજનાદિ ક્રિયાયુક્ત જીવથી આરંભાદિ અવશ્ય થાય છે એ નિશ્ચિત છે.’ આમ ‘પડિલેહણાદિક્રિયાથી વિરાધના થાય છે એવી સાધુને જાણકારી હોય છે’ એવું પૂર્વપક્ષીએ પણ સ્વીકાર્યું જ છે તે તેના આ વચનોથી જણાય છે.
(વિરાધના છતાં જળવાતી નિર્દોષતાનો હેતુ : આશયશુદ્ધિ)
વળી અપવાદપદે થતી આભોગપૂર્વકની હિંસામાં ‘તે સમ્યક્ત્વાદિની નાશક છે’ એવો દોષ તમે પણ નથી માનતા તેમાં કારણ શું છે ? મરાતા જીવોનો પ્રાણત્યાગ નથી થતો એ કે પ્રાણત્યાગ થવા છતાં તેઓની સદ્ગતિ થાય છે એ ? આ બેમાંથી એકેય કારણ માની શકાતું નથી, કારણ કે બંને આગમબાધિત છે. તેઓનો પ્રાણત્યાગ થાય છે તે તેમજ તેઓની પોતપોતાના સંક્લેશ વગેરેને અનુસરીને દુર્ગતિ થાય છે તે એ બંને આગમમાં જણાવ્યું જ છે. આમ આભોગપૂર્વકની આપવાદિક હિંસા નિર્દોષ જે રહે છે તેમાં આવું કોઈ કારણ માની શકાતું ન હોવાથી અપવાદ સેવનારની આશયશુદ્ધિને જ તે નિર્દોષતાનું કારણ માનવી પડે છે. અને તો પછી, અશક્યપરિહારરૂપે થતી જીવવિરાધનામાં પણ વિરાધકને જે કોઈ દોષ લાગતો નથી, તેમાં પણ એ રીતે તેની આશયશુદ્ધિને જ કારણ માનો ને ! અનાભોગને કારણ માની ‘તે જીવોનો અનાભોગ હોય છે' ઇત્યાદિ સિદ્ધ કરવાના ફાંફા શા માટે મારો છે ? આમ અશક્યપરિહારરૂપ હિંસા વગેરેમાં જળવાઈ રહેતી નિર્દોષતામાં અનાભોગ નહિ, પણ આશયશુદ્ધિ જ કારણભૂત હોવાના કા૨ણે જ વિશેષાવશ્યકભાષ્યમાં પણ, લોક જીવઘન છે=જીવોથી વ્યાપ્ત છે. તેથી એમાં દ્રવ્યહિસા સંભવિત જ રહે છે. તેમ છતાં, જેમ શબ્દાદિ વિષયો મોટેભાગે રતિના કારણ બનતા હોવા છતાં એકાન્તે કારણ બને જ એવું નથી, પણ અનૈકાન્તિક કારણ છે, તેમ દ્રવ્યહિંસા પણ ભાવહિંસાનું અનૈકાન્તિક કારણ છે. તેથી દ્રવ્યહિંસા થવા છતાં ભાવહિંસા ન થવાથી સાધુમાં હિંસકત્વાભાવાદિ રૂપ જે નિર્દોષતા १. यावदेष जीव एजते व्येजते चलति स्पन्दते इत्यादि यावदारम्भे वर्त्तते ।