________________
૭
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર पादितं न त्वनाभोगेनैव, तथा च तद्ग्रन्थः - एवमहिंसाऽभावो जीवघणंति ण य तं जओभिहियं । सत्योवहयमजीवं ण य जीवघणंति तो हिंसा ।।१७६२।।
नन्वेवं सति लोकस्यातीवपृथिव्यादिजीवघनत्वादहिंसाऽभावः, संयतैरप्यहिंसाव्रतमित्थं निर्वाहयितुमशक्यमिति भावः, तदेतत्र, यतोऽनन्तरमेवाभिहितमस्माभिः शस्त्रोपहतं पृथिव्यादिकमजीवं भवति । तदजीवत्वे चाकृताकारितादिपरिभोगेन निर्वहत्येव यतीनां संयमः । न च 'जीवघनो लोकः' इत्येतावन्मात्रेणैव हिंसा संभवतीति ।। आह ननु जीवाकुले लोकेऽवश्यमेव जीवघातः संभवी, जीवांश्च जन् कथं हिंसको न स्याद् ? इत्याहणय घायउत्ति हिंसो णाघायंतोत्ति णिच्छियमहिंसो । ण विरलजीवमहिंसो ण य जीवघणंति तो हिंसो ।।१७६३ ।। अहणंतो वि हु हिंसो दुह्रत्तणओ मओ अहिमरोव्व । बाहिंतो ण वि हिंसो सुद्धत्तणओ जहा विज्जो ।।१७६४ ।।
न हि घातक इत्येतावता हिंस्रः, न चाऽनन्नपि निश्चयनयमतेनाहिंस्रः नाऽपि विरलजीवं इत्येतावन्मात्रेणाहिंस्रः, न चापि जीवघनं इत्येतावता च हिंस्र इति ।। किं तर्हि ? अभिमरो राजादिघातकः,
જળવાઈ રહે છે તેની જીવરક્ષાવિષયક પ્રયત્નથી જ થયેલ આશયશુદ્ધિથી સંગતિ કરી છે, નહિ કે અનાભોગથી જ. તે ગ્રન્થ આ પ્રમાણે છે. (૧૭૬૨ થી ૧૭૬૮) -
શંકા આ રીતે લોક પૃથ્વીકાયાદિ જીવોથી અત્યંત વ્યાપ્ત હોય તો અહિંસાનો જગતમાંથી અભાવ જ થઈ જશે, અર્થાત્ સાધુઓને પણ અહિંસાવ્રતનું પાલન અશક્ય બની જશે.
સમાધાન: આવી શંકા બરાબર નથી, કારણ કે હમણાં પૂર્વે જ અમે કહી ગયા કે શસ્ત્રથી હણાયેલ પૃથ્વી વગેરે અચિત્ત હોય છે. પોતે અચિત્ત નહિ કરેલ, નહિ કરાવેલ કે કોઈએ અચિત્ત કરી હોય તેને અનુમોદનાનો વિષય નહિ બનાવેલ એવી રીતે તે અચિત્ત પૃથ્વી વગેરેના પરિભોગથી સાધુઓનું સંયમપાલન શક્ય છે. લોક જીવઘન હોવા માત્રથી કંઈ હિંસા થઈ જતી નથી. “જીવાકુલ લોકમાં જીવઘાત તો અવશ્ય સંભવે છે. તો જીવને હણતી વ્યક્તિ હિંસક શી રીતે ન બને? (અર્થાત્ તે હિંસક બને જ અને તેથી સંયમ શી રીતે જળવાય ?)” એવી શંકાના નિવારણ માટે ભાષ્યકાર કહે છે
(હિંસ અને અહિંસપણાની વ્યવસ્થા) નિશ્ચયનયમતે, જીવનો ઘાત કરવા માત્રથી જીવનો ઘાતક તે જીવ હિગ્ન બની જતો નથી કે ઘાત ન કરવા માત્રથી અઘાતક જીવ અહિંસૂ બની જતો નથી. એમ લોકમાં બહુ ઓછા જીવ હોવા માત્રથી અહિંગ્ન બની જવાતું નથી કે લોક જીવોથી વ્યાપ્ત હોવા માત્રથી હિંન્ન બની જવાતું નથી. તો શી રીતે
१. एवमहिंसाऽभावो जीवघन इति न च तद्यतोऽभिहितं । शस्त्रोपहतमजीवं न च जीवघन इति ततो हिंसा ।। २. न च घातक इति हिंस्रो नाघ्नन्नपि निश्चयमहिंस्रः । न विरलजीवमहिंस्रो न च जीवघनमिति ततो हिंस्रः ॥
अघ्नन्नपि खलु हिंस्रो दुष्टत्वतः मतोऽभिमर इव । बाधमानो नापि हिंस्रः शुद्धत्वतः यथा वैद्यः ।।