________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર
–
૯૫
त्तरतस्ते जलात्पदमात्रमपि बहिर्न निक्षिपन्ति, किन्तु तत्रैव तिष्ठन्ति' इत्यादिभणनेन प्रतीत एव । सोऽप्यापवादिकश्चेत्, तर्हि विहाराऽऽहारादिक्रियास्वौत्सर्गिकीषु जीवविराधनया योगसमुत्थया जिनकल्पिकादीनामसंयतत्वप्रसक्तेर्वज्रलेपत्वमेव, तस्या योगावश्यम्भावित्वस्य प्रवचनादेव निश्चयाद्, अङ्गीकृतं चैतत्परेणापि । यदुक्तं तेन 'यत्रानुष्ठाने आरम्भस्तज्जिनैः प्रतिषिद्धमेव उत जिनोपदिष्टक्रियायामारम्भो न भवत्येव' इति लुम्पकीयपक्षद्वयदूषणार्थं ग्रन्थान्तरे, आद्यपक्षे साधूनां विहाराहारनीहारनद्युत्तारप्रतिक्रमणप्रतिलेखनोपाश्रयप्रमार्जनादिक्रियाणां प्रवचनप्रसिद्धानामारम्भाविनाभाविनीनां प्रतिषेधे संपन्ने तवैव गलपादुका । द्वितीयेऽध्यक्षबाधा, नद्युत्तारादिषु षण्णामपि जीवानां विराधनासम्भवात्, 'जत्थ जलं तत्थ वणं' इत्यागमवचनात्, प्रतिक्रमणप्रतिलेखनादिषु च वायुजीवादीना -
તેઓ જો નદી ઉતરતા હોય તો ત્યાં જ ઊભા રહે, એક ડગલું પણ બહાર મૂકતાં નથી' ઇત્યાદિ વચનો દ્વારા પ્રતીત જ છે. “તે નદી ઉતરવી વગેરે પણ આપવાદિક જ હોય છે. અને આપવાદિક આભોગપૂર્વકની વિરાધનામાં સંયતપણું જળવાઈ રહે છે એવું તો અમે પણ માનીએ જ છીએ.” એવી જો શંકા કરશો તો અમારો એનો જવાબ એ છે કે જિનકલ્પી વગેરેની વિહાર-આહારાદિ ક્રિયાઓને તો ઔત્સર્ગિકી માનો છો ને ? એમાં થતી યોગનિમિત્તક વિરાધનાના કારણે તેઓને અસંયત માનવાની આપત્તિ તમારા મતમાં વજ્રલેપ જેવી બની રહેશે, કેમકે તે જિનકલ્પી વગેરેને ‘આ આહારાદિ કરવામાં યોગનિમિત્તે વિરાધના થવાની છે’ ઇત્યાદિ શાસ્ત્રવચનોની ખબર હોય જ છે (તેથી અપવાદ વિના પણ જાણકારીપૂર્વક આ વિરાધના થતી હોવાથી તમારા મત મુજબ સંયતપણું શી રીતે ટકે ?)
(ગીતાર્થમાં વિરાધનાની જાણકારીનો પૂર્વપક્ષીકૃત સ્વીકાર)
તેઓને આ જાણકારી હોય છે એ વાતને તો પૂર્વપક્ષી પણ સ્વીકારે જ છે, કારણ કે તેણે જ “જે અનુષ્ઠાનમાં આરંભ થતો હોય તેનો શ્રીજિનેશ્વરોએ નિષેધ જ કર્યો છે કે પછી જિનોપદિષ્ટ ક્રિયાઓમાં આરંભ જ થતો નથી ?” એવા લૂપકે (સ્થાનકવાસીએ) કરેલા બે વિકલ્પમાં દૂષણ આપવા માટે અન્ય ગ્રન્થમાં ( ) કહ્યું છે કે “પહેલો વિકલ્પ માનવામાં તારા (લૂંપકના) ગળામાં જ પાદુકા આવી પડે છે. (તું જ ફસાઈ જાય છે) કારણ કે સાધુઓની વિહા૨-આહાર-નિહાર-નઘુત્તાર-પ્રતિક્રમણ-પડિલેહણઉપાશ્રયપ્રમાર્જન વગેરે શાસ્ત્રમાં કહેલી ક્રિયાઓ આરંભ વિના થતી ન હોવાથી જિનેશ્વરોથી નિષિદ્ધ જ બની જાય છે જેને તું હોંશે હોંશે કરે છે. બીજો વિકલ્પ પ્રત્યક્ષબાધિત છે, કારણ કે જિનોક્ત એવી પણ નઘુત્તારાદિ ક્રિયામાં છએ જીવનિકાયની વિરાધના સંભવિત છે એ ‘નત્થ નાં...’ ‘જ્યાં પાણી હોય ત્યાં વનસ્પતિ હોય' ઇત્યાદિ આગમવચનથી જણાય છે. તેમજ જિનોક્ત એવી જ પ્રતિક્રમણ-પડિલેહણાદિ
૬. યત્ર નાં તત્ર વન ।