________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જનજીવવિરાધનાવિચાર
૯૩ गमात्, तथा चोभयत्रैव मिथ्यादुष्कृतप्रायश्चित्तशोध्यमेव पापं स्यात्, न तु ज्ञात्वा जलपानेऽपि मूलच्छेद्यम्। तच्च श्रुतपरंपराविरुद्धं, इत्याभोगविषयताऽपि जलजीवानामवश्यं वक्तव्या, प्रायश्चित्तभेदस्तु यतनाऽयतनाविशेषादिति । यदि च 'ज्ञात्वा जलपाने न जलजीवाभोगात्प्रायश्चित्तविशेषः, किन्तु निःशूकत्वादि'त्युच्यते तर्हि स्थूलत्रसाभोगोऽप्युच्छिद्येत, तद्वधेऽपि निःशूकताविशेषादेव पातकविशेषोपपत्तेः । शास्त्रे त्वाभोगाऽनाभोगावकर्त्तव्यत्वज्ञानतदभावरूपावेवोक्तौ । तदुक्तं पञ्चा
માન્યું છે માટે નદી ઉતરવાની જેમ તેનું પાણી પીવાની ક્રિયા પણ અનાભોગથી થયેલી હોવાથી બંનેમાં, “મિચ્છા મિ દુક્કડમ્ દેવા માત્રથી જે દૂર થઈ શકે તેવું જ પાપ લાગવું જોઈએ, (કારણ કે અનાભોગથી થયેલ આ ક્રિયાઓનું એટલું જ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રોમાં બતાવ્યું છે.) નહિ કે જાણીને પણ પાણી પીવામાં મૂલછેદ્ય. પણ જાણીને પણ નદી વગેરેનું પાણી પીવામાં આવું મિથ્યાદુષ્કૃત પ્રાયશ્ચિત્ત માનવું એ શ્રતપરંપરાવિરુદ્ધ છે. (કારણ કે શ્રુતપંરપરાથી તે મૂલપ્રાયશ્ચિત્ત તરીકે જણાય છે). માટે એ મૂલપ્રાયશ્ચિત્તની સંગતિ માટે પાણીના જીવો આભોગનો વિષય પણ બને છે તે અવશ્ય માનવું જોઈએ.
(પાણી પીવામાં અને ઉતારવામાં પ્રાયશ્ચિત્ત ભેદ કેમ? વિચારણા) પ્રશ્ન : તો પછી પાણી પીવાની જેમ નદી ઉતરતી વખતે પણ આભોગ શક્ય હોવાથી નદી ઉતરવામાં પણ પાણી પીવા જેટલું જ મૂલ) પ્રાયશ્ચિત્ત ન આવતાં ભેદ કેમ પડે છે?
ઉત્તર : એ ભેદ આભોગ-અનાભોગના ભેદના કારણે નહિ, પણ જયણા-અજયણાના ભેદના કારણે પડે છે.
પૂર્વપક્ષ: “જાણીને નદી વગેરેનું પાણી પીવામાં પાણીના જીવોનો આભોગ હોવાથી પ્રાયશ્ચિત્ત વધુ આવે છે એવું નથી પણ નિઃશૂકતા (હિંસાની સૂગ ઉડી જવી તે)ના કારણે આવે છે. અર્થાતુ પાણી પીતી વખતે કે નદી ઉતરતી વખતે બે માંથી એકેય વખતે આભોગ તો હોતો જ નથી, પણ પીતી વખતે હિંસાની સૂગ ઊડી જતી હોઈ પ્રાયશ્ચિત્ત વધુ આવે છે.
ઉત્તરપક્ષ તો પછી સ્કૂલત્રસજીવોની હિંસામાં જે વધુ પાપ લાગે છે તે પણ તેઓનો આભોગ હોવાથી વધુ લાગે છે એવું ન માનતાં વિશેષ પ્રકારે નિઃશૂક્તા થવાના કારણે આવે છે એમ સંગતિ થઈ જતી હોવાથી તેઓનો પણ આભોગ હોતો નથી, એમ માનવું પડશે.
શંકા હલનચલન વગેરે ચેષ્ટા પરથી થતાં “સામે રહેલા પિંડમાં જીવ છે' એવા જ્ઞાનરૂપ આભોગ સ્થૂલત્રસ જીવો અંગે તો શક્ય જ છે. માટે તેની હિંસામાં આવતાં વધુ પ્રાયશ્ચિત્તની સંગતિ આભોગથી કરી શકાય છે. પાણી વગેરે સ્થાવર જીવો વિશે તેવો આભોગ શક્ય ન હોવાથી આભોગથી એવી સંગતિ કરી શકાતી નથી. માટે પાણી પીતી વખતે કે પાણી ઉતરતી વખતે જે વસ્તુંઓછું પાપ લાગે છે તેની સંગતિ ક્રમશઃ નિઃશૂકતા (સૂગનો ભાવ) અને સૂગની હાજરીના કારણે કરવી જોઈએ.