________________
૯૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩, ૫૪ अथ तत्र जलजीवानाभोगे व्यक्तं दूषणमाह -
जलजीवाणाभोगा णइउत्तारंमि जइ ण तुह दोसो । पाणेवि तस्स ता सो मूलच्छेज्जो ण हुज्जाहि ।।५४।। जलजीवानाभोगान्नद्युत्तारे यदि न तव दोषः ।
पानेऽपि तस्य तर्हि स मूलच्छेद्यो न भवेत् ।।५४ ।। जलजीवाणाभोगत्ति । नद्युत्तारे जलजीवानाभोगाद् यदि तव न दोषः, तर्हि तस्य जलस्य पानेऽपि स दोषो मूलच्छेद्यो मूलप्रायश्चित्तविशोध्यो न भवेत्, न हि नदीमुत्तरतो जलजीवानाभोगस्तत्याने च तदाभोग इति त्वया वक्तुं शक्यते, तदनाभोगस्य त्वया केवलज्ञाननिवर्त्तनीयत्वाभ्युप
આજ્ઞાશુદ્ધભાવના કારણે જ, નહિ કે એમાં થતી વિરાધના જળજીવોના અનાભોગથી જન્ય અશક્યપરિહારરૂપ હોવાથી સંયમરક્ષાનો હેતુ બનતી હોવાના કારણે, એ વાત નિશ્ચિત થાય છે. પણ
હવે નદી ઉતરવામાં પાણીના જીવોનો અનાભોગ માનવામાં જે ચોક્ખો દોષ આવી પડે છે તે દેખાડતા ગ્રન્થકાર કહે છે -
ગાથાર્થઃ નદી ઉતરવામાં, જનજીવોનો અનાભોગ હોવાથી દોષ લાગતો નથી એવું જો તમને માન્ય છે તો તમારા મતે તે પાણી પીવામાં પણ અનાભોગ હોવાના કારણે જ મૂલછેદ્ય દોષ લાગશે નહિ.
(જીવોનો અનાભોગ હોય તો જળપાનમાં મૂળપ્રાયશ્ચિત ન આવે) પાણીના જીવોનો અનાભોગ હોવાથી નદી ઉતરવામાં જો તમને દોષ લાગતો નથી તો તે પાણી પીવામાં પણ તમને મૂલ નામના પ્રાયશ્ચિત્તના આઠમા પ્રકારથી જે શુદ્ધ થઈ શકે તેવો દોષ લાગવો ન જોઈએ. “નદી ઉતરતી વખતે તે જીવોનો અનાભોગ હતો અને પીતી વખતે આભોગ આવી જાય છે એવું તો તમે કહી શકતા નથી જ, કારણ કે તે અનાભોગ કેવલજ્ઞાનથી જ દૂર થઈ શકે છે' એવું તમે
જયારે બત્રીશીના એ અધિકારમાં તાત્ત્વિક વર્જનાભિપ્રાયની વાત છે, કેમ કે એ જ નિર્જરાનું કારણ બની શકે છે, વ્યાવહારિક વર્જનાભિપ્રાય નહિ.) (વળી આજ્ઞાશુદ્ધભાવ હોય તો જ તાત્ત્વિક વર્જનાભિપ્રાય સંભવે છે. તેથી જેમ વર્જનાભિપ્રાયયુક્ત વિરાધનાને છોડીને નિશ્ચયનય વર્જનાભિપ્રાયને નિર્જરાનું કારણ માને છે તેમ એના કરતાંયે વધુ સૂક્ષ્મ નિશ્ચયનયને આગળ કરીને આજ્ઞાશુદ્ધભાવયુક્ત વર્જનાભિપ્રાયને છોડીને આજ્ઞાશુદ્ધભાવને જ ગ્રન્થકારે ધર્મપરીક્ષામાં કારણ તરીકે કહ્યો હોય એમ સંભાવના લાગે છે.) અથવા (૩) પૂર્વપક્ષીનો વર્જનાભિપ્રાયને ઉત્તેજક માનવાનો અને સ્વતંત્ર કારણ ન માનવાનો જે અભિપ્રાય છે તેનું ગ્રન્થકારે બત્રીશીમાં ટૂંકમાં ખંડન કર્યું છે અને ‘વર્જનાભિપ્રાય પણ કારણ નથી, આજ્ઞાશુદ્ધભાવ જ કારણ છે' એવી જે ઉપરની કોટિ છે તેનો ધર્મપરીક્ષામાં વિસ્તાર કર્યો
છે, અને બત્રીશીમાં તેનો અતિદેશ કર્યો છે. માટે આ બે ગ્રન્થાધિકારમાં વાસ્તવિક વિરોધ નથી. ૧. પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર-આલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિત. પૂર્વનો
સઘળો પર્યાય મૂળથી જેમાં કાપી નાંખવામાં આવે તે મૂલપ્રાયશ્ચિત્ત.