________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર
૯૧
एव सर्वत्र संयमरक्षाहेतुर्न त्वनाभोगमात्रम्, इति नद्युत्तारेऽपि यतीनां तत एवादुष्टत्वं, न तु जलजीवानाभोगादिति स्थितम् ।। ५३ ।।
<
બંધક માનવાની વાતો તુચ્છ છે, તેથી જ્ઞાશુદ્ધભાવ જ સર્વત્ર વિશિષ્ટનિર્જરાનો હેતુ છે (અને તેથી) સંયમરક્ષાનો હેતુ છે, અનાભોગમાત્ર નહિ. નદી ઉતરવામાં પણ સાધુઓ જે નિર્દોષ રહે છે તે પણ
૧. ‘૧ ચેયમનામો।બન્યા વર્ગનાઽભિપ્રાયવતી વા'. એવા વચનપ્રયોગ દ્વારા ગ્રન્થકાર આગળ કહી ગયા કે પ્રસ્તુતમાં જે અપવાદપદ પ્રત્યયિકી વિરાધનાની વાત છે તે વર્જનાભિપ્રાયવાળી નથી. વળી અહીં કહ્યું કે ‘આજ્ઞાશુદ્ધભાવ જ સર્વત્ર વિશિષ્ટનિર્જરા પ્રત્યે સ્વતંત્ર કારણ છે.’ આના પરથી જણાય છે કે ગ્રન્થકારને ‘વર્જનાભિપ્રાય' એ સ્વતંત્રકારણ તરીકે માન્ય નથી. વળી દ્વાત્રિંશદ્વાત્રિંશિકા ગ્રન્થની દાનબત્રીશીના ૩૧માં શ્લોકની સ્વોપજ્ઞવૃત્તિમાં ‘તસ્માત્વર્ગનામિપ્રાયથૈવ પખ્તવિશેષે નિશ્ચયતો હેતુત્વમ્' (એટલે કે, તેથી વર્જનાભિપ્રાય જ વિશિષ્ટકર્મનિર્જરા વગેરે રૂપ ફળવિશેષ પ્રત્યે નિશ્ચયથી હેતુ છે.) આ પ્રમાણે ગ્રન્થકારે કહ્યું છે. એટલે ગ્રન્થકારના આ બે વિધાનોમાં પરસ્પર વિરોધ હોવો સ્પષ્ટપણે ભાસે છે, કેમ કે અહીંના અધિકારમાં તો વર્જનાભિપ્રાયનું નિર્જરાના વિશિષ્ટકારણ તરીકે ખંડન છે. પણ મહામહોપાધ્યાયજીના વચનોમાં પૂર્વાપવિરોધ હોવો એ સંભવિત નથી.વળી બત્રીશીમાં ઉક્ત વાત કહ્યા પછી‘વિપશ્ચિત ચેલમન્યત્ર...' (આ વાતની અન્યત્ર વિસ્તારથી વિચારણા કરી છે) આ પ્રમાણે જે કહ્યું છે તેમાં 'અન્યત્ર...'પદથી પ્રસ્તુત ધર્મપરીક્ષા ગ્રન્થના આ અધિકારનો જ નિર્દેશ હોય એમ લાગે છે. એટલે જો અહીંના આ અધિકારમાં બત્રીશીના એ અધિકારનું ખંડન હોય તો તો ત્યાં આ અધિકારનો અતિદેશ જ ન હોય. આના પરથી પણ જણાય છે કે ઉપલક દૃષ્ટિએ બે અધિકારોમાં વિરોધ હોવો સ્પષ્ટ ભાસતો હોવા છતાં વાસ્તવિક રીતે તે બેમાં વિરોધ છે નહિ. અને તો પછી એ બે વચનો વચ્ચે સમન્વય શોધવો જોઈએ. મને (આ ગ્રન્થના ભાવાનુવાદ કર્તાને) એ સમન્વય માટે આવા વિકલ્પો યોગ્ય લાગે છે.
(૧) બત્રીશીના એ અધિકારમાં ‘તસ્માત્ત્વનુંનામિપ્રાયÅવ' એવા પદના સ્થાને ‘તસ્માવાજ્ઞાશુદ્ધભાવથૈવ’ એવું જ પદ હોય. જો કે આવું પદ ત્યાં હોય એવું માનવું એ ઘણું વધારે પડતું છે, કેમ કે અમદાવાદમાં હાજા પટેલની પોળમાં સંવેગી ઉપાશ્રયમાં બત્રીશીની જે હસ્તલિખિત પ્રત છે (કે જેનું ગ્રન્થકારે સ્વયં સંશોધન કર્યું છે એમ કહેવાય છે) તેમાં પણ ‘તસ્માવર્ગનામિપ્રાયÊવ' એવું જ પદ છે. વળી આ પદની નજીકમાં પૂર્વના વાક્યોમાં ‘વર્જનાભિપ્રાયને સ્વતંત્ર કારણ માનવો નહિ પડે એવું લાઘવ છે’ ઇત્યાદિ પૂર્વપક્ષીએ કહ્યું છે તેના પરથી તેમજ ‘આજ્ઞાશુદ્ધભાવ’ની ત્યાં કોઈ વાત નથી તેના પરથી પણ લાગે છે કે ત્યાં ગ્રન્થકારનો વર્જનાભિપ્રાયને જ સ્વતંત્ર કારણ તરીકે કહેવાનો અભિપ્રાય છે.
એટલે આ વિરોધનો સમન્વય સાધવા બીજો વિકલ્પ આવો સૂઝે છે કે
(૨) ધર્મપરીક્ષાના આ અધિકારમાં જે વર્જનાભિપ્રાયનો નિર્જરાના કારણ તરીકે નિષેધ છે તે વ્યવહારથી (બાહ્ય દૃષ્ટિએ સાક્ષાત્) જે વર્જનાભિપ્રાય છે એનો છે. આ વાતનું સમર્થન નીચેની બે બાબતોથી થાય છે.
(અ) અગીતાર્થાદિનું આજ્ઞાબાહ્ય અનુષ્ઠાન કે જે વિશિષ્ટનિર્જરા કરાવતું નથી તેમાં એનો “આ આ વિરાધનાથી છૂટું” એવો જે સ્થૂલ વર્જનાભિપ્રાય છે એ વાસ્તવિક (નૈૠયિક-તાત્ત્વિક) વર્જનાભિપ્રાય રૂપ તો નથી જ. એટલે કે તેના એ અનુષ્ઠાનમાં તાત્ત્વિક વર્જનાભિપ્રાય રહ્યો નથી. તેમ છતાં જે વર્જનાભિપ્રાયનો પ્રસ્તુતમાં અધિકાર ચાલી રહ્યો છે (અને તેથી જેનો વિશિષ્ટ નિર્જરાના કારણ તરીકે નિષેધ કરવો છે) તે વર્જનાભિપ્રાય માટે તો ગ્રન્થકારે કહ્યું છે કે ‘વર્જનાભિપ્રાય તો આજ્ઞાબાહ્ય અનુષ્ઠાનમાં પણ રહ્યો છે.’
(બ) અધ્યાત્મ વિશોષિયુક્ત મહાત્માની અપવાદપદપ્રત્યયિકી તે વિરાધના કે જે વિશિષ્ટ નિર્જરાનું કારણ બને છે તેના માટે ગ્રન્થકારે કહ્યું છે કે ‘એ વિરાધના અનાભોગજન્ય નથી કે વર્જનાભિપ્રાયવાળી નથી.' આ વિરાધનામાં વર્જનાભિપ્રાયનો જે નિષેધ કર્યો છે તે ‘આ નદી ઉતરવાની વિરાધનાને વહુઁ ' ઇત્યાદિરૂપ જે બાહ્યદૃષ્ટિએ સીધો વર્જનાભિપ્રાય હોય તેનો જ સંભવે છે. બાકી અધ્યાત્મવિશોધિયુક્ત મહાત્માને, અપવાદપદે જે જીવોની વિરાધના થતી હોય તે જીવોની વિરાધનાને પણ પરિણામે તો વર્જવાનો અભિપ્રાય જ હોય છે. એટલે આના પરથી પણ જણાય છે કે ધર્મપરીક્ષાના આ અધિકારમાં તાત્ત્વિક વર્જનાભિપ્રાયની વાત નથી પણ વ્યાવહારિક વર્જનાભિપ્રાયની વાત છે અને એનો વિશિષ્ટ નિર્જરાના કારણ તરીકે નિષેધ કર્યો છે.