________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૩ जन्यत्वस्यासत्त्वेन त्याजयितुमशक्यत्वाद् । अत एव तत्प्रकारकप्रमितिप्रतिबन्धरूपस्यापि तद्धानस्यानुपपत्तेः । अथ - वर्जनाऽभिप्रायाभावविशिष्टविराधनात्वेन प्रतिबन्धकत्वे न कोऽपि दोषः, प्रत्युत वर्जनाऽभिप्रायस्य पृथक्कारणत्वाकल्पनाल्लाघवमेव इति चेत् ? न, वर्जनाऽभिप्रायमात्रस्याज्ञाबाह्यानुष्ठानेऽपि सत्त्वान्नोत्तेजकत्वं, इत्याज्ञाशुद्धभावस्येहोत्तेजकत्वं वाच्यं, स च विशिष्ट - निर्जरामात्रे स्वतन्त्रकारणं, इति न तत्रास्ये ( तस्ये) होत्तेजकत्वं युज्यते, अन्यथा दण्डाभावविशिष्टचक्रत्वादिनापि घटादौ प्रतिबन्धकता कल्पनीया स्याद् इति न किञ्चिदेतत् । तस्मादाज्ञाशुद्धभाव
૯૦
<
-
પૂર્વપક્ષ ઃ વર્જનાભિપ્રાયના અભાવવિશિષ્ટવિરાધના તરીકે જ વિરાધનાને પ્રતિબંધક માનવામાં ઉપરનો કોઈ દોષ રહેતો નથી. ઉપરથી વર્જનાભિપ્રાયને નિર્જરાનું પૃથક્ કારણ માનવું ન પડવાથી લાઘવ થવારૂપ ગુણ જ થાય છે.
(સર્વત્ર વિશિષ્ટ નિર્જરા પ્રત્યે આજ્ઞાશુદ્ધ ભાવ એ સ્વતંત્ર કારણ)
ઉત્તરપક્ષ ઃ જેમ સૂર્યકાન્તમણિના અભાવવિશિષ્ટ ચંદ્રકાન્તમણિ એ દાહ પ્રત્યે પ્રતિબંધક છે તો સૂર્યકાન્તમણિ દાહ પ્રત્યે ઉત્તેજક બને છે, તેમ તમારા કહ્યા મુજબ પ્રતિબંધકતા માનવામાં ફલિત એમ થશે કે વર્જનાભિપ્રાય એ નિર્જરા પ્રત્યે ઉત્તેજક છે. પણ વર્જના અભિપ્રાય માત્ર એ ઉત્તેજક બનવો સંભવતો નથી, કેમકે એ તો આજ્ઞાબાહ્યઅનુષ્ઠાનમાં પણ હોય છે જેનાથી નિર્જરારૂપ કાર્ય થતું નથી. અર્થાત્ કોઈ અગીતાર્થ આદિ જીવધાત વર્ષવા માટે સ્વબુદ્ધિમુજબ જે આજ્ઞાબાહ્યઅનુષ્ઠાન કરે અને પરિણામે વિરાધના થાય તો એ વિરાધનામાં વર્જનાભિપ્રાય હોવા છતાં નિર્જરા તો થતી નથી. માટે વર્જનાભિપ્રાય ઉત્તેજક નથી. માટે જો ઉત્તેજક માનવો હોય તો આજ્ઞાશુદ્ધ ભાવને જ માની શકાય છે જે અગીતાર્થના ઉક્તઅનુષ્ઠાનમાં હાજર ન હોવાથી નિર્જરા થઈ નહિ. પણ એને પણ ઉત્તેજક માનવો એ યોગ્ય નથી, કેમકે એ તો વિરાધનાથી કે તપ વગેરેથી જે કોઈ વિશિષ્ટનિર્જરા થાય છે તે બધી પ્રત્યે સ્વતંત્ર કારણ છે, (કારણકે આજ્ઞાશુદ્ધભાવશૂન્ય એવા પણ તપ વગેરે કંઈ નિર્જરા પ્રત્યે પ્રતિબંધક નથી કે જેથી આજ્ઞાશુદ્ધભાવને ઉત્તેજક માની શકાય. વસ્તુસ્થિતિ તો એટલી જ છે કે માત્ર તપ વગેરેથી સામાન્ય નિર્જરા થાય છે જ્યારે આજ્ઞાશુદ્ધભાવનું સંનિધાન હોય તો વિશિષ્ટ નિર્જરા થાય છે તેથી ફલિત થાય છે કે આજ્ઞાશુદ્ધભાવ એ વિશિષ્ટ નિર્જરાનું સ્વતંત્ર કારણ છે) તેથી વિરાધનાજન્યનિર્જરા સ્થળે પણ તે સ્વતંત્ર કારણ તરીકે જ વર્ત્તતો હોઈ તેને ઉત્તેજક માનવો એ યોગ્ય નથી. નહીંતર તો (સ્વતંત્ર કારણને પણ આ રીતે ઉત્તેજક માની શકાતો હોય તો) ઘડા પ્રત્યે સ્વતંત્ર કારણભૂત એવા દંડ વગેરેને ઉત્તેજક માનવા માટે દંડાભાવિશિષ્ટચક્ર તરીકે ચક્ર વગેરેને પણ ઘડાના પ્રતિબંધક માનવાની આપત્તિ આવે. માટે વર્જનાભિપ્રાયને ઉત્તેજક માનવાની અને તેના અભાવવિશિષ્ટવિરાધનાને પ્રતિ