________________
૮૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ विशेष्यस्वरूपत्वे विशेष्याभावप्रयुक्तस्य तस्य शुद्धविशेषणरूपस्यापि संभवाज्जीवघातपरिणामोऽपि देवानांप्रियस्य निर्जराहेतुः प्रसज्येत इत्यहो ! काचनापूर्वेयं तर्कागमचातुरी । वर्जनाऽभिप्रायेण जीवघातपरिणामजन्यत्वलक्षणं स्वरूपमेव विराधनायास्त्याज्यतेऽतो नेयमसती प्रतिबन्धिका इति
દેવાનાપ્રિય મૂM) એવા તમારે જીવઘાતપરિણામને પણ નિર્જરાનો હેતુ માનવાની આપત્તિ આવશે. તે આ રીતે - જીવઘાતપરિણામરૂપ વિશેષણ વગરની માત્ર વિશેષ્યરૂપ હિંસાને તમે પ્રતિબંધક તરીકે નથી માનતા. એનો ફલિતાર્થ એ થયો કે તેવા વિશેષણવિશિષ્ટવિરાધના એ પ્રતિબંધક છે. વળી સામાન્યથી કોઈપણ કાર્ય પ્રત્યે પ્રતિબંધકનો અભાવ કારણ હોય છે. તેથી નિર્જરારૂપ કાર્ય પ્રત્યે પણ તેવી વિશિષ્ટવિરાધનારૂપ પ્રતિબંધકનો અભાવ એ કારણ છે. જ્યાં વર્જનાભિપ્રાયથી જીવઘાતપરિણામ દૂર કરાયો છે ત્યાં હિંસા હોવા છતાં જીવઘાત પરિણામરૂપ વિશેષણ ન હોવાથી વિશેષણ વિશિષ્ટ હિંસા રૂપ પ્રતિબંધકનો અભાવ હાજર રહે છે અને તેથી નિર્જરારૂપ કાર્ય થાય છે. આમાં તે અભાવ કારણ બને છે. પણ તમે તે કારણ તરીકે માત્ર વિશેષ્યરૂપ હિંસાનો જ ઉલ્લેખ કરી દો છો તેથી ફલિત એ થાય છે કે જીવઘાતપરિણામરૂપ વિશેષણનો અભાવ હોવાના કારણે (હિંસારૂપ વિશેષ્યની હાજરીમાં પણ) ઊભો થયેલ વિશિષ્ટ હિંસારૂપ પ્રતિબંધકનો અભાવ (કે જે કારણભૂત છે તે) કેવલહિંસાત્મક શુદ્ધ (માત્ર) વિશેષ્ય સ્વરૂપ છે. આમ વિશેષણના અભાવના કારણે ઊભો થયેલો વિશિષ્ટનો અભાવ જો શુદ્ધ (વિશેષણ શૂન્ય) વિશેષ્યરૂપ બની જતો હોય તો એ રીતે વિશેષ્યના અભાવના કારણે ઊભો થયેલ વિશિષ્ટનો અભાવ શુદ્ધ વિશેષણસ્વરૂપ બની જવો પણ સંભવે છે. વળી વિશિષ્ટનો અભાવ કારણ તો છે જ. તેથી તસ્વરૂપ શુદ્ધ વિશેષણને પણ કારણ માનવું પડશે. અર્થાત્ શિકારી વગેરે જીવો જ્યારે હિંસા કરતા ન હોય ત્યારે તેઓમાં રહેલ કેવલ વિશેષણસ્વરૂપ જીવઘાત પરિણામ કર્મનિર્જરાનો હેતુ બની જશે. આમ આવી આપત્તિ આવી પડતી હોવા છતાં તમે શુદ્ધહિંસાને પ્રતિબંધકાભાવ તરીકે જે નિર્જરા હેતુ માનો છો એ ખરેખર ! તમારું તર્ક અને આગમ લગાડવાનું કોઈ અપૂર્વ ચાતુર્ય જ છે.
(વિરાધનાનું હિંસાપરિણામજન્યત્વ વર્જના.થી દૂર થાય - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ વિરાધનાનું જીવઘાતપરિણામ એ વિશેષણ છે જે વર્જનાભિપ્રાયથી દૂર કરાય છે ઇત્યાદિ અમે કહેતાં જ નથી. અમે તો એમ કહીએ છીએ કે જીવઘાતપરિણામજન્યત્વ એ વિરાધનાનું સ્વરૂપ છે જે વર્જનાભિપ્રાયથી દૂર કરાય છે. તેથી વર્જનાભિપ્રાયની હાજરીમાં તે સ્વરૂપ ઊભું ન રહેવાથી હિંસા પણ ઊભી રહેતી જ નથી કારણ કે સ્વરૂપના અભાવમાં સ્વરૂપવાનનો પણ અભાવ થઈ જ જાય.) તેથી અસતુ (અવિદ્યમાન) એવી તે નિર્જરાની પ્રતિબંધક શી રીતે બને? અર્થાતુ ન જ બને, તેથી અમે તેને પ્રતિબંધકાભાવ તરીકે કારણ કહીએ છીએ.