________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જનજીવવિરાધનાવિચાર
एवं एसा अणुबंधभावओ तत्तओ कया होइ । अइदंपज्जं एवं आणा धम्मम्मि सारो त्ति ।।८६८ ।। व्याख्या-एवं विधिना यत्ने क्रियमाणे एषा=अहिंसा अनुबन्धभावत उत्तरोत्तरानुबन्धभावान्मोक्षप्राप्तिपर्यवसानानुगमात्, तत्त्वतः परमार्थतः कृता भवति, मोक्षमसम्पाद्य जिनाज्ञाया उपरमाभावादिति। ऐदम्पर्यमेतदत्र यदुत - आज्ञा धर्मे सारः । इतिः परिसमाप्ताविति ।।
प्रतिबन्धकाभावत्वेनोक्तहिंसाया निर्जराहेतुत्वे चाभ्युपगम्यमाने, केवलायास्तस्याः प्रतिबन्धकत्वाभावाज्जीवघातपरिणामविशिष्टत्वेन प्रतिबन्धकत्वे विशेषणाभावप्रयुक्तस्य विशिष्टाभावस्य शुद्ध
જણાવે છે - આમ જિનગૃહાદિ અંગે જિનોક્ત વિધિ મુજબ પ્રયત્ન કરવામાં આવે તો અનુબંધભાવ ઊભો થવાના કારણે ‘હિંસિક્વ ન મૂયા' ઇત્યાદિ વચનથી જે અહિંસા (હિંસાત્યાગ) જણાવી છે તે પરમાર્થથી સંપન્ન થાય છે. આશય એ છે કે જિનોક્તવિધિ મુજબ જિનગૃહાદિ કરવામાં આવે તો મોક્ષપ્રાપ્તિ રૂપ અંતિમફળ સુધી અહિંસાની પરંપરા ચાલે છે. એટલે સ્વરૂપે હિંસારૂપ હોવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ અનુબંધભાવથી એ અહિંસારૂપ જ બની રહે છે. મોક્ષપ્રાપ્તિ સુધી એની પરંપરા ચાલે છે એવું એટલા માટે કહ્યું કે (જીવ જો જિનાજ્ઞાને છોડે નહિ તો) જિનાજ્ઞા મોક્ષપ્રાપ્તિ કરાવ્યા વગર અધવચ્ચે અટકી જતી નથી એટલે કે એ મોક્ષપ્રાપ્તિ કરાવે જ છે). આ બાબતમાં ઐદંપર્ય આ છે કે આજ્ઞા એ ધર્મમાં સાર રૂપ છે એટલે કે કોઈપણ અનુષ્ઠાન ધર્મરૂપ બને છે કે નહિ તેમાં સ્વરૂપતઃ હિંસા કે અહિંસા,
સ્વરૂપતઃ સત્ય કે અસત્ય વગેરે મુખ્ય ભાગ ભજવતા નથી પણ આજ્ઞા કે આજ્ઞાનો અભાવ એ જ મુખ્ય ભાગ ભજવે છે. “ઇતિ’ શબ્દ અધિકારની સમાપ્તિ જણાવવા માટે વપરાયો છે.” (ઉપદેશપદનો ઉદ્ધત અધિકાર પૂર્ણ થયો.)
(જીવઘાતપરિણામને નિર્જરા હેતુ માનવાની આપત્તિ) વળી ઉક્ત જીવઘાતપરિણામશૂન્ય હિંસાને પ્રતિબંધકાભાવ તરીકે નિર્જરાનો હેતુ માનવામાં
- - - - - - - - - - - - १. एवं एषा अनुबन्धभावात्तत्वतः कृता भवति । ऐदम्पर्यमेतदत्राज्ञा धर्मे सारः इति ॥ ૨. “gષા ‘હિંસિન્ન પૂરું....' ત્યવિવનોતાfહંસા" ત્યર્થ: I ૩. ધર્મપરીક્ષાની પૂર્વમુદ્રિત પ્રતમાં અને ઉપદેશપદની પ્રતમાં અવગ્રહ (મર) ના પ્રશ્લેષ વિના ‘ષા fહંસા' એમ છપાયું છે. પણ ઉપદેશપદમાં જ આ પદાર્થ, વાક્યર્થ વગેરેને સમજાવવા માટે બીજો “વફન્ન થ'નો જે અધિકાર છે તેમાં વૃત્તિકારે જે વ્યાખ્યા કરી છે કે “ત-સ્થત્યન” “વઝ ગ્રંથ' તિ વવનો તમેવાસાનુપરનિધવરાત્યા તોડસંયમપરિત્યાITદ્ ભવત: પરમાર્થે તે અવતા’ તેના પરથી લાગે છે કે અહીં પણ “ggsffસન્ન બ૦' ઇત્યાદિ વચનોક્ત હિંસાત્યાગ (અહિંસા) અર્થ હોવો જોઈએ. એટલે કે પુષsfહંસા' પાઠ યોગ્ય છે. એમ ધર્મપરીક્ષાની પૂર્વમુદ્રિતપ્રતમાં અને ઉપદેશપદની મુદ્રિત પ્રતમાં ‘મોક્ષસંપાનનાશાયાઃ' એ રીતે છપાયું છે અને તેથી ઉપદેશપદના. ભાષાંતરમાં પણ એ રીતે અર્થ કરવાનો પ્રયાસ કરાયો છે. પણ ધર્મપરીક્ષાની સંવેગી ઉપાશ્રયની હસ્તલિખિત પ્રતમાં “મોક્ષમસંવાદ્ય જિનાજ્ઞાાઃ' એવો પાઠ છે. આ રીતે પાઠ રાખવાથી પ્રાપ્ત થતો અર્થ સુયોગ્ય લાગે છે. એટલે આ પુસ્તકમાં એ પાઠ રાખ્યો છે.