SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩, ૫૪ अथ तत्र जलजीवानाभोगे व्यक्तं दूषणमाह - जलजीवाणाभोगा णइउत्तारंमि जइ ण तुह दोसो । पाणेवि तस्स ता सो मूलच्छेज्जो ण हुज्जाहि ।।५४।। जलजीवानाभोगान्नद्युत्तारे यदि न तव दोषः । पानेऽपि तस्य तर्हि स मूलच्छेद्यो न भवेत् ।।५४ ।। जलजीवाणाभोगत्ति । नद्युत्तारे जलजीवानाभोगाद् यदि तव न दोषः, तर्हि तस्य जलस्य पानेऽपि स दोषो मूलच्छेद्यो मूलप्रायश्चित्तविशोध्यो न भवेत्, न हि नदीमुत्तरतो जलजीवानाभोगस्तत्याने च तदाभोग इति त्वया वक्तुं शक्यते, तदनाभोगस्य त्वया केवलज्ञाननिवर्त्तनीयत्वाभ्युप આજ્ઞાશુદ્ધભાવના કારણે જ, નહિ કે એમાં થતી વિરાધના જળજીવોના અનાભોગથી જન્ય અશક્યપરિહારરૂપ હોવાથી સંયમરક્ષાનો હેતુ બનતી હોવાના કારણે, એ વાત નિશ્ચિત થાય છે. પણ હવે નદી ઉતરવામાં પાણીના જીવોનો અનાભોગ માનવામાં જે ચોક્ખો દોષ આવી પડે છે તે દેખાડતા ગ્રન્થકાર કહે છે - ગાથાર્થઃ નદી ઉતરવામાં, જનજીવોનો અનાભોગ હોવાથી દોષ લાગતો નથી એવું જો તમને માન્ય છે તો તમારા મતે તે પાણી પીવામાં પણ અનાભોગ હોવાના કારણે જ મૂલછેદ્ય દોષ લાગશે નહિ. (જીવોનો અનાભોગ હોય તો જળપાનમાં મૂળપ્રાયશ્ચિત ન આવે) પાણીના જીવોનો અનાભોગ હોવાથી નદી ઉતરવામાં જો તમને દોષ લાગતો નથી તો તે પાણી પીવામાં પણ તમને મૂલ નામના પ્રાયશ્ચિત્તના આઠમા પ્રકારથી જે શુદ્ધ થઈ શકે તેવો દોષ લાગવો ન જોઈએ. “નદી ઉતરતી વખતે તે જીવોનો અનાભોગ હતો અને પીતી વખતે આભોગ આવી જાય છે એવું તો તમે કહી શકતા નથી જ, કારણ કે તે અનાભોગ કેવલજ્ઞાનથી જ દૂર થઈ શકે છે' એવું તમે જયારે બત્રીશીના એ અધિકારમાં તાત્ત્વિક વર્જનાભિપ્રાયની વાત છે, કેમ કે એ જ નિર્જરાનું કારણ બની શકે છે, વ્યાવહારિક વર્જનાભિપ્રાય નહિ.) (વળી આજ્ઞાશુદ્ધભાવ હોય તો જ તાત્ત્વિક વર્જનાભિપ્રાય સંભવે છે. તેથી જેમ વર્જનાભિપ્રાયયુક્ત વિરાધનાને છોડીને નિશ્ચયનય વર્જનાભિપ્રાયને નિર્જરાનું કારણ માને છે તેમ એના કરતાંયે વધુ સૂક્ષ્મ નિશ્ચયનયને આગળ કરીને આજ્ઞાશુદ્ધભાવયુક્ત વર્જનાભિપ્રાયને છોડીને આજ્ઞાશુદ્ધભાવને જ ગ્રન્થકારે ધર્મપરીક્ષામાં કારણ તરીકે કહ્યો હોય એમ સંભાવના લાગે છે.) અથવા (૩) પૂર્વપક્ષીનો વર્જનાભિપ્રાયને ઉત્તેજક માનવાનો અને સ્વતંત્ર કારણ ન માનવાનો જે અભિપ્રાય છે તેનું ગ્રન્થકારે બત્રીશીમાં ટૂંકમાં ખંડન કર્યું છે અને ‘વર્જનાભિપ્રાય પણ કારણ નથી, આજ્ઞાશુદ્ધભાવ જ કારણ છે' એવી જે ઉપરની કોટિ છે તેનો ધર્મપરીક્ષામાં વિસ્તાર કર્યો છે, અને બત્રીશીમાં તેનો અતિદેશ કર્યો છે. માટે આ બે ગ્રન્થાધિકારમાં વાસ્તવિક વિરોધ નથી. ૧. પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર-આલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિત. પૂર્વનો સઘળો પર્યાય મૂળથી જેમાં કાપી નાંખવામાં આવે તે મૂલપ્રાયશ્ચિત્ત.
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy