________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર जर्जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ णिज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ।।
अत्र हि सुत्तविहिसमग्गस्सत्ति कृतसर्वसावधप्रत्याख्यानस्य वर्जनाऽभिप्रायवतः साधोरित्यर्थः । तत्र जायमानाया निर्जराया जीवविराधना प्रतिबन्धिका न भवति, जीवघातपरिणामजन्यत्वाभावेन वर्जनाऽभिप्रायोपाध्यपेक्षया दुर्बलत्वाद् । एतेन-'जीवविराधनाऽपि यदि निर्जरां प्रति कारणं भवेत्, तर्हि तथाभूताऽपि विराधना तपःसंयमादिवद् भूयस्येव श्रेयस्करी, भूयोनिर्जराहेतुत्वाद्,' - इति पराशङ्कापि परास्ता, स्वरूपतः कारणभूतस्य तथा वक्तुं शक्यत्वात्, न चैवं जीवविराधना तथा, तस्याः संयमपरिणामापगमद्वारा स्वरूपतो निर्जरायाः प्रतिबन्धकत्वात् । प्रतिबन्धकं च यथायथाऽल्पमसमर्थं च तथातथा श्रेयः, तेन तस्याः कारणत्वं प्रतिबन्धकाभावत्वेन, प्रतिबन्धकाभावस्य च भूयस्त्वं प्रतिबन्धकानामल्पत्वेनैव स्याद्, अन्यथा तदभावस्य कारणता न स्याद्' इत्यादिकूटकल्पनारसिके
તરીકે કારણ બને છે. ઓઘનિર્યુક્તિ (૭૫૯)માં કહ્યું છે કે “સૂત્રવિધિસમગ્ર, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત અને જયણાપૂર્વક પ્રવર્તતા સાધુથી જે વિરાધના થઈ જાય છે. તે નિર્જરાત્મક ફળવાળી બને છે” અહીં સૂત્રવિધિસમગ્ર એટલે સર્વસાવદ્યયોગોના પચ્ચકખાણવાળા અને તેથી વર્જનાભિપ્રાયવાળા.
(વર્જના. યુક્ત જીવવિરાધના પ્રતિબંધકાભાવરૂપે નિર્જરાનો હેતુ - પૂર્વપક્ષ) આ વિરાધના નિર્જરાની પ્રતિબંધક બનતી નથી. કારણ કે તેનામાં જીવઘાતપરિણામજન્યત્વ ન હોવાના કારણે તે વર્જનાભિપ્રાયરૂપ ઉપાધિની અપેક્ષાએ દુર્બળ હોય છે. આમ વિરાધનાને વર્જનાભિપ્રાયરૂપ ઉપાધિના કારણે નિર્જરાનું કારણ જે કહી તેનાથી આવી શંકાનું નિરાકરણ થઈ જાય છે – “જીવવિરાધના જો નિર્જરા પ્રત્યે કારણ બનતી હોય તો તેવી પણ વિરાધના તપ-સંયમ વગેરેની જેમ વધુ ને વધુ કરવી એ જ વિપુલનિર્જરાના હેતુભૂત બનતી હોઈ હિતાવહ બની જશે” – આ શંકાનું નિરાકરણ એટલા માટે થઈ જાય છે કે જે વસ્તુ તપ વગેરેની જેમ સ્વરૂપે કારણ બનતી હોય તેને માટે જ એવું કહી શકાય છે. જીવવિરાધના કંઈ સ્વરૂપથી નિર્જરાનું કારણ નથી, કેમ કે સ્વરૂપે તો એ સંયમપરિણામનો નાશ કરવા દ્વારા નિર્જરાની પ્રતિબંધક જ છે. અને નિર્જરાનો પ્રતિબંધક તો જેમ જેમ અલ્પ અને અસમર્થ હોય તેમ તેમ જ હિતાવહ બને છે, તેથી તે પ્રતિબંધકાભાવ તરીકે જ નિર્જરાનું કારણ બને છે. (કારણ કે અભાવમાં જ અલ્પત્ય અને અસામર્થ્યનો પ્રકર્ષ હોય છે) અને પ્રતિબંધકા-ભાવની અધિકતા તો પ્રતિબંધકરૂપ વિરાધનાની ઓછાશમાં જ સંભવે છે, નહીંતર તો પ્રતિબંધકનો અભાવ કારણ જ ન બને. માટે “વિરાધના વધુ કરવી હિતાવહ બનશે” એવું કહી શકાતું નથી
નિષ્કર્ષ - નિર્જરા થવામાં જે મુખ્ય ભાગ ભજવે છે તે વર્ષનાભિપ્રાય “આભોગ'ની હાજરીમાં
१. या यतमानस्य भवेद्विराधना सूत्रविधिसमग्रस्य। सा भवति निर्जराफलाऽध्यात्मविशोधियुक्तस्य ॥