________________
८४
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ विलक्षणैव सती व्यवहारनयमतेन च विलक्षणकारणसहकृता सती बन्धहेतुरपि निर्जराहेतुः, घटकारणमिव दण्डो घटभङ्गाभिप्रायेण गृहीतो घटभङ्गे । अत एवेयमनुबन्धतोऽहिंसारूपा सत्यैતો જ્ઞાનાદિની સારી વૃદ્ધિ થશે' ઇત્યાદિ અભિપ્રાય હોવાથી તે આપવાદિક હિંસાને વર્જવાનો નહિ પણ સેવવાનો જ અભિપ્રાય હોય છે. માટે તો જંગલદિના વિહાર વખતે, શૈક્ષક (નૂતનદીક્ષિત) વગેરે અગીતાર્થો અપવાદસેવનનો નિષેધ કરતા હોય તો પણ ગીતાર્થો તેમને તે વખતે અપવાદ સેવી લેવાની સલાહ આપે છે. માટે નક્કી થાય છે કે એ વિરાધના અનાભોગજન્ય કે વર્જનાભિપ્રાયવાળી હોતી નથી. અને તેથી તમારી પ્રક્રિયા જ જો સાચી હોય તો તો એ નિર્જરાનું કારણ ન બનતાં પ્રતિબંધક જ બની જાય.
(બંધહેતુ નિર્જરા હેતુ શી રીતે બને? નયવિચારણા) પ્રશ્નઃ તો પછી હવે તમે જ કહો કે બંધહેતુભૂત એવી પણ તે વિરાધના નિર્જરાનો હેતુ શી રીતે બની જાય છે?
ઉત્તરઃ ઋજુસૂત્રનય તો આ હિંસાને તે જ્ઞાનપૂર્વક હોઈ અવિધિહિંસા કરતાં વિલક્ષણ જ (એક જુદી વસ્તુરૂપ જ) માને છે. અને તેથી અવિધિહિંસા કર્મબંધના હેતુભૂત હોવા છતાં આ વિધિહિંસા કર્મનિર્જરાનો હેતુ હોવામાં કોઈ પ્રશ્ન રહેતો નથી. વ્યવહારનયનો અભિપ્રાય એવો છે કે બંધહેતુભૂત એવી પણ એની એ જ હિંસા જ્યારે પુષ્ટઆલંબન - જયણા વગેરે રૂપ વિલક્ષણ સહકારી કારણોથી યુક્ત બને છે ત્યારે નિર્જરાનો હેતુ બની જાય છે આ બંને નયોની માન્યતામાં દષ્ટાન્ત તરીકે દંડ સમજવો. ઋજુસૂત્રનયમતે ઘડો બનાવવાના અભિપ્રાયથી લેવાયેલા અને ઘડાના કારણભૂત એવા દંડ કરતાં ઘડાનો નાશ કરવાના અભિપ્રાયથી લેવાયેલો દંડ વિલક્ષણ હોય છે. અને તેથી એ ઘડાના નાશનો હેતુ બને છે. વ્યવહારનયમતે ચક્ર કુંભાર વગેરે સહકારી કારણોના સાંનિધ્યવાળો અને તેથી ઘડાની ઉત્પત્તિનું કારણ બનતો એવો પણ દંડ તોફાની છોકરો વગેરે રૂપ સહકારી કારણોના સાંનિધ્યમાં ઘડાના નાશનો હેતુ બની જાય છે. બે નયમાં મુખ્ય ભેદ આ પડ્યો કે વ્યવહારનય સહકારી ભેદે દંડનો ભેદ નથી માનતો, પણ “દંડ તો એનો એ જ રહ્યો. પણ સહકારી બદલાયા એટલે એનાથી થનાર કાર્ય પણ બદલાઈ ગયું' એવું માને છે કે જ્યારે ઋજુસૂત્રનય સહકારીભેદે દંડભેદ માને છે. એટલે કે સહકારી બદલાયા એટલે દંડ પણ બદલાઈ જ ગયો. અને તેથી એનાથી ઉત્પન્ન થનાર કાર્ય પણ બદલાયું. પ્રસ્તુતમાં જ્ઞાનાદિની વૃદ્ધિ વગેરેના અભિપ્રાય વગેરે રૂપ સહકારી ભેદના કારણે વિરાધનાથી ઉત્પન્ન થનાર કાર્ય બદલાઈ જાય છે. તેથી જ, દંડ ઘટોત્પત્તિના બદલે ઘટનાશનો જેમ પ્રતિબંધકાભાવરૂપે નહિ, પણ સીધા કારણ તરીકે જ હેતુ બની જાય છે તેમ આ હિંસા પણ નિર્જરાનો સીધો જ હેતુ બની જાય છે, પ્રતિબંધકાભાવ તરીકે નહિ. આમ પરિણામે નિર્જરા હેતુ બની જતી હોવાથી જ એ અનુબંધથી અહિંસારૂપ હોય છે. અને