________________
૮૩
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર स्येति भावः, या भवेद्विराधनाऽपवादपदप्रत्यया सा भवति निर्जराफला । इदमुक्तं भवति - कृतयोगिनो गीतार्थस्य कारणवशेन यतनयाऽपवादपदमासेवमानस्य या विराधना सा सिद्धिफला भवति' इति पिण्डनियुक्तिवृत्तौ । न चेयमनाभोगजन्या वर्जनाऽभिप्रायवती वा, किन्तु ज्ञानपूर्वकत्वेनर्जुसूत्रनयमतेन
(ખામી ન્યૂનતા વગરના) તેમજ અધ્યાત્મવિશોધિયુક્ત=રાગ-દ્વેષ રહિત એવા સાધુથી જે અપવાદપદનિમિત્તે વિરાધના થાય છે તે નિર્જરાફલક બને છે. તાત્પર્ય - કૃતયોગી, ગીતાર્થ અને કારણવશાત્ અપવાદને સેવતા એવા સાધુથી જે વિરાધના થાય છે. તે સિદ્ધિફલક બને છે.” આવું પિડનિર્યુક્તિ (૭૬૦)ની વૃત્તિમાં કહ્યું છે.
(આપવાદિક વિરાધનામાં અનાભોગ કે વર્જનાભિપ્રાય હોતો નથી ઉત્તરપક્ષ) અપવાદપદે થતી આ હિંસા અનાભોગજન્ય કે વર્જનભિપ્રાયવાળી હોતી નથી. કારણ કે અપવાદપદનો અર્થ જ એ કે “એમાં હિંસા વગેરે થવાના છે એ ખબર હોવા છતાં પુષ્ટ આલંબનને લઈને તેવી પ્રવૃત્તિ કરવાની હોય. માટે ત્યાં અનાભોગ કહેવાય નહિ. વળી ‘આટલો અપવાદ સેવી લઉં
-
૧. આશય એ છે કે, નદી ઉતરીને અન્ય દેશ વગેરેમાં વિહાર કરવાનો હોય છે ત્યારે એ નદી ઉતરતી વખતે જે જીવોની જે વિરાધના
થવાની હોય છે તે વિરાધનાને વર્જવાનો સીધો અભિપ્રાય તો હોતો નથી, નહિતર તો નદી ઉતરવાનું જ માંડી વાળે. “મારા જ્ઞાનસંયમ વગેરેની વૃદ્ધિ-રક્ષણ થશે' એવો અભિપ્રાય હોવાથી સાધુને નદી ઉતરવાની, આધાકર્મસેવનની વગેરે વિરાધના કરવાનો પણ અભિપ્રાય થઈ જ જાય છે. (અગીતાર્યાદિને ન થાય તો તેવા દેશકાળાદિમાં ગીતાર્થો તેવો અભિપ્રાય ઉભો કરાવે છે.).
નદી ઉતરવાની ક્રિયામાં ‘ પાયે નતે ક્વિા .' ઇત્યાદિ વિધિનું પરિપૂર્ણ પાલન વગેરે કરીને જયણા વગેરેને સાધુ જે જાળવે છે તેનાથી ઘણા જીવોની રક્ષા થાય છે. એટલે તેઓની વિરાધનાને વર્જવાનો અભિપ્રાય તો સ્પષ્ટ છે જ. પણ સંપૂર્ણ વિધિપાલન વગેરે હોવા છતાં જે જીવોની વિરાધના અટકી શકતી નથી, તેઓની વિરાધનાને વર્જવાનો અભિપ્રાય હોતો નથી. અથવા પાદાદિ ક્રિયારૂપ જે વિરાધના છે. (જુઓ પૃ.નં. ૧૧૯) તેને વર્જવાનો અભિપ્રાય હોતો નથી. (કેમકે એ હોય તો નદી ઉતરવાનું જ માંડી વાળવું પડે.)
પ્રશ્ન - સાધુ નદી ઉતરવાની પણ આ જે ક્રિયા કરે છે તે સંયમાદિના પાલન-વૃદ્ધિ વગેરે માટે જ. આ સંયમાદિથી તો આખરે એ વિરાધાતા જીવોની વિરાધનાથી અટકવાનો પણ એનો અભિપ્રાય હોય જ છે. તો તમે કેમ એમ કહો છો કે તેઓની વિરાધનાનો વર્જનાભિપ્રાય હોતો નથી.
ઉત્તર : તમારી વાત સાચી છે. પરિણામતઃ (પરંપરાએ - તાત્ત્વિક દષ્ટિએ - નિશ્ચયથી) તો તેઓની વિરાધનાનો પણ વર્જનાભિપ્રાય હોય જ છે, કારણ કે સર્વવિરતિપરિણામ હોય છે. પણ અહીં ગ્રન્થકારે વર્જનાભિપ્રાયનો જે નિષેધ કર્યો છે તે ઉપરોક્ત સ્થળ-વ્યાવહારિક વર્જનાભિપ્રાયનો છે. આને સમજવા પ્રસ્તુત અધિકારને વિચારીએ
પ્રસ્તુતમાં “વા ગયHIMH' ઇત્યાદિ શાસ્ત્રવચનનો અધિકાર ચાલી રહ્યો છે. એમાં વિરાધનાને નિર્જરાનું કારણ કહી છે. આમાં પૂર્વપક્ષીનું કહેવું એવું છે કે વિરાધના વર્જનાભિપ્રાયવાળી હોવાથી નિર્જરાનું કારણ બને છે. એટલે એના અભિપ્રાયે વર્જનાભિપ્રાય એ વિરાધનાનું વિશેષણ બન્યો અને વિરાધના એ વિશેષ્ય બની. આમાં વિશેષ્ય બનનાર વિરાધના એ માત્ર વ્યાવહારિક દૃષ્ટિએ (સ્વરૂપે) જ વિરાધનારૂપ છે. નિશ્ચયદષ્ટિએ વિરાધનારૂપ નથી. (કેમકે નિશ્ચયદષ્ટિની વિરાધના તો નિર્જરાફલક હોય જ નહિ.) એટલે તેના વિશેષણ તરીકે જે વર્જનાભિપ્રાય લેવાનો હોય તે પણ વ્યાવહારિક દૃષ્ટિનો જ વર્જનાભિપ્રાય લેવો એ વધુ યોગ્ય ઠરે, તાત્ત્વિકદૃષ્ટિએ (પરંપરાએ) જે વર્જનાભિપ્રાય રૂપ હોય તે નહિ. અને આવો વ્યાવહારિકદષ્ટિનો વર્જનાભિપ્રાય તો ઉપર કહી ગયા એ મુજબ આપવાદિક વિરાધનામાં હોતો નથી જ. માટે ગ્રન્થકારે એનો નિષેધ કર્યો છે.