________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર
–
૭૯
यत्कदाचित् प्राण्युपघातं करोति तत्राप्यध्यात्मसमा चित्तप्रणिधानतुल्या निर्जरा सञ्जायते । यस्य यादृशस्तीव्रो मन्दो मध्यमो वा शुभाध्यवसायस्तस्य तादृश्येव कर्मनिर्जरा भवतीति भावः । न चओत्ति, न पुनश्चयः = कर्मबन्धः, सूक्ष्मोऽपि भवति, प्रथमस्य भगवदाज्ञया यतनया प्रवर्त्तमानत्वाद्, द्वितीयस्य तु प्रमादरहितस्याजानतः कथञ्चित्प्राण्युपघातसम्भवेऽप्यदुष्टत्वादिति ।
यत्तु 'जीवघातवर्जनाऽभिप्रायवतां यतनया प्रवर्त्तमानानां छद्यस्थसंयतानामनाभोगजन्याशक्यपरिहारेण जायमानं जीवघातानृतभाषणादिकं संयमपरिणामानपायहेतुः, संयमपरिणामानपायहेतुत्वं हि वर्जनाऽभिप्रायोपाधिकमेव, जीवविराधनायाः संयमपरिणामापगमहेतोर्जीवघातपरिणामजन्यत्वलक्षणस्य निजस्वरूपस्य वर्जनाऽभिप्रायेण परित्याजनात् । अयं भावः - 'यद्धर्मविशिष्टं यद्वस्तु
હોવા છતાં ગીતાર્થ હોવાના કારણે તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્રાદિરૂપ આગાઢ કા૨ણે જયણાપૂર્વક પ્રલંબાદિ (ફળ વગેરે)નું ગ્રહણ કરવા દ્વારા હિંસા કરે છે. અને બીજો (પોતાની ઇર્યાસમિતિપાલન પૂર્વકની ગમનાદિ વર્તમાન પ્રવૃત્તિને હિંસાદિ) દોષયુક્ત જાણતો નથી, અને વિકથાદિ પ્રમાદ રહિતપણે અપ્રમત્તપણે ઉપયુક્ત થઈને પ્રવૃત્તિ કરે છે. તેમ છતાં તે પ્રવૃત્તિથી ક્યારેક હિંસા કરે છે. તે બંને સાધુઓ અધ્યાત્મને = ચિત્તના પ્રણિધાનને, અનુસરીને કર્મનિર્જરા કરે છે. અર્થાત્ જેનો જેવો તીવ્ર, મંદ કે મધ્યમ શુભઅધ્યવસાય હોય તેવી તે કર્મનિર્જરા કરે છે, પણ અલ્પ પણ કર્મબંધ કરતો નથી. જાણવા છતાં હિંસા કરનાર પહેલાં સાધુને તે જિનાજ્ઞાથી જયણાપૂર્વક પ્રવૃત્ત થયો હોવાથી અને બીજા સાધુને અજાણપણે કથંચિત્ હિંસા થવા છતાં તે પ્રમાદ રહિત હોવાના કારણે, અદુષ્ટ રહેતો હોવાથી કર્મબંધ થતો નથી, પણ નિર્જરા જ થાય છે.”
આમ આભોગ હોવા છતાં અધ્યાત્મશુદ્ધિ દ્વારા દુષ્ટત્વને અને કર્મબંધને અટકાવી શકાય છે. તેથી જળજીવોનો જો આભોગ હોય તો જળજીવોની વિરાધના કરવામાં સંયમ ન જ ટકે' એવી વાત ઊડી જાય છે. તેથી જ ‘નદી ઉતરવા વગેરેમાં વિરાધના અનાભોગજન્ય અશક્યપરિહાર હોય છે' એવું માનવું પડતું નથી.
(સંયમપરિણામની રક્ષામાં વર્જનાભિપ્રાય એ હેતુ : પૂર્વપક્ષ)
પૂર્વપક્ષ : નદી ઉતરવામાં જળજીવોની વિરાધના થવા છતાં સંયમપરિણામ જે ટકી રહે છે તેમાં વર્જનાઅભિપ્રાય ભાગ ભજવે છે, તમારા અભિપ્રાય મુજબની આભોગ હોવા છતાં જળવાઈ રહેતી અધ્યાત્મશુદ્ધિ નહિ. કારણ કે પાણીના જીવોનો આભોગ થઈ ગયો હોવા છતાં, જો તેની વિરાધના કરનારી પ્રવૃત્તિ કરવામાં આવે તો તે જીવો અંગેનો વિરતિપરિણામ ઊભો રહી શકતો ન હોવાથી સર્વવિરતિપરિણામનો ઉચ્છેદ જ થઈ જાય. જાણવા છતાં, તે જીવોની વિરાધના કરનારી પ્રવૃત્તિ કરવામાં પણ જો વિરતિ પરિણામ ટકી શકતો હોય તો તો દેશવિરતિ ગુણઠાણાનો જ ઉચ્છેદ થઈ જશે. કારણ કે