________________
Co
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૩ ऽप्याज्ञाशुद्धत्वेनैवादुष्टत्वात् । यच्च तया न संयमस्य दुराराधत्वं, तस्याः कादाचित्कत्वादालंबनशुद्धत्वाच्च । यथा च कुन्थूत्पत्तिमात्रेण सार्वदिकयतनाहेत्वाभोगदौर्लभ्यात् संयमस्य दुराराधत्वं, तथा तथाविधक्षेत्रकालादिवशात् सूक्ष्मबीजहरितादिप्रादुर्भावेऽपि सार्वदिकतद्यतना हेत्वाभोगदौर्लभ्यात् संयमस्य दुराराधत्वमेवेति तु दशवैकालिकाद्यध्ययनवतामपि सूक्ष्माष्टकविदां परिणतलोकोत्तरदयास्वरूपाणां प्रतीतमेव । 'स्थावरसूक्ष्मत्रसविषयकोऽनाभोगः केवलज्ञानं विना दुरत्ययः' इति तु
વગેરે તેનાથી પૂર્વપક્ષની આ બધી કલ્પનાના તરંગો વિખરાઈ ગયેલા જાણવા. વળી “આભોગ હોવા છતાં હિંસા કરવી એ મોટા દોષરૂપ હોઈ સાધુનું માત્ર સાધુપણું જ નહિ, પણ સમ્યકત્વ પણ ઊડી જાય” ઈત્યાદિ જે માન્યતાના કારણે પૂર્વપક્ષી નદી ઉતરવામાં થતી જળજીવ વિરાધનાને આભોગમૂલક માનવા તૈયાર થતો નથી તે માન્યતા જ મૂલમાં ખોટી છે, કારણ કે તે વિરાધના આભોગમૂલક હોવા છતાં આજ્ઞાશુદ્ધ હોવાના કારણે જ દોષરૂપ જ હોતી નથી. તેથી વિરાધનાને આભોગમૂલક માનવામાં કોઈ આપત્તિ આવતી નથી.
(સંયમની દુરારાધ્યતાનું ગ્રન્થકારપ્રદર્શિત રહસ્ય) પ્રશ્ન : જો એ પણ આભોગમૂલક હોય તો કંથવાની ઉત્પત્તિની જેમ તેના કારણે પણ સંયમ દુરારાધ્ય શા માટે નથી બનતું?
ઉત્તર : એટલા માટે કે એ વિરાધના કદાચિત્ક હોય છે તેમજ પુષ્ટ આલંબનવાળી હોઈ શુદ્ધ હોય
પ્રશ્નઃ આના પરથી તમારે શું એવો ફલિતાર્થ કાઢવો છે કે સંયમ દુરારાધ્ય બનવા કે ન બનવામાં સ્વસાક્ષાત્કારરૂપ આભોગ કે તેના અભાવરૂપ અનાભોગ હેતુ બનતા નથી?
ઉત્તરઃ હા, હેતુ બનતા નથી, તેથી જ તો, જેમ કંથવાની ઉત્પત્તિ થવા માત્રથી તેની સાર્વદિક (હંમેશાની) જયણા પળાવામાં હેતુ બનનાર આભોગ દુર્લભ હોઈ સંયમ દુરારાધ્ય બને છે તેમ, તથાવિધ ક્ષેત્ર-કાલાદિના કારણે બીજ-હરિતાદિ ઉત્પન્ન થયે છતે પણ, તેની સાર્વદિક જયણા પળાવી આપનાર આભોગ દુર્લભ હોઈ સંયમદુરારાધ્ય બને જ છે. “તે સૂક્ષ્મબીજ - હરિતાદિના જીવોનો સ્વસાક્ષાત્કારરૂપ આભોગ ન હોવાથી તેના કારણે સંયમ દુરારાધ્ય બનતું નથી એવું નથી. આ વાત દશવૈકાલિક વગેરેના અધ્યયનોની જાણકારીવાળા સૂક્ષ્માષ્ટકના જાણકાર અને લોકોત્તરદયાનું સ્વરૂપ જેઓમાં પરિણતિ પામ્યું છે તેવા મહાત્માઓને પણ પ્રતીત જ છે.
| (આગમથી પણ અપૂકાય વગેરે સ્થાવરોનો આભોગ શક્ય) પ્રશ્નઃ સાધુઓને જળજીવોનો આભોગ હોય છે એવું તમે જે કહો છો તેને યોગ્ય શી રીતે