________________
9
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ परिहारा हिंसा सूक्ष्मस्थूलजीवविषयकभेदेऽप्यशक्यपरिहारत्वेन समानैव, विषयभेदात्तभेदं तु व्यवहारेण न वारयामः । अत एवाब्रह्मसेवायामपि देशविरतस्य कृतसङ्कल्पमूलस्थूलजीवहिंसाप्रत्याख्यानाभङ्गान व्याधादिवढुष्टत्वम् ।।
न चैवं देशविरतस्येव साधोरप्याभोगेन पृथिव्यादिवधे न दुष्टत्वं, इति साधोः प्रत्याख्यानभङगदोषविशेषसमर्थनार्थं पृथिव्यादिजीवाभोगोऽप्यवश्यमभ्युपेयः । यदि च स्थूलत्रसविषयक एवाभोगोऽभ्युपगम्येत तदा तद्विषयैव हिंसैकान्ततो दुष्टा स्यात्, न चैवं जैनप्रक्रियाविदो वदन्ति, तैः क्षुद्रमहत्सत्त्ववधसादृश्यवैसदृश्ययोरनेकान्तस्यैवाभ्युपगमात् । तदुक्तं सूत्रकृताङ्गे (श्रु. २ अ. ५૬૭)
जे केइ खुद्दगा पाणा अदुवा संति महालया । सरिसं तेहिं वेरं ति असरिसं ति य णो वए ।।
(સૂમ અને સ્થૂલત્રસની વિરાધના અશક્યપરિહાર રૂપે સમાન જ - ઉત્તરપક્ષ) તેથી જયણાના પાલનમાં ઉદ્યમશીલ સાધુઓથી અશક્યપરિહારરૂપે થતી હિંસા અશક્યપરિહારરૂપે સમાન જ હોય છે. (ભેદ વિનાની હોય છે), પછી ભલેને તેમાં તે સૂક્ષ્મજીવની કે સ્થૂલજીવની હોવા રૂપ ભેદ હોય, વળી તેમ છતાં આ સૂક્ષ્મજીવ-સ્થૂલઇવરૂપ વિષય જુદા જુદા હોવાથી તે હિંસામાં ભેદ પડે છે તેનો અમે વ્યવહારથી નિષેધ પણ કરતાં નથી જ. અર્થાત્ સ્કૂલજીવની હિંસાને વ્યવહારથી મોટા દોષરૂપ માનીએ જ છીએ. તેથી જ મૈથુન સેવનમાં પણ “સંકલ્પપૂર્વક પૂલજીવની હિંસા ન કરવી એવા પોતે કરેલ પ્રત્યાખ્યાનનો ભંગ થતો ન હોવાથી જ દેશવિરત જીવ શિકારી વગેરે જેવો દુષ્ટ બનતો નથી. નહિ કે મૈથુન સેવનમાં મરતા જીવોનો આભોગ ન હોવા રૂપ કારણથી. વળી આ રીતે આભોગપૂર્વક હિંસા કરવા છતાં દેશવિરતજીવ જેમ દુષ્ટ બનતો નથી. તેમ સાધુ પણ પૃથ્વીકાય વગેરેની આભોગથી વિરાધના કરવા છતાં દુષ્ટ બનતાં નથી એવું તો કાંઈ છે નહિ. એ તો દુષ્ટ બને જ છે. અને તેથી ફલિત થાય છે કે એના પચ્ચકખાણનો ભંગ થાય છે. આ ભંગના સમર્થન માટે પૃથ્વી વગેરે જીવોનો આભોગ અવશ્ય માનવો પડે છે. (કેમકે અનાભોગથી થયેલ હિંસાથી કંઈ પચ્ચકખાણનો ભંગ થતો નથી, તે પણ એટલા માટે કે અનાભોગનો પચ્ચકખાણમાં આગાર હોય છે.) બાકી ધૂલત્રસ જીવોનો જ જો આભોગ માનવાનો હોય તો તેની હિંસા જ બીજા જીવોની હિંસા કરતાં એકાન્ત દુષ્ટ બને, અન્યજીવોની હિંસા
ક્યારેય તેના કરતાં દુષ્ટ બને નહિ, કારણ કે અનાભોગપૂર્વકની હિંસા કરતા તો આભોગપૂર્વકની હિંસા વધુ દુષ્ટ હોય છે. પણ એવું કાંઈ જૈનપ્રક્રિયાના જાણકારો કહેતા નથી, કારણ કે તેઓ તો તુચ્છજંતુઓની અને મોટા પ્રાણીઓની હિંસામાં એકાન્ત સાદશ્ય (સમાનતા) કેવૈ સદશ્ય (અસમાનતા) ન માનતા અનેકાન્ત જ તે બે માને છે. અર્થાત્ અમુક અપેક્ષાએ બંને હિંસા તુલ્ય હોય છે, અમુક અપેક્ષાએ અતુલ્ય. સૂત્રકૃતાંગ १. ये केचन क्षुद्रकाः प्राणिनोऽथवा सन्ति महालयाः। सदृशं तैरमिति असदृशमिति नो वदेत् ॥