SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Co ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૩ ऽप्याज्ञाशुद्धत्वेनैवादुष्टत्वात् । यच्च तया न संयमस्य दुराराधत्वं, तस्याः कादाचित्कत्वादालंबनशुद्धत्वाच्च । यथा च कुन्थूत्पत्तिमात्रेण सार्वदिकयतनाहेत्वाभोगदौर्लभ्यात् संयमस्य दुराराधत्वं, तथा तथाविधक्षेत्रकालादिवशात् सूक्ष्मबीजहरितादिप्रादुर्भावेऽपि सार्वदिकतद्यतना हेत्वाभोगदौर्लभ्यात् संयमस्य दुराराधत्वमेवेति तु दशवैकालिकाद्यध्ययनवतामपि सूक्ष्माष्टकविदां परिणतलोकोत्तरदयास्वरूपाणां प्रतीतमेव । 'स्थावरसूक्ष्मत्रसविषयकोऽनाभोगः केवलज्ञानं विना दुरत्ययः' इति तु વગેરે તેનાથી પૂર્વપક્ષની આ બધી કલ્પનાના તરંગો વિખરાઈ ગયેલા જાણવા. વળી “આભોગ હોવા છતાં હિંસા કરવી એ મોટા દોષરૂપ હોઈ સાધુનું માત્ર સાધુપણું જ નહિ, પણ સમ્યકત્વ પણ ઊડી જાય” ઈત્યાદિ જે માન્યતાના કારણે પૂર્વપક્ષી નદી ઉતરવામાં થતી જળજીવ વિરાધનાને આભોગમૂલક માનવા તૈયાર થતો નથી તે માન્યતા જ મૂલમાં ખોટી છે, કારણ કે તે વિરાધના આભોગમૂલક હોવા છતાં આજ્ઞાશુદ્ધ હોવાના કારણે જ દોષરૂપ જ હોતી નથી. તેથી વિરાધનાને આભોગમૂલક માનવામાં કોઈ આપત્તિ આવતી નથી. (સંયમની દુરારાધ્યતાનું ગ્રન્થકારપ્રદર્શિત રહસ્ય) પ્રશ્ન : જો એ પણ આભોગમૂલક હોય તો કંથવાની ઉત્પત્તિની જેમ તેના કારણે પણ સંયમ દુરારાધ્ય શા માટે નથી બનતું? ઉત્તર : એટલા માટે કે એ વિરાધના કદાચિત્ક હોય છે તેમજ પુષ્ટ આલંબનવાળી હોઈ શુદ્ધ હોય પ્રશ્નઃ આના પરથી તમારે શું એવો ફલિતાર્થ કાઢવો છે કે સંયમ દુરારાધ્ય બનવા કે ન બનવામાં સ્વસાક્ષાત્કારરૂપ આભોગ કે તેના અભાવરૂપ અનાભોગ હેતુ બનતા નથી? ઉત્તરઃ હા, હેતુ બનતા નથી, તેથી જ તો, જેમ કંથવાની ઉત્પત્તિ થવા માત્રથી તેની સાર્વદિક (હંમેશાની) જયણા પળાવામાં હેતુ બનનાર આભોગ દુર્લભ હોઈ સંયમ દુરારાધ્ય બને છે તેમ, તથાવિધ ક્ષેત્ર-કાલાદિના કારણે બીજ-હરિતાદિ ઉત્પન્ન થયે છતે પણ, તેની સાર્વદિક જયણા પળાવી આપનાર આભોગ દુર્લભ હોઈ સંયમદુરારાધ્ય બને જ છે. “તે સૂક્ષ્મબીજ - હરિતાદિના જીવોનો સ્વસાક્ષાત્કારરૂપ આભોગ ન હોવાથી તેના કારણે સંયમ દુરારાધ્ય બનતું નથી એવું નથી. આ વાત દશવૈકાલિક વગેરેના અધ્યયનોની જાણકારીવાળા સૂક્ષ્માષ્ટકના જાણકાર અને લોકોત્તરદયાનું સ્વરૂપ જેઓમાં પરિણતિ પામ્યું છે તેવા મહાત્માઓને પણ પ્રતીત જ છે. | (આગમથી પણ અપૂકાય વગેરે સ્થાવરોનો આભોગ શક્ય) પ્રશ્નઃ સાધુઓને જળજીવોનો આભોગ હોય છે એવું તમે જે કહો છો તેને યોગ્ય શી રીતે
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy