SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ કેવલીમાં દ્રવ્યહિંસા : જગજીવવિરાધનાવિચાર सेवायामनेकशतसहस्रपञ्चेन्द्रियजीवविराधकोऽपि देशविरतिश्रावको 'जीवविराधकः' इति व्यपदेशविषयो न भवति, भवति चैकस्या अपि पिपीलिकाया विराधनेऽनाभोगेनापि, आभोगे च स्वज्ञातिज्ञातेऽपांक्तेयोऽपि स्यात्, तेन निजसाक्षात्कारविषयीभूताऽविषयीभूतयोर्जीवघातयोर्महान् भेदः, अन्यथाऽब्रह्मसेवी श्रावको व्याधादिभ्योऽपि जीवघातकत्वेनाधिको वक्तव्यः स्यात् - इत्यादि परस्य कल्पनाजालमपास्तं, संयतानां नद्युत्तारे जलजीवविराधनाया आभोगमूलत्वे તરીકેનો ઉલ્લેખ કરાવી શકતી નથી. તેથી જ અબ્રહ્મ સેવતી વખતે લાખો પંચેન્દ્રિય જીવોનો વિરાધક પણ દેશવિરતિશ્રાવક “જીવવિરાધક તરીકે ઉલ્લેખ પામતો નથી, જ્યારે અનાભોગથી પણ એક કીડીની પણ વિરાધના કરે તો તેવો ઉલ્લેખ પામે છે. આભોગપૂર્વક કીડીની વિરાધના કરે તો તો તે પોતાના સમાજમાં ઊભો રહેવા યોગ્ય પણ રહેતો નથી. તેથી પોતાના સાક્ષાત્કારનો વિષય બનતાં અને ન બનતાં જીવનાં ઘાત વચ્ચે ઘણો તફાવત હોય છે એ માનવું જોઈએ. નહીંતર તો લાખો જીવોના જિનવચનમાત્રથી થયેલા આભોગ પૂર્વક મૈથુનને જે સેવે છે તે શ્રાવકને એટલા પંચેન્દ્રિયોની હત્યા ન કરનાર શિકારી વગેરે કરતાં પણ વધુ ભયંકર માનવો પડે. (સ્વસાક્ષાત્કારના વિષય-અવિષયભૂત જીવ વિરાધનાનો તફાવત - પૂર્વપક્ષ) સારાંશ, જેમ શ્રાવકને પોતાના સાક્ષાત્કારનો વિષય બની શકનાર કીડી વગેરેની વિરાધના કરતાં આગમ દ્વારા જેનો પોતાને આભોગ છે તેવા પણ લાખો પંચેન્દ્રિય જીવોની મૈથુનસેવનમાં થતી વિરાધના જુદી પડી જાય છે, કારણ કે તે જીવો પોતાના સાક્ષાત્કારનો વિષય બની શકતા નથી. તેમ પોતાના સાક્ષાત્કારનો વિષય બની શકનાર કંથવા વગેરે સ્થૂલત્રસ જીવોની અનાભોગચૂલિકા પણ સંયતથી થયેલી વિરાધના કરતાં પોતાના સાક્ષાત્કારનો વિષય જ ન બની શકનાર જળજીવોની વિરાધના જુદી પડે જ છે. પછી ભલેને આગમ દ્વારા તેનો આભોગ હોય અને તેથી જ કંથવાની ઉત્પત્તિના કારણે સંયમને દુરારાધ્ય કહ્યું છે, જળજીવોની વિરાધનાના કારણે નહિ. હવે જો આગમથી જાણકારી મળી છે એટલા માત્રથી જનજીવોનો પહેલેથી આભોગ છે એવું માની લેવાનું હોય તો, કંથવા વગેરેની વિરાધના વખતે તેનો આભોગ ન હોવા છતાં જો સંયમને દુરારાધ્ય કહ્યું છે તો આભોગ હોવા છતાં જળજીવોની વિરાધનાનો પરિહાર અશક્ય બનતો હોઈ તેના કારણે તો સંયમને અવશ્ય વધુ દુરારાધ્ય કહેવું જ પડે, પણ કહ્યું નથી. તેમજ કીડી વગેરેની જેમ જળજીવોની વિરાધનાથી કંઈ હિંસક તરીકેનો ઉલ્લેખ પણ થતો નથી. આ બન્ને પરથી નક્કી થાય છે કે જનજીવોની વિરાધના આભોગજન્ય (આભોગચૂલિકા) હોતી નથી. (આભોગમૂલક, છતાં આજ્ઞાશુદ્ધ હોવાથી નિર્દોષ) ઉત્તરપક્ષ: પૂર્વે જે કહી ગયા કે “આપ્તવચનથી જેઓનો જીવ તરીકે નિશ્ચય થયો હોય તેઓની વિરાધનામાં તેઓ પોતાને દેખાતા ન હોવા માત્રથી, આભોગપૂર્વકત્વનો અભાવ થઈ જતો નથી.
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy