________________
90
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ साऽप्यवश्यंभाविनी विराधना द्वेधा-अनाभोगमूला अनाभोगपूर्विका, अनाभोगमूला आभोग-पूर्विका चेति । तत्राद्या जीवघाते जाते सत्येव तत्परिज्ञानाद् । द्वितीया तु निम्नप्रदेशादौ पिपीलिकादिकमदृष्ट्वैवोत्पाटिते पादे दृष्ट्वाऽपि पादं प्रत्यादातुमशक्तस्य जीवघातावसरे जीवविषयकाभोगस्य विद्यमानत्वात् । परमनाभोगमूलिकापि स्थूलत्रसजीवविराधना संयतानां तज्जन्यकर्मबन्धाभावेऽपि लोकनिन्द्या भवत्येव, तत्कर्तुहिंसाव्यपदेशहेतुत्वात्, तथाव्यपदेशः स्थूलत्रसजीवसम्बन्धित्वेन निजसाक्षात्कारविषयत्वात् । न चैवं केवलिवचसा निश्चिताऽपि सूक्ष्मत्रसजीवविराधना, तस्याश्छद्मस्थसाक्षात्कारविषयत्वाभावेन हिंसकव्यपदेशहेतुत्वाभावात् । अत एवाब्रह्म
અવશ્યભાવિની હોય છે એમ કહેવું પડે છે. આવું, પણ એટલા માટે છે કે જેની વિરાધનાનો પરિહાર શક્ય છે તેવા જીવની જયણાના પ્રયત્નવાળા સાધુને પણ તે પરિવારના ઉપાયનું પરિજ્ઞાન હોતું નથી. (અને તેથી એ પરિહાર શક્ય ન બનવાથી વિરાધના અવશ્ય થાય છે.)
(અવશ્યભાવિની વિરાધનાના પૂર્વપક્ષકલ્પિત બે પ્રકાર) આ અવશ્યભાવિની વિરાધના બે પ્રકારે હોય છે - અનાભોગમૂલા અનાભોગપૂર્વિકા, અને અનાભોગમૂલા આભોગપૂર્વિકા. જીવઘાત થયા પછી જ જેની “અહીં જીવ હતો' ઇત્યાદિ ખબર પડે છે તે અનાભોગમૂલા અનાભોગપૂર્વિકા કહેવાય છે. (વિરાધનાની જનક પ્રવૃત્તિ કરતાં પહેલાં “અહીં જીવ છે' ઇત્યાદિ ખબર ન હોવાથી તે પ્રવૃત્તિ ચાલુ કરે, તેથી અનાભોગમૂલા કહેવાય. વળી પ્રવૃત્તિ કરતી વખતે પણ જીવની ખબર ન પડે અને પ્રવૃત્તિ પૂર્ણ કરે, જેના પરિણામે વિરાધના થાય તો એ અનાભોગપૂર્વિકા બને.) નિમ્નપ્રદેશાદિમાં કીડી વગેરેને જોઈ ન હોવાથી પગ ઉપાડે (તેથી અનાભોગમૂલા) પણ પછી તરત જ્યાં પોતાનો પગ પડવાનો છે ત્યાં કીડી વગેરે જોવા છતાં પગને પડતો રોકવામાં અસમર્થ હોઈ પગ મૂકે અને વિરાધના થાય તો એ અનાભોગમૂલા-આભોગપૂર્વિકા બને છે, કારણ કે તે વિરાધના વખતે જીવવિષયક આભોગ હાજર હોય છે.
(સૂક્ષ્મત્રસની અને સ્થૂલત્રસની અનાભોગમૂલક વિરાધનાનો તફાવત - પૂર્વપક્ષ)
અનાભોગમૂલક થયેલી સ્કૂલત્રસજીવની વિરાધના સાધુને કર્મબંધ કરાવતી ન હોવા છતાં લોકનિન્દ તો બને જ છે, કારણ કે એ તેને કરનાર સાધુનો લોકમાં હિંસક તરીકે વ્યપદેશ કરાવે છે. તે વિરાધના ‘હિંસક” તરીકેના ઉલ્લેખમાં હેતુ એટલા માટે બને છે કે “સ્કૂલત્રસજીવની આ વિરાધના થઈ રહી છે એવા પોતાના સાધુના) સાક્ષાત્કારનો તે વિષય બને છે. (અર્થાત્ જીવ અને જીવની વિરાધનાને સાક્ષાત્ જાણવા છતાં તે વિરાધના કરી રહ્યો છે માટે “હિંસા કરે છે એવો તેનો લોકમાં ઉલ્લેખ થાય છે.) કેવલીભગવાનના વચનથી પોતાને જેનો નિશ્ચય થઈ ગયો છે તે સૂક્ષ્મત્રસજીવની વિરાધના લોકમાં નિર્ચે બનતી નથી. કારણ કે તે છદ્મસ્થના સાક્ષાત્કારનો વિષય બનતી ન હોવાથી વિરાધકનો હિંસક