________________
૬૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ मात्रेणाभोगपूर्वकत्वाभावे आप्तोक्तवस्त्राद्यन्तरितत्रसादिविराधनायामपि तदापत्तेः, दृष्ट्वा स्थूलत्रसविराधनायामाभोगविशेषाद्विषयविशेषाच्च पातकविशेषस्तु स्याद्, न चैतावताऽन्यत्रानाभोग एव व्यवस्थापयितुं शक्यते । न खलु राजदारगमने महापातकाभिधानादन्यत्र परदारगमने परदारगमनत्वमेव नेति वक्तुं युक्तम् ।
एतेन-आभोगमूलाऽऽभोगपूर्विका च जीवविराधना विनाऽपराधं मिथ्यादृशोऽपि प्रायोऽनार्य
(પોતાને ન દેખાવા માત્રથી અનાભોગજન્યત્વ ન મનાય) ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષીનું આવું કથન તુચ્છ જાણવું. કારણ કે આપ્તવચનથી સચિત્ત તરીકે નિશ્ચિત થયેલ વસ્તુની વિરાધના પોતાને દેખાતી નથી એટલા કારણમાત્રથી જો આભોગપૂર્વકની ન રહેતી હોય (અનાભોગપૂર્વકની બની જતી હોય) તો તો આપ્તપુરુષોએ જમીન પર પાથરેલ ચાદર વગેરે પર ચાલવું નહિ, કેમકે એમાં નીચે રહેલ ત્રસાદિ જીવોની વિરાધના થાય છે.' ઇત્યાદિરૂપે જે વિરાધના કહી છે તે વિરાધના પણ અનાભોગજન્ય બની જવાની આપત્તિ આવશે. કારણ કે સાધુને સાક્ષાત્ તો તે ત્રસાદિ જેવો દેખાતાં જ નથી. અને તો પછી એનાથી વિશેષ પ્રકારે કર્મબંધ પણ થવો ન જોઈએ. કીડી વગેરે ત્રસજીવને જોઈને હણવામાં જેટલો કર્મબંધ થાય છે તેટલો કર્મબંધ ચાદર વગેરે પર ચાલવાથી થતી નહિ દેખાયેલી કીડી વગેરેની વિરાધનામાં થતો નથી. તેથી જણાય છે કે એ વિરાધના અનાભોગજન્ય જ હોય છે. એવું ન કહેવું, કારણ કે જોઈને તે ત્રશૂલ જીવને હણવામાં આવે ત્યારે આભોગ અને હણાઈ રહેલ જીવ એ બને વિશેષ પ્રકારના હોવાના કારણે વિશેષ પ્રકારનો કર્મબંધ થાય છે. પણ એટલા માત્રથી કાંઈ જોયા વગર થતી વસ્ત્રાદિથી ઢંકાયેલ જીવની વિરાધનાને અનાભોગજન્ય કહી શકાતી નથી, અર્થાત્ વિશેષ પ્રકારના આભોગથી થયેલ વિશેષ પ્રકારની વિરાધનામાં જે તીવ્ર કર્મબંધ થાય છે તેવો તીવ્ર કર્મબંધ જેનાથી ન થતો હોય તેવી બધી વિરાધના અનાભોગજન્ય હોય છે, આભોગજન્ય હોતી નથી એવું કહી શકાતું નથી. રાજરાણીને ભોગવવામાં મહાપાપ બંધાય છે એવું શાસ્ત્રકારોએ કહ્યું હોવા માત્રથી કાંઈ રાજરાણી સિવાયની પરસ્ત્રી ભોગવવી (કે જેમાં રાજરાણીને ભોગવવા જેટલું જોરદાર મહાપાપ બંધાતું નથી.) એ પરસ્ત્રીગમન રૂપ જ રહેતું નથી એવું કહેવું યોગ્ય નથી. એ પરસ્ત્રીગમન રૂપ દુરાચાર જ રહે છે. તેમ ઉક્ત વિરાધના પણ આભોગજન્ય જ રહે છે.
(સંયમની દુરારાધ્યતાનું પૂર્વપક્ષપ્રદર્શિત રહસ્ય) પૂર્વપક્ષ હાથ-પગ વગેરેની પ્રવૃત્તિ કરતાં પહેલાં જીવ હોવાનો ખ્યાલ હોય અને તેમ છતાં એ જીવને જાણીને મારવા માટે હાથ-પગ વગેરે હલાવે તો એનાથી જે વિરાધના થાય એ આભોગમૂલક અને આભોગપૂર્વકની વિરાધના કહેવાય છે. સામા જીવના અપરાધ વિના પણ કરાતી આ વિરાધના