________________
૬૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ अतस्तद्विराधनाऽनाभोगजैव' इति वक्तव्यं, स्वच्छस्तोकजलनद्यादिषु पनकादीनामस्माभिरप्युपलभ्यमानत्वेन 'नास्माभिस्ते तत्र दृश्यन्त' इत्यस्यासिद्धत्वात् ।
किञ्च आगमवचनादपि तत्र तदवश्यंभावो निश्चीयते । तदुक्तं प्रज्ञापनातृतीयपदवृत्तौ-'बादरतेजस्कायिकेभ्योऽसङ्ख्येयगुणाः प्रत्येकशरीरबादरवनस्पतिकायिकाः, तेभ्यो बादरनिगोदा असङ्ख्येयगुणाः, तेषामत्यन्तसूक्ष्मावगाहनत्वाद्, जलेषु सर्वत्रापि च भावात् । पनकसेवालादयो हि जलेऽवश्यंभाविनः, ते च बादरानन्तकायिका इति ।' तथा बादरेष्वपि मध्ये सर्वबहवो वनस्पतिकायिकाः, अनंतसंख्याकतया तेषां प्राप्यमाणत्वात् । ततो यत्र ते बहवस्तत्र बहुत्वं जीवानां, यत्र त्वल्पे तत्राल्पत्वम् । वनस्पतयश्च तत्र बहवो यत्र प्रभूता आपः 'जत्थ जलं तत्थ वणं' इति वचनात् तत्रावश्यं पनकसेवालादीनां भावात् । ते च पनकसेवालादयो बादरनामकर्मोदये वर्तमाना अप्यत्यन्तसूक्ष्मावगाहनत्वाद् अतिप्रभूतपिण्डीभावाच्च सर्वत्र सन्तोऽपि न चक्षुषा ग्राह्याः । तथा चोक्तमनुयोगद्वारेषु - ‘ते णं वालग्गा दिट्ठीओगाहणाओ असंखेज्जभागमेत्ता सुहुमपणगजीवस्स
થાય છે' એવું કથન એ દુર્વચન છે. તે લીલ-સેવાલ વગેરે આપણને દેખાતા ન હોવાથી તેઓની વિરાધના અનાભોગજન્ય જ કહેવાય એવું ન કહેવું, કારણ કે થોડા નિર્મળપાણીવાળી નદી વગેરેમાં લીલ વગેરે આપણને દેખાતી હોવાથી તે આપણને ત્યાં દેખાતી ન હોવાથી' ઇત્યાદિ વાત અસિદ્ધ છે. વળી તે લીલ-સેવાલ વગેરે નદીમાં અવશ્ય હોય છે એવું આગમવચનથી પણ જણાય છે. તેથી તેનો આભોગ જ હોય છે) પ્રજ્ઞાપનાના ત્રીજા પદની વૃત્તિમાં કહ્યું છે કે બાદર તેઉકાય કરતાં પ્રત્યેકશરીરી બાદર વનસ્પતિકાય અસંખ્યગુણ છે, તેના કરતાં બાદર નિગોદો (શરીરો) અસંખ્ય ગુણા છે, કારણ કે તેઓની અવગાહના અત્યંત સૂક્ષ્મ હોય છે તેમજ પાણીમાં સર્વત્ર તેઓ હોય છે. લીલ-સેવાલાદિ જળમાં અવશ્ય હોય છે અને તે બાદર અનંતકાયિક હોય છે. તેમજ બાદર જીવોમાં પણ વનસ્પતિકાયના જીવો સૌથી વધુ હોય છે, કારણ કે તેઓ અનંત સંખ્યામાં મળે છે. તેથી નક્કી થાય છે કે જયાં વનસ્પતિકાયના જીવો ઘણા હોય ત્યાં જીવોની સંખ્યા ઘણી હોય છે અને જ્યાં તેઓ ઓછા હોય છે ત્યાં જીવોની સંખ્યા ઓછી હોય છે. અને વનસ્પતિકાય જીવો તો ત્યાં જ ઘણા હોય છે જ્યાં પુષ્કળ પાણી હોય. કેમ તે જ્યાં જળ હોય ત્યાં વનસ્પતિ એવા વચનથી જણાય છે કે પાણીમાં લીલ-સેવાલ વગેરે અવશ્ય હોય છે. વળી આ લીલ-સેવાલ વગેરે બાદર નામકર્મના ઉદયવાળા હોવા છતાં અત્યંત ઝીણી અવગાહનાવાળા હોઈ તેમજ ઘણા બધા એક સાથે પિંડીભૂત થયા હોઈ નદીના પાણી વગેરેમાં સર્વત્ર રહ્યા હોવા છતાં આંખથી દેખાતા નથી. અનુયોગદ્વારમાં કહ્યું છે કે “તે વાલાઝો દૃષ્ટિનો વિષય બની શકનાર અવગાહના કરતાં અસંખ્યાતમા ભાગ માત્ર પ્રમાણ હોય છે તેમજ સૂક્ષ્મપનક જીવના શરીરની અવગાહના કરતાં અસંખ્ય
- - - - - - - - - - - - - - - ૨. ચત્ર નતે તત્ર વનમ્ | २. तानि च वालाग्राणि दृष्ट्यवगाहनातोऽसंख्येयभागमात्राणि सूक्ष्मपनकजीवस्य ।
-
-
-
-
-
-
-
-
-
-
-