________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-પ૩ वज्जंतो अ अणिटुं जलजीवविराहणं तहिं सक्खं । जलजीवाणाभोगं जंपतो किं ण लज्जेसि ।।५३।।
वर्जय॑श्चानिष्टां जलजीवविराधनां तत्र साक्षात् ।
जलजीवानाभोगं जल्पन् किं न लज्जसे ।।५३।।। वज्जंतो यत्ति । तत्र नद्युत्तारे जलजीवविराधनामनिष्टां साक्षाद्वर्जयन् साक्षाद्वर्जनीयामभ्युपगच्छंश्च, जलजीवानाभोगं जल्पन किं न लज्जसे? अयं भावः - नद्युत्तारे बहुजलप्रदेशपरित्यागेनाल्पजलप्रदेशप्रवेशरूपा यतना तावत्त्वयापि स्वीक्रियते, सा च जलजीवानाभोगाभ्युपगमे दुर्घटा, ‘स्वल्पजलं सचित्तं भविष्यति, बहुजलं चाऽचित्तं' इति विपरीतप्रवृत्तिहेतुशङ्कापिशाचीप्रचारस्यापि दुर्वारत्वाद् । 'भगवदुक्तयतनाक्रमप्रामाण्यानेयं शङ्का' इति चेत् ? तर्हि यतनाया अपि बहुतरासत्प्रवृत्तिनिवृत्तिरूपाया विवेकेन परिज्ञानं न्यूनाधिकजलजीवविराधनाभोगाधीनं, इति व्यवहारसचित्ततया जलजीवाभोगाभ्युपगमावश्यकत्वात् तव वदतो व्याघात एव महात्रपाकारणमिति ।
(જળજીવોનો અનાભોગ માનવામાં જયણાપાલન અસંગત - ઉત્તરપક્ષ) ગાથાર્થ તે નદી ઉતરવી વગેરેમાં અનિષ્ટ એવી પાણીના જીવોની વિરાધનાનો સાક્ષાત્ પરિહાર કરતા તમે પાણીના જીવોનો અનાભોગ હોય છે એવું બોલતાં લજ્જા કેમ પામતા નથી?
તે નદી ઊતરવા વગેરેમાં પાણીના જીવોની અનિષ્ટ વિરાધનાને વર્જતા અને વર્જનીય માનતા તમે પાણીના જીવોનો અનાભોગ છે' એવું બોલતા શરમાતા કેમ નથી? કહેવાનો આશય એ છે કે નદી ઉતરતી વખતે “જે ભાગમાં ઘણું પાણી હોય તેનો પરિહાર કરી થોડા પાણીવાળા ભાગમાંથી જવું” ઇત્યાદિરૂપ જયણા પાળવી જોઈએ એ તો તમે પણ સ્વીકારો જ છો. પાણીના જીવોનો અનાભોગ હોય તો તો આ જયણા અસંગત જ બને. કારણ કે “અલ્પપાણીવાળા ભાગનું પાણી અચિત્ત છે (કે અલ્પ જીવંત જીવોવાળું છે) અને ઘણાપાણીવાળા ભાગનું પાણી સચિત્ત છે (કે ઘણા જીવંત જીવોવાળું છે) એવી જાણકારીના અભાવમાં અલ્પપાણીવાળા ભાગનો પરિહાર કરાવી બહુપાણીવાળા ભાગમાંથી ગમન કરાવનાર “બહુપાણીવાળા ભાગનું પાણી અચિત્ત હશે (કે જીવંત અલ્પજીવોવાળું હશે) અને અલ્પપાણીવાળા ભાગનું પાણી સચિત્ત હશે (કે જીવંત ઘણા જીવોવાળું હશે) એવી શંકારૂપ ડાકણને આવતી અટકાવી શકાતી નથી.
શંકા : બહુપાણીવાળા ભાગના પરિવાર વગેરે રૂપ જે જયણા પળાય છે તે “બહુપાણીવાળા ભાગમાં પાણી સચિત્ત છે' એવા આભોગથી પળાતી નથી, કિન્તુ ભગવાને જયણાનો તેવો જે ક્રમ દેખાડ્યો છે તેને પ્રમાણ માનીને પળાય છે. તેથી અલ્પજળવાળા ભાગનો પરિહાર કરાવનાર ઉક્ત શંકા સંભવતી નથી.