________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર
<0
૬૭
र्सरीरोगाहणाओ असंखेज्जगुणा' इति । ततो यत्रापि नैते दृश्यन्ते तत्रापि ते सन्तीति प्रतिपत्तव्याः । आह च मूलटीकाकारः ‘इह 'सर्वबहवो वनस्पतयः' इति कृत्वा यत्र ते सन्ति तत्र बहुत्वं जीवानां तेषां च बहुत्वं ‘जंत्थ आउकाओ तत्य णियमा वणस्सइकाइआ ' इति पणगसेवालहढाई बायरा वि होंति, आणागेज्झा, ण चक्खुणा त्ति ।'
सुहुमा
किञ्च नद्युत्तरादौ मण्डुकादित्रसविराधना 'तसा य पच्चक्खया चेव 'त्ति वचनादवश्यं जायमानाऽऽभोगपूर्विकैव इति । एवं च सति - ' जीवोऽयमिति साक्षात्कृत्वा यो जीवघातं करोति तस्य विरतिपरिणामो दूरे, निश्चयतः सम्यक्त्वमपि न स्यात्, अनुकंपाया अभावेन सम्यक्त्वलक्षणाभावाद् - इत्यादि परोक्तं यत्किञ्चिदेव, आप्तवचनाज्जीवत्वेन निश्चितस्य विराधनायाः स्वादर्शन
ગુણ હોય છે.” આનાથી ફલિત થાય છે કે સૂક્ષ્મપનક જીવો અત્યંત ઝીણા હોય છે. તેથી જ્યાં તેઓ દેખાતા ન હોય તે પાણી વગેરેમાં પણ તેઓની હાજરી માનવી જોઈએ. મૂલ ટીકાકારે કહ્યું છે કે “વનસ્પતિ જીવો સૌથી વધુ હોય છે એ નિયમના કારણે જણાય છે કે તેઓ જ્યાં હોય ત્યાં જીવો ઘણા હોય છે. વળી ‘જ્યાં અપ્લાય હોય ત્યાં અવશ્ય વનસ્પતિકાય હોય’ તેના પરથી વનસ્પતિ જીવો ક્યાં વધુ હોય (તે જણાય છે.) વળી પનક-સેવાલ હઢ વગેરે બાદર પણ હોય છે, સૂક્ષ્મ પણ. એમાંથી સૂક્ષ્મની હાજરી આજ્ઞા (જિનવચન)થી જ જાણી શકાય છે. આંખથી નહિ.”
વળી ‘અને ત્રસ પ્રત્યક્ષ જ હોય છે' ઇત્યાદિ વચનથી જણાય છે કે નદી ઉતરવામાં દેડકા વગેરે ત્રસની અવશ્ય થનાર વિરાધના પણ આભોગપૂર્વક જ હોય છે. આમ ‘નદી વગેરે ઉતરવામાં આવી આવી વિરાધનાઓ આભોગપૂર્વક હોય છે' એવું નક્કી થાય છે ત્યારે પૂર્વપક્ષીનું નીચેનું કથન તુચ્છ જાણવું.
(છતે આભોગે થતી વિરાધનામાં સમ્યક્ત્વ પણ ન ટકે - પૂર્વપક્ષ)
પૂર્વપક્ષ : ‘આ જીવ છે’ એવું સાક્ષાત્ જાણીને તેનો જે જીવઘાત કરે છે તેનામાં વિરતિપરિણામ તો દૂર રહ્યો પણ નિશ્ચયથી સમ્યક્ત્વ પણ ટકતું નથી, કારણ કે જીવની અનુકંપા ન હોઈ સમ્યક્ત્વના લક્ષણનો જ અભાવ હોય છે. તેથી નદી ઉતરવી વગેરેમાં સાધુપણું જળવાય રહે તે માટે વિરાધનાને અનાભોગજન્ય જ માનવી પડે છે. અને એ માટે ‘પાણીમાં જીવો સાક્ષાત્ દેખાતા નથી (પછી આગમથી ભલે નિશ્ચય થયો હોય) એના કારણે જ સાધુઓને તે જીવોનો અને (તેથી) વિરાધનાનો અનાભોગ હોય છે.’ એવું પણ માનવું જોઈએ.
१. शरीरावगाहनातोऽसंख्येयगुणानि ॥
२. यत्राप्कायस्तत्र तत्र नियमाद् वनस्पतिकायिका इति । पनकसेवालहढादयो बादरा अपि भवन्ति, सूक्ष्मा आज्ञाग्राह्या न चक्षुषेति ।