________________
૬૫
કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર
किञ्च-नद्यादिजलजीवानां निश्चयतश्छद्मस्थानां सचित्तत्वापरिज्ञानेऽपि तत्र स्थितपनकसेवालाતીનાં નિયતો સચિત્તત્વ પરિસાય વ ા તકુમોનિવૃe (રૂ૬૩) (જિનિ. ૪૪) - 'सव्वो वऽणंतकाओ सच्चित्तो होइ णिच्छयणयस्स । ववहारओ अ सेसो मीसो पम्हाणरोट्टाइ ।'
एतद्वृत्तिर्यथा-सर्व एवानन्तवनस्पतिकायो निश्चयनयेन सचित्तः, शेषः परीतवनस्पतिर्व्यवहारनयमतेन सचित्तो मिश्रश्च प्रम्लानानि यानि फलानि कुसुमानि पर्णानि च, 'रोट्टो लोट्टो तंदुलाः कुट्टिताः तत्थ तंदुलमुहाइं अच्छंति, तेण कारणेन सो मीसो भन्नइ' त्ति ।
ते च पनकशेवालादयो जलेऽवश्यंभाविनः, इति तद्विषयविराधना निश्चयतोऽप्याभोगेन सिद्धा, इति 'तत्रानाभोगेनैव जीवविराधना' इति दुर्वचनम् । न च ते तत्रास्माभिः प्रत्यक्षतो न दृश्यन्ते,
(વ્યવહારસચિત્તરૂપે આભોગ હોવો આવશ્યક) સમાધાનઃ આવું કહેવું યોગ્ય નથી. મોટી વિરાધના કરનારી પ્રવૃત્તિથી બચવું એ જયણા છે. અહીં થોડા જીવો છે.” “અહીં ઘણા જીવો છે' ઇત્યાદિ આભોગ હોય તો જ આ જયણાનું વિવેકપૂર્વક પરિજ્ઞાન થઈ શકે છે. તેથી જયણાના પાલન માટે છદ્મસ્થ સાધુમાં પણ તેવો આભોગ તો માનવો જ પડશે. નિશ્ચયથી તેવો આભોગ શક્ય ન હોઈ વ્યવહારથી જ તેવો આભોગ માનવો પડે છે. અર્થાત શ્રતમાં જેવા પાણીને સચિત્ત-અચિત્ત કે મિશ્રરૂપે કહ્યા હોય તેવા પાણીને વ્યવહારથી તેવા સચિત્તાદિ રૂપે જાણીને જ તે જયણાદિ પળાય છે. આમ જળના જીવોનો વ્યવહારસચિત્તરૂપે આભોગ હોવો આવશ્યક હોવાથી “નદી ઉત્તાર વગેરેમાં અનાભોગજન્યઅશક્યપરિહારરૂપે જીવવિરાધના થાય છે' ઇત્યાદિ બોલવામાં થતો “વદતો વ્યાઘાત' (બોલતી વખતે જ એ વાત અપ્રમાણ સિદ્ધ થઈ જવા રૂપ) દોષ જ તમારે ઘણો શરમજનક બને છે. વળી નદી વગેરેમાં રહેલ પાણીના જીવોમાં છદ્મસ્થોને નિશ્ચયથી સચિત્તપણાનું જ્ઞાન ન હોવા છતાં તેમાં રહેલ લીલ-સેવાલ વગેરેના તો નિશ્ચયથી સચિત્તપણાનું જ્ઞાન હોય જ છે. ઓઘનિર્યુક્તિ (૩૬૩ તથા પિંડનિયુક્તિ ૪૪)માં અને તેની વૃત્તિમાં કહ્યું છે કે “બધો અનંતકાય નિશ્ચયનયના અભિપ્રાય સચિત્ત હોય છે. શેષ=પ્રત્યેક વનસ્પતિકાય વ્યવહારનયમતે સચિત્ત હોય છે અને કરમાયેલા ફળ, ફૂલ તેમજ પાંદડા મિશ્ર હોય છે. તેમજ રોટ્ટ = લોટ, ખાંડેલા ચોખા વગેરે મિશ્ર હોય છે. તેમાં તંદુલમુખ રહી જાય છે, માટે એ મિશ્ર કહેવાય છે.”
(પનક-સેવાલાદિનો નિશ્ચયથી પણ આભોગ). તે લીલ-સેવાલ વગેરે તો પાણીમાં અવશ્ય હોય છે. તેથી તેઓની વિરાધના તો નિશ્ચયથી આભોગપૂર્વક થાય છે એ વાત સિદ્ધ થાય છે. માટે “નદી ઉતરવા વગેરેમાં અનાભોગથી જ જીવવિરાધના
१. सर्व एवानन्तकायः सचित्तो भवति निश्चयनयस्य। व्यवहारतश्च शेषो मिश्रः प्रम्लानरोट्टादिः ।.