SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર किञ्च-नद्यादिजलजीवानां निश्चयतश्छद्मस्थानां सचित्तत्वापरिज्ञानेऽपि तत्र स्थितपनकसेवालाતીનાં નિયતો સચિત્તત્વ પરિસાય વ ા તકુમોનિવૃe (રૂ૬૩) (જિનિ. ૪૪) - 'सव्वो वऽणंतकाओ सच्चित्तो होइ णिच्छयणयस्स । ववहारओ अ सेसो मीसो पम्हाणरोट्टाइ ।' एतद्वृत्तिर्यथा-सर्व एवानन्तवनस्पतिकायो निश्चयनयेन सचित्तः, शेषः परीतवनस्पतिर्व्यवहारनयमतेन सचित्तो मिश्रश्च प्रम्लानानि यानि फलानि कुसुमानि पर्णानि च, 'रोट्टो लोट्टो तंदुलाः कुट्टिताः तत्थ तंदुलमुहाइं अच्छंति, तेण कारणेन सो मीसो भन्नइ' त्ति । ते च पनकशेवालादयो जलेऽवश्यंभाविनः, इति तद्विषयविराधना निश्चयतोऽप्याभोगेन सिद्धा, इति 'तत्रानाभोगेनैव जीवविराधना' इति दुर्वचनम् । न च ते तत्रास्माभिः प्रत्यक्षतो न दृश्यन्ते, (વ્યવહારસચિત્તરૂપે આભોગ હોવો આવશ્યક) સમાધાનઃ આવું કહેવું યોગ્ય નથી. મોટી વિરાધના કરનારી પ્રવૃત્તિથી બચવું એ જયણા છે. અહીં થોડા જીવો છે.” “અહીં ઘણા જીવો છે' ઇત્યાદિ આભોગ હોય તો જ આ જયણાનું વિવેકપૂર્વક પરિજ્ઞાન થઈ શકે છે. તેથી જયણાના પાલન માટે છદ્મસ્થ સાધુમાં પણ તેવો આભોગ તો માનવો જ પડશે. નિશ્ચયથી તેવો આભોગ શક્ય ન હોઈ વ્યવહારથી જ તેવો આભોગ માનવો પડે છે. અર્થાત શ્રતમાં જેવા પાણીને સચિત્ત-અચિત્ત કે મિશ્રરૂપે કહ્યા હોય તેવા પાણીને વ્યવહારથી તેવા સચિત્તાદિ રૂપે જાણીને જ તે જયણાદિ પળાય છે. આમ જળના જીવોનો વ્યવહારસચિત્તરૂપે આભોગ હોવો આવશ્યક હોવાથી “નદી ઉત્તાર વગેરેમાં અનાભોગજન્યઅશક્યપરિહારરૂપે જીવવિરાધના થાય છે' ઇત્યાદિ બોલવામાં થતો “વદતો વ્યાઘાત' (બોલતી વખતે જ એ વાત અપ્રમાણ સિદ્ધ થઈ જવા રૂપ) દોષ જ તમારે ઘણો શરમજનક બને છે. વળી નદી વગેરેમાં રહેલ પાણીના જીવોમાં છદ્મસ્થોને નિશ્ચયથી સચિત્તપણાનું જ્ઞાન ન હોવા છતાં તેમાં રહેલ લીલ-સેવાલ વગેરેના તો નિશ્ચયથી સચિત્તપણાનું જ્ઞાન હોય જ છે. ઓઘનિર્યુક્તિ (૩૬૩ તથા પિંડનિયુક્તિ ૪૪)માં અને તેની વૃત્તિમાં કહ્યું છે કે “બધો અનંતકાય નિશ્ચયનયના અભિપ્રાય સચિત્ત હોય છે. શેષ=પ્રત્યેક વનસ્પતિકાય વ્યવહારનયમતે સચિત્ત હોય છે અને કરમાયેલા ફળ, ફૂલ તેમજ પાંદડા મિશ્ર હોય છે. તેમજ રોટ્ટ = લોટ, ખાંડેલા ચોખા વગેરે મિશ્ર હોય છે. તેમાં તંદુલમુખ રહી જાય છે, માટે એ મિશ્ર કહેવાય છે.” (પનક-સેવાલાદિનો નિશ્ચયથી પણ આભોગ). તે લીલ-સેવાલ વગેરે તો પાણીમાં અવશ્ય હોય છે. તેથી તેઓની વિરાધના તો નિશ્ચયથી આભોગપૂર્વક થાય છે એ વાત સિદ્ધ થાય છે. માટે “નદી ઉતરવા વગેરેમાં અનાભોગથી જ જીવવિરાધના १. सर्व एवानन्तकायः सचित्तो भवति निश्चयनयस्य। व्यवहारतश्च शेषो मिश्रः प्रम्लानरोट्टादिः ।.
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy