________________
૬૩
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર
नन्वेतदसिद्धम्, न हि जलजीवानामप्रत्यक्षत्वेन तद्विराधनायाः प्रत्यक्षत्वं संभवति, प्रतियोगिनोऽप्रत्यक्षत्वे तदनुयोगिनोऽप्यप्रत्यक्षत्वात् । न च जलस्य प्रत्यक्षत्वेन तज्जीवानामपि प्रत्यक्षत्वमिति वाच्यं, 'इदं जलं' इति ज्ञानमात्रेण 'इदं जलं सचित्तं' इति विवेकेन परिज्ञानोदयप्रसक्तेः । तस्मात् 'दुविहा पुढविकाइआ पत्नत्ता तं जहा - परिणया चेव अपरिणया चेव, जाव वणप्फइकाइअ' त्ति (श्रीस्थानाङ्ग सू. ७३) 'तत्र परिणताः स्वकायपरकायशस्त्रादिना परिणामान्तरमापादिता अचित्तीभूता इत्यर्थः ।' इत्यादिप्रवचनवचनेन नद्यादिजले सचित्ताचित्तयोरन्यतरत्वेन परिज्ञाने सत्यपि 'इदं जलं सचित्तं, इदं वाऽचित्तं' इति व्यक्त्या विवेकमधिकृत्य परिज्ञानाभावेन छद्मस्थसंयतानामनाभोग एव, तेन सिद्धा नद्युत्तारादौ जलजीवविराधनाऽनाभोगजन्याऽशक्यपरिहारेण इत्याशङ्कायामाह -
જીવોની વિરાધના તેઓને પ્રત્યક્ષ જ હોય છે. અર્થાત્ અવશ્યભાવી એવી પણ હિંસા આભોગપૂર્વકની હોવામાત્રના કારણે જો કેવલીને દોષરૂપ જ બનતી હોય તો તો સાધુઓની નદી ઉતરવી વગેરે ક્રિયામાં થતી વિરાધના પણ આભોગ પૂર્વક હોઈ દોષ રૂપ બની જાય, અને તેથી નદીઉત્તાર વગેરે અકર્તવ્ય બની જાય. પરા.
(જળ જીવોનો અનાભોગ હોઈ તેની વિરાધના પણ અનાભોગજન્યાઃ પૂર્વપક્ષ) પૂર્વપક્ષઃ તમારી વાત અસિદ્ધ છે, કારણ કે એ વિરાધના આભોગપૂર્વક જ હોતી નથી. પાણીના જીવો અપ્રત્યક્ષ હોઈ તેઓની વિરાધના પ્રત્યક્ષ હોવી સંભવતી નથી, કેમ કે પ્રતિયોગી (જીવ) અપ્રત્યક્ષ હોય તો તેના અભાવરૂપ અનુયોગી (વિરાધના) પણ અપ્રત્યક્ષ જ રહે છે. પાણી પ્રત્યક્ષ હોઈ તેના જીવો પણ પ્રત્યક્ષ જ હોય છે. એવું ન કહેવું, કારણ કે તો તો પછી “આ પાણી છે એવા પ્રત્યક્ષજ્ઞાનમાત્રથી જ “આ પાણી સચિત્ત છે' એવા વિવેકયુક્ત જ્ઞાન થઈ જવાની આપત્તિ આવે. તેથી શ્રીસ્થાનાંગસૂત્ર (૭૩)ના, “પૃથ્વીકાયજીવો બે પ્રકારે કહ્યા છે, પરિણત અને અપરિણત-એમ વનસ્પતિકાય જીવો સુધી જાણવું.” એવાં વચનથી તેમજ તેની વૃત્તિના ‘તેમાં પરિણત એટલે સ્વકાયશસ્ત્ર પરકાયશસ્ત્ર વગેરેથી પરિણામ પમાડાયેલા અર્થાત્ અચિત્ત થઈ ગયેલા વગેરે વચનથી નદી વગેરેના પાણીમાં સચિત્તતા કે અચિત્તતામાંથી એકનો સામાન્યથી નિશ્ચય થવા છતાં સામે ઉપસ્થિત થયેલ પાણીને આશ્રીને વ્યક્તિગત રીતે “આ પાણી સચિત્ત છે” અથવા “આ પાણી અચિત્ત છે' એવા પાણીના બિંદુ બિંદુ અંગેના વિવેકની અપેક્ષાએ પરિજ્ઞાન ન હોવાના કારણે છદ્મસ્થ સાધુઓને વિરાધનાનું પણ પ્રત્યક્ષ હોતું નથી. તેથી એ વિરાધનામાં છદ્મસ્થ સાધુઓનો અનાભોગ જ હોય છે. તેથી સિદ્ધ થાય છે કે નદી ઉતરવી વગેરેમાં થતી પાણીના જીવોની વિરાધના અનાભોગજન્ય અશક્યપરિહાર રૂપે જ હોય છે. (પૂર્વપક્ષની આવી શંકા અંગે ગ્રન્થકાર કહે છે )
१. द्विविधाः पृथ्वीकायिकाः प्रज्ञप्ताः, तद्यथा-परिणताश्चैव अपरिणताश्चैव यावद् वनस्पतिकायिका इति ।