________________
૬૧
કેવલીમાં દ્રવ્યહિંસાઃ અવશ્યભાવી હિસાજનિત ઘાતકત્વવ્યવહારનિષેધ नाप्रमत्तस्येति भगवतस्तया तदापादनमयुक्तमेवेति दिक् ।।५१।।
अथावश्यंभाविन्यां जीवविराधनायामाभोगवतो भगवतो यद् घातकत्वमापाद्यते तत्किं लोकोत्तरव्यवहाराद्, उत लौकिकव्यवहाराद् उताहो स्वमतिविकल्पितव्यवहाराद् ? नाद्यः, लोकोत्तरघातकत्वव्यवहारे आभोगेन जीवविराधनामात्रस्यातन्त्रत्वाद्, आभोगेनापि जायमानायां तस्यामपवादपदप्रतिषेविणोऽघातकत्वस्य, अनाभोगेनापि जायमानायां तस्यां प्रमादिनो घातकत्वस्य च तद्व्यवहारेणेष्टत्वाद् । नापि द्वितीयः, यतो लोका अपि नाभोगेन जीवघातमात्रादेव घातकत्वं व्यवहरन्ति, कूपनष्टायां गवि तत्कर्तुर्गोवधकर्तृत्वप्रसङ्गाद्, गोराभोगस्यापि तदा स्फुटत्वाद्, आभोगजन्यत्वस्य च हिंसायामसिद्धत्वात् । हिंसायां हि जिघांसा हेतुराभोगस्त्वन्यथासिद्ध इति, एतद्दोषवारणार्थं 'मरणोद्देश्यकमरणानुकूलव्यापारवत्त्वं' हिंसा वक्तव्या, तथाऽपि काशीमरणोद्देश
ક્રિયાનો અભાવ જ હોય છે. તેથી અક્રિય એવા અપ્રમત્તમાં કાયિકીક્રિયા ન હોવાથી દ્રવ્યહિંસા થવા છતાં આરંભકત્વ કે પ્રાણાતિપાતકત્વ આવતું નથી, તેથી કેવલી ભગવાનમાં પણ તે બે આવતા નથી. માટે “કેવલી ભગવાનને જો દ્રવ્યહિંસા હોય તો તેઓ આરંભક અને પ્રાણાતિપાતક બની જશે એવી આપત્તિ આપવી અયોગ્ય જ છે. //પ૧
(અવસ્થંભાવી હિંસાના કારણે કહેવાતું ઘાતકત્વ કયા વ્યવહારથી?) અવશ્યભાવી જીવવિરાધનાના કારણે, આભોગયુક્ત ભગવાનને તમે જે “ઘાતક બની જવાની આપત્તિ આપો છો તે શું (૧) લોકોત્તર વ્યવહારથી આપો છો કે (૨) લૌકિક વ્યવહારથી આપો છો કે (૩) સ્વમતિકલ્પિત વ્યવહારથી? (૧) લોકોત્તર વ્યવહારથી આપી શકાતી નથી, કારણ કે આભોગપૂર્વક જે જીવવિરાધના થાય છે, માત્ર તે જ ઘાતકપણાના લોકોત્તર વ્યવહારમાં નિયામક છે એવું નથી. તે પણ એટલા માટે કે આભોગપૂર્વક પણ જીવહિંસા કરનાર અપવાદપ્રતિસેવકને લોકોત્તર વ્યવહારમાં અઘાતક કહ્યા છે જ્યારે અનાભોગથી પણ જીવહિંસા કરનાર પ્રમાદીને ઘાતક કહ્યા છે. (૨) ઘાતક બની જવાની તે આપત્તિ લૌકિક વ્યવહારથી પણ આપી શકાતી નથી, કારણ કે લોકો પણ આભોગપૂર્વક જીવઘાત થવા માત્રથી તે કરનારને “ઘાતક” કહેતા નથી, કેમકે તો તો પછી કોઈ કૂવામાં પડીને ગાય મરી જાય તો કૂવો ખોદાવનારને ગોવધનું પાપ લાગી જાય, કારણ કે “આમાં પડીને ગાય મરી શકે છે' એવો આભોગ તો એ ખોદાવનારને સ્પષ્ટ રીતે હોય જ છે. વળી હિંસામાં આભોગજન્યત્વ અસિદ્ધ પણ છે, કારણ કે લૌકિક દર્શનો પણ કહે છે કે “હિંસા પ્રત્યે જિઘાંસા (હણવાની ઈચ્છા) એ હેતુ છે, આભોગ અન્યથાસિદ્ધ છે.”
આભોગને અન્યથાસિદ્ધ માનનાર લૌકિક શાસ્ત્રોએ હિંસાની પહેલા આવી વ્યાખ્યા બાંધી કે મરણને અનુકૂલ વ્યાપાર (પ્રવૃત્તિ) કરવો એ હિંસા છે.” કૂવો ખોદ્યો તો તેમાં પડીને ગાય મરી. માટે