________________
૬૦.
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧ त्यैव कथमुपपादितम् ? इति चेत् ? स्पष्टत्वार्थम् । बादरसंपरायं यावत् प्रद्वेषान्वयेन त्रिक्रियत्वाभ्युपगमेऽपि सूक्ष्मसंपरायस्याऽक्रियत्वस्थानस्य परिशिष्टत्वेनैतदुपपादनार्थमेतत्प्रकारस्यावश्याश्रयणीयत्वात् ।
प्रद्वेषाभावेन तत्र कायिक्यधिकरणिकीक्रियाभ्युपगमे च कायिक्यादिक्रियात्रयस्य परस्परं नियमानुपपत्तिरिति 'कायिकीक्रिया द्विविधा-अनुपरतकायिकीक्रिया दुष्प्रयुक्तकायिकी क्रिया चेति सिद्धान्तेऽभिधानात् 'कायिकीक्रियाऽऽरंभिक्या समनियता, प्राणातिपातिकी च प्राणातिपातव्यापारफलोपहितत्वात् तद्व्याप्यैवेति प्रतिपत्तव्यं, तत आरंभकत्वं प्राणातिपातकत्वं च सत्यामपि द्रव्यहिंसायां प्रमत्तस्यैव
જાણવું. તેમાં પ્રશ્ન ઊભો થશે કે “અપ્રમત્ત અવસ્થામાં પણ જો અક્રિયત્વ હોય છે તો તેને છોડીને ઠેઠ વીતરાગ અવસ્થા સુધી જવાની શી જરૂર ?'
સમાધાન અક્રિયત્વની વધુ સ્પષ્ટતા થાય એ અભિપ્રાયથી વૃત્તિકારે વીતરાગ અવસ્થાને આશ્રીને એ સંગતિ કરી છે. “અપ્રમત્ત વગેરે અવસ્થામાં અક્રિયત્વ હોતું નથી.' એવા અભિપ્રાયથી નહિ. બાકી પ્રદ્વેષ અન્વયમાત્રના કારણે બાદરસપરાય (નવમા ગુણઠાણા) સુધી ત્રણે ક્રિયાઓ માનવામાં આવે તો પણ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકવર્તી જીવ તો અક્રિય તરીકે મળે છે. (આમાં કારણ એવું લાગે છે કે ૧૦ મે ગુણઠાણે માત્ર સૂક્ષ્મલોભ બાકી રહ્યો હોય છે જે રાગરૂપ છે, પ્રક્રેષરૂપ નહિ. અથવા ત્યાં કષાય સૂક્ષ્મ છે જે પ્રસ્તુતમાં ઉપયોગી પ્રષિ રૂપ નથી. તેથી પ્રષની ચાલી આવતી પરંપરાનો વિચ્છેદ થઈ જાય છે.) માટે, પ્રશ્ન તો ઊભો થાય જ છે કે “અક્રિયત્વની સંગતિ એની અપેક્ષાએ ન કરતા વીતરાગ અવસ્થાની અપેક્ષાએ કેમ કરી?' તેથી “સ્પષ્ટતા માટે કરી' એવો તેનો જવાબ જો વિચારવો જ પડે છે તો “સ્પષ્ટતા માટે જ અપ્રમત્તને છોડીને વીતરાગઅવસ્થાની અપેક્ષાએ અક્રિયત્વની સંગતિ કરી છે, “અપ્રમત્ત અક્રિય નથી' તેવા કારણે નહિ,” એ વાત અવશ્ય સ્વીકારવી જોઈએ.
| (કાયિકી આરંભિકી સમનિયત અને પ્રાણાતિપાતિકીની વ્યાપક) વળી પ્રાણાતિપાતજનક પ્રàષ ન હોવા છતાં (એટલે કે પ્રાષિકી ક્રિયા ન હોવા છતાં) અપ્રમત્તમાં કાયિક-અધિકરણિકક્રિયા માનવામાં તો કાયિકી વગેરે ત્રણ ક્રિયાઓનો પરસ્પર જે નિયમ છે તે અસંગત બની જાય. તેથી “કાયિકી ક્રિયા બે પ્રકારે હોય છે : અનુપરતકાયિકીક્રિયા અને દુષ્પયુક્તકાયિકી ક્રિયા.” આવું સિદ્ધાન્તમાં કહ્યું હોવાથી જણાય છે કે કાયિકક્રિયા આરંભિકીક્રિયાને સમનિયત હોય છે. (અર્થાત્ કાયિકી હોય તો આરંભિકી હોય જ અને આરંભિકી હોય તો કાયિકી પણ હોય જ) જયારે પ્રાણાતિપાતિકી વ્યાપારનો ફળોપધાયક હેતુ બનનાર પ્રવૃત્તિ જ પ્રાણાતિપાતિકીક્રિયા બનતી હોવાથી તે તો કાયિકીક્રિયાને વ્યાપ્ય જ હોય છે. (કારણ કે બધી કાયિકક્રિયાથી કાંઈ પ્રાણાતિપાત થતો નથી) તેથી એ પણ ફલિત થાય છે કે કાયિકક્રિયાના અભાવમાં તો આરંભકક્રિયા અને પ્રાણાતિપાતિકી