________________
૫૯
दर्शनपरमेतत् सूत्रं, न तु तद्बन्धे क्रियाविभागनियमप्रदर्शनपरं' इत्येषा गतिरिति गृहाण । तदुक्तं તત્કૃત્તો -
કેવલીમાં દ્રવ્યહિંસા : કાયિક્યાદિ ક્રિયાવિચાર
–
'इह प्रागुक्तं - जीवः प्राणातिपातेन सप्तविधमष्टविधं वा कर्म बध्नाति स तु तमेव प्राणातिपातं ज्ञानावरकर्मन् कतिभिः क्रियाभिः समापयतीति प्रतिपाद्यते । अपि च कार्येण ज्ञानावरणीयाख्येन कर्मणा कारणस्य प्राणातिपाताख्यस्य निवृत्तिभेद उपदर्श्यते, तद्भेदाच्च बन्धविशेषोऽपीति । उक्तं च
-
तिसृभिश्चतसृभिरथ पञ्चभिश्च क्रियाभिः हिंसा समाप्यते क्रमशः । बन्धोऽस्य विशिष्टः स्याद् योगप्रद्वेषसाम्यं चेद् ।। इति । तमेव प्राणातिपातस्य निवृत्तिभेदं दर्शयति - सिय तिकिरिए इत्यादीति' ।
अथैवमप्रमत्तस्यैवाक्रियत्वस्वामिनः सुलभत्वाद् भगवतीवृत्ती अक्रियत्वं वीतरागावस्थामाश्रि
એવા જ્ઞાનાવરણીયકર્મબંધની હાજરીમાં પ્રાણાતિપાતનો અંત કેટલી ક્રિયાઓથી થાય તે, અથવા સ્વકાર્યભૂત જ્ઞાનાવરણકર્મબંધની સાથે કારણભૂત પ્રાણાતિપાત કેટલી ક્રિયાઓથી નિવૃત્ત થાય (બંધ પડે) તે દેખાડવાનો અભિપ્રાય છે. તે સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે
“અહીં પહેલાં કહી ગયા કે જીવ પ્રાણાતિપાતથી સાત કે આઠ કર્મ બાંધે છે. જ્ઞાનાવરણીયાદિકર્મને બાંધતો તે, તે જ પ્રાણાતિપાતને કેટલી ક્રિયાઓ દ્વારા સમાપ્ત કરે છે ? તેનું આ સૂત્રમાં પ્રતિપાદન કરાય છે. વળી આ સૂત્રમાં, જ્ઞાનાવરણીયકર્મરૂપ કાર્યની સાથે પ્રાણાતિપાત નામના કારણની નિવૃત્તિ થવાની રીતના ભેદો અને ભેદના કારણે થતો બંધભેદ પણ દેખાડાય છે. કહ્યું છે કે ‘ક્રમશઃ ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓથી હિંસા મેળવાય છે=થાય છે. યોગ અને પ્રદ્વેષનું સામ્ય રહે તો આનો બંધ વિશેષ પ્રકારે થાય છે.’ પ્રાણાતિપાતના તે નિવૃત્તિભેદને જણાવવા માટે જ સૂત્રકારે ‘‘સિય અિિર ્'' ઇત્યાદિ કહ્યું છે.”
-
આમ જ્ઞાનાવરણીયકર્મ બાંધતો દશમગુણસ્થાનવત્ત્વ જીવ અક્રિય હોવો સંભવવા છતાં પ્રજ્ઞાપનાના તમે નિર્દેશેલા સૂત્રની કોઈ અસંગતિ રહેતી નથી. માટે ‘જીવ પ્રાણાતિપાતથી કેટલી પ્રકૃતિઓનો બંધક બને ?’ ઇત્યાદિસૂત્રમાં દેખાડેલી વ્યવસ્થા અસંગત ન બને એ માટે ફલિત તરીકે માનવું પડે છે કે – પ્રદ્વેષ અન્વયનો અવિચ્છેદ હોવા માત્રથી અવીતરાગમાત્રને કાયિકી વગેરે ત્રણે ક્રિયાઓ અવશ્ય હોય જ એવો નિયમ નથી, પણ પ્રાણાતિપાતજનક પ્રદ્વેષ હોય તો જ એ ત્રણે ક્રિયાઓ હોવાનો નિયમ છે. માટે તેવા દ્વેષશૂન્ય અપ્રમત્તને પ્રાણાતિપાતક્રિયા હોતી નથી એ સિદ્ધ થાય છે.
(‘અક્રિય’ તરીકે વીતરાગનું ગ્રહણ શા માટે ? - સ્પષ્ટતા માટે)
શંકા ઃ આ રીતે તો અપ્રમત્ત પણ અક્રિય હોવો સિદ્ધ થઈ જશે, કારણ કે ત્રણ ક્રિયાઓનો પરસ્પર નિયમ હોવાથી એકની ગેરહાજરીમાં ત્રણેય ગેરહાજર હોય છે. અને તો પછી ‘ઔદારિક શરીરને આશ્રયીને જીવ કેટલી ક્રિયાઓવાળો હોય છે ?’ એને જણાવનાર ભગવતીસૂત્રમાં ‘‘ક્ષિય અિિÇ ત્તિ'' જે કહ્યું છે તેની સંગતિ કરવા માટે વૃત્તિકારે જે કહ્યું છે, કે ‘વીતરાગ અવસ્થાને આશ્રીને અક્રિયત્વ