________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ यदि च प्रद्वेषान्वयाविच्छेदमात्रादवीतरागमात्रस्य कायिक्यादिक्रियात्रयनियमः स्यात् तदा सूक्ष्मसंपराये प्राणातिपातसंपत्तौ प्राणातिपातक्रियया षड्विधबन्धकत्वस्याप्युपपत्तौ - 'जीवे णं भंते! पाणाइवाएणं कइ कम्मपगडीओ बंधइ? गोअमा! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा ।' इत्युक्तव्यवस्थाऽनुपपत्तिः । नन्वेवं 'जीवे णं भंते! नाणावरणिज्जं कम्मं बंधमाणे कइकिरिए? गोअमा! सिय तिकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए ।' इति प्रज्ञापनासूत्रस्य (पद २२) का गतिः? भवदुक्तरीत्या ज्ञानावरणीयं कर्म बनतो दशमगुणस्थानवर्तिनोऽक्रियत्वस्यापि संभवेन 'स्यादक्रियः' इति भङ्गन्यूनत्वादिति चेत्? 'स्वसहचरिते स्वकार्ये वा ज्ञानावरणीये प्राणातिपातस्य परिसमाप्तिनिर्वृत्तिभेदप्रकारोप
(હિંસાથી થતા પ્રકૃતિબંધની વ્યવસ્થા અસંગત થવાની આપત્તિ) બાકી જો પ્રશ્લેષસંતાનના અવિચ્છેદમાત્રના કારણે દરેક અવીતરાગને કાયિકી વગેરે ત્રણે ક્રિયાઓનો પરસ્પર નિયમ હોય તો સૂક્ષ્મસંપરાય ગુણઠાણે દ્રવ્યહિંસા થાય ત્યારે પ્રાણાતિપાતક્રિયા પણ માનવી પડે. એ માનવામાં આવે તો શાસ્ત્રમાં દેખાડેલી નીચેની વ્યવસ્થા અસંગત બની જાય. તે વ્યવસ્થા આ છે કે, “હે ભગવન્! જીવ પ્રાણાતિપાતથી કેટલી કર્મપ્રકૃતિઓનો બંધક બને છે? ગૌતમ! સપ્તવિધબંધક કે અષ્ટવિધબંધક બને છે.” આ વ્યવસ્થા એટલા માટે અસંગત બની જાય છે કે સૂક્ષ્મસંપરાય ગુણઠાણે જીવ ષડુવિધબંધક હોવાથી “પ્રાણાતિપાતથી ષડ્રવિધબંધક બને છે એવું પણ કહેવું આવશ્યક બને છે જે શાસ્ત્રોક્ત તે વ્યવસ્થામાં કહ્યું નથી.
શંકા તો પછી “હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ બાંધતો જીવ કેટલી ક્રિયાવાળો હોય છે? ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળો હોય છે.” આવું જણાવનાર પ્રજ્ઞાપનાના ૨૨માં પદના સૂત્રનું શું થશે? કારણ કે તમારા કહ્યા પ્રમાણે પ્રાણાતિપાતથી થતા કર્મપ્રકૃતિબંધને જણાવનાર સૂત્રને સંગત કરવા સૂક્ષ્મસંપરાય ગુણઠાણાવાળા જીવમાં પ્રાણાતિપાતક્રિયા માનવાની રહેતી નથી. અને તેથી તેનામાં કાયિકી વગેરેમાંથી એકેય માની શકાતી નથી, (કારણ કે એક હોય તો ત્રણ અવશ્ય હોવાથી પ્રાણાતિપાતક્રિયા પણ અવશ્ય હોય છે. એટલે કે તેને અક્રિય માનવો પડે છે. વળી અક્રિય તરીકે સિદ્ધ થયેલો એવો પણ એ જ્ઞાનાવરણીયકર્મ બાંધે તો છે જ. તેથી આ સૂત્રમાં જ્ઞાનાવરણીયકર્મ બાંધનાર જીવને અક્રિય પણ કહેવો જોઈએ. પણ કહ્યો નથી, તેથી આ સૂત્ર અસંગત બને છે.
(જ્ઞાનાવરણીયકર્મબંધકાલીન ક્રિયાઓના પ્રતિપાદક સૂત્રનું રહસ્ય) સમાધાનઃ પ્રજ્ઞાપનાના આ સૂત્રમાં, “જ્ઞાનાવરણીય કર્મના બંધ વખતે જીવ આટલી ક્રિયાઓવાળો હોય' એવો ક્રિયાવિભાગનો નિયમ દેખાડવાનો અભિપ્રાય નથી, કિન્તસ્વસહચરિત (સ્વ=પ્રાણાતિપાત)
१. जीवो भदन्त ! प्राणातिपातेन कति कर्मप्रकृतीबन्नाति ? गौतम ! सप्तविधबन्धको वाऽष्टविधबन्धको वा। २. जीवो भदन्त ! ज्ञानावरणीयं कर्म बध्नन् कतिक्रियः ? गौतम् ! स्यात् त्रिक्रियः, स्यात् चतुष्क्रियः स्यात्पञ्चक्रियः ।