________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧
किञ्च वीतरागाणामप्रमत्तानां च जीवविराधनायां सत्यामप्यारम्भिकीप्राणातिपातिकीक्रियाऽभाव વ મળિતઃ । તકુર્તા માવત્યાં (શ. o ૩. ૨) -
'तत्थ णं जे ते संजया ते दुविहा पण्णत्ता । तं जहा सरागसंजया य वीयरागसंजया य । तत्थ णं जे ते वीयरागसंजया ते णं अकिरिया । तत्थ णं जे ते सरागसंजया ते दुविहा पण्णत्ता, तं जहा पमत्तसंजया य अपमत्तसंजया य । तत्थ णं जे ते अपमत्तसंजया तेसि णं एगा मायावत्तिया किरिया कज्जइ, तत्थ णं जे ते पमत्तसंजया तेसि णं दो किरियाओ कज्जंति । तं जहा- आरंभिया य मायावत्तिआ य' इत्यादि । एतद्वृत्तिर्यथा- 'सरागसंजयत्ति, अक्षीणानुपशान्तकषायाः, वीयरागसंजय त्ति, उपशान्तकषायाः क्षीणकषायाश्च । अकिरिय त्ति, वीतरागत्वेनारम्भादीनामभावादक्रियाः । एगा मायावत्तिय त्ति अप्रमत्तसंयतानामेकैव मायाप्रत्यया क्रिया, कज्जइत्ति, क्रियते=भवति, कदाचिदुड्डाहरक्षणप्रवृत्तानामक्षीणकषायत्वादिति । आरंभिय त्ति प्रमत्तसंयतानां च ‘सर्वः प्रमत्तयोग आरम्भः' इति कृत्वाऽऽरम्भिकी स्यात्, अक्षीणकषायत्वाच्च मायाप्रत्ययेति ।' तथा तत्रै
૫૪
–
(વીતરાગ અને અપ્રમત્તો જીવહિંસા થવા છતાં અનારંભક)
વળી, વીતરાગ અને અપ્રમત્તસંયતોમાં જીવવિરાધના થવા છતાં આરંભિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાનો તો અભાવ જ હોવો શાસ્ત્રમાં કહ્યો છે. શ્રી ભગવતીસૂત્ર (શ.૧. ઉ. ૨) માં કહ્યું છે કે “તેમાં સંયતો બે પ્રકારે કહ્યા છે - સરાગસંયત અને વીતરાગસંયત. તેમાં જેઓ વીતરાગસંયત હોય છે તેઓ અક્રિય હોય છે. જેઓ સરાગસંયત હોય છે તેઓ બે પ્રકારે હોય છે – પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત. તેમાં જેઓ અપ્રમત્તસંયત હોય છે તેઓને એક માયાપ્રત્યયિકી (માયાનિમિત્ત) ક્રિયા હોય છે. જેઓ પ્રમત્તસંયત હોય છે તેઓને બે ક્રિયા હોય છે - આરંભિકી અને માયાપ્રત્યયિકી.” આની વૃત્તિનો ભાવાર્થ - “જેઓના કષાય ક્ષીણ કે ઉપશાન્ત થયા નથી તે સરાગસંયત. જેઓના કષાય ક્ષીણ કે ઉપશાન્ત થઈ ગયા છે તે વીતરાગસંયત. વીતરાગપણાના કારણે આરંભાદિ ન હોવાથી તેઓ અક્રિય (ક્રિયાવગરના) હોય છે. અપ્રમત્તસંયતો ક્યારેક જ્યારે પ્રવચનઉડ્ડાહને અટકાવવામાં પ્રવર્ત્ય હોય છે ત્યારે તેઓને કષાયોનો નાશ ન થયો હોવાના કારણે એક માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે. ‘બધો પ્રમત્તયોગ આરંભ છે' એ વચન મુજબ પ્રમત્તસંયતોને આરંભિકી ક્રિયા હોય છે. તેમજ કષાયો ક્ષીણ ન થયા હોવાના કારણે માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે.” વળી ભગવતીજી સૂત્રમાં જ આઠમા શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યું છે કે
१. तत्र च ये ते संयतास्ते द्विविधाः प्रज्ञप्ताः । तद्यथा सरागसंयताश्च वीतरागसंयताश्च । तत्र ये ते वीतरागसंयतास्ते चाक्रियाः । तत्र ये ते सरागसंयतास्ते द्विविधाः प्रज्ञप्ताः । तद्यथा प्रमत्तसंयताश्च अप्रमत्तसंयताश्च । तत्र ये ते अप्रमत्तसंयतास्तेषामेका मायाप्रत्ययिकी क्रिया क्रियते । तत्र ये ते प्रमत्तसंयतास्तेषां द्वे क्रिये क्रियते, तद्यथा - आरम्भिकी मायाप्रत्ययिकी च ॥
-