________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કાયિક્યાદિ ક્રિયાવિચાર
૫૫
<–
वाष्टमशते षष्ठोद्देशके प्रोक्तं- 'जीवे णं भंते! ओरालियसरीराओ कइकिरिए ? गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंच किरिए सिय अकिरिए त्ति ।' एतद्वृत्तिर्यथा - 'परशरीरमौदारिकाद्याश्रित्य जीवस्य नारकादेश्च क्रियां अभिधातुमाह- जीवे णमित्यादि । ओरालियसरीराओ त्ति औदारिकशरीरात्परकीयमौदारिकशरीरमाश्रित्य कतिक्रियो जीवः ? इति प्रश्नः । उत्तरं तु-सिय तिकिरिए त्ति, यदैकजीवोऽन्यस्य पृथिव्यादेः सम्बन्ध्यौ - दारिकशरीरमाश्रित्य कायं व्यापारयति तदा त्रिक्रियः, कायिक्यधिकरणिकीप्राद्वेषिकीनां भावाद्, एतासां च परस्परेणाविनाभूतत्वात्-‘स्यात् त्रिक्रियः' इत्युक्तं, न पुनः 'स्यादेकक्रियः', स्याद् द्विक्रियः' इति । अविनाभावश्च तासामेवं-अधिकृतक्रिया ह्यवीतरागस्यैव, नेतरस्य, तथाविधकर्मबन्धहेतुत्वाद् अवीतरागकायस्य चाधिकरणत्वेन प्रद्वेषान्वितत्वेन च कायक्रियासद्भावे इतरयोरवश्यंभावः, इतरभावे च कायिकीसद्भावः । उक्तं च प्रज्ञापनायामिहार्थे- 'जस्स णं जीवस्स काइआ किरिया कज्जइ तस्स अहिगरणिया किरिया णियमा कज्जइ, जस्स अहिगरणिया किरिया कज्जइ तस्स वि काइया किरिया णियमा कज्जइं' इत्यादि । तथाऽऽद्यक्रियात्रयसद्
(કાયિકી, અધિકરણિકી અને પ્રાક્રેષિકી ક્રિયાઓનો અવિનાભાવ)
હે ભગવન્ ! ઔદારિક શરીરને આશ્રીને જીવ કેટલી ક્રિયાવાળો બની શકે છે ? ગૌતમ ! ત્રણ ક્રિયાવાળો ચાર ક્રિયાવાળો કે પાંચ ક્રિયાવાળો બની શકે છે. તેમજ અક્રિય પણ બની શકે છે.” આની વૃત્તિનો અર્થ – “બીજાના ઔદારિકાદિ શરીરને આશ્રીને જીવ અને નરક વગેરેને કેટલી ક્રિયાઓ હોય છે તે જણાવવા ગ્રન્થકારે આ સૂત્ર કહ્યું છે. બીજાના ઔદારિક શરીરને આશ્રીને જીવ કેટલી ક્રિયાવાળો હોય છે ? આ પ્રશ્ન છે. એનો ઉત્તર - જ્યારે એક જીવ બીજા પૃથ્વીકાય વગેરે જીવના ઔદારિક શરી૨ અંગે પોતાની કાયાને સક્રિય બનાવે છે ત્યારે ત્રણ ક્રિયાવાળો બની શકે છે, કારણ કે કાયિકી, અધિકરણિકી અને પ્રાદ્ધેષિકી એ ત્રણે ક્રિયાઓ પરસ્પર અવિનાભાવી હોવાથી તેનામાં હાજર હોય છે. તે એક ક્રિયાવાળો કે બે ક્રિયાવાળો બની શકતો નથી. આ ત્રણ ક્રિયાઓનો અવિનાભાવ આ રીતે સિદ્ધ થાય છે - આ ક્રિયાઓ અવીતરાગને જ હોય છે, વીતરાગને નહિ. આ વાત એના પરથી જણાય છે કે એ ક્રિયાઓ અવીતરાગને થાય તેવા પ્રકારના કર્મબંધના હેતુભૂત હોય છે. વળી અવીતરાગની કાયા અધિકરણરૂપ હોઈ તેમજ પ્રદ્વેષયુક્ત હોવાના કારણે પ્રદ્વેષધારાનો અવિચ્છેદ હોઈ જ્યારે કાયિકીક્રિયાયુક્ત બને છે ત્યારે બીજી બે તો અવશ્ય હાજર હોય જ છે, અને તે બેની હાજરીમાં કાયિકીની હાજરી પણ હોય જ છે” પ્રજ્ઞાપના સૂત્રમાં આ બાબતમાં કહ્યું છે કે “જે જીવને કાયિકીક્રિયા હોય છે તેને અધિકરણિકીક્રિયા નિયમા હોય છે. જે જીવને અધિકરણિકી ક્રિયા હોય છે, તેને કાયિક્રીક્રિયા નિયમા
१. जीवः भगवन् ! औदारिकशरीरात् कतिक्रियः ? गौतम ! स्यात् त्रिक्रियः स्यात् चतुष्क्रियः स्यात् पञ्चक्रियः स्यात् अक्रिय इति । २. यस्य जीवस्य कायिकीक्रिया क्रियते तस्य अधिकरणिकीक्रिया नियमा क्रियते, यस्य अधिकरणिकीक्रिया क्रियते तस्यापि कायिकीक्रिया नियमा क्रियते ।