________________
પર
કેવલીમાં દ્રવ્યહિંસાઃ કાયિક્યાદિ ક્રિયાવિચાર रोपणं हिंसा' इति तत्त्वार्थे (७-११) तल्लक्षणकरणाद् भगवति तदभावादेव । अत एव 'हिंसा नियतो दोषः, परिग्रहस्त्वनियतो दोषः' इत्यपास्तं, मैथुनादन्यत्राश्रवेऽनियतदोषत्वप्रतिपादनात् । तदुक्तं तत्त्वार्थवृत्ती (७-११) 'प्रमत्तयोगादसदभिधानमनृतं, प्रमत्तयोगाददत्तादानं स्तेयं, प्रमत्तयोगान्मूर्छा परिग्रहः, मैथुने प्रमत्तयोगादिति पदं न, यत्राप्रमत्तस्य तथाभावे सति कर्मबन्धाभावस्तत्र प्रमत्तग्रहणमर्थवद्भवति, प्रमत्तस्य कर्मबन्धो नाऽप्रमत्तस्येति, प्राणातिपातवत्, मैथुने तु रागद्वेषान्वयाविच्छेदात्, सर्वावस्थासु मैथुनासेविनः कर्मबन्धः, इत्यादि ।' एतेन द्रव्यहिंसया भगवतः प्राणातिपातकत्वप्रसङ्गोऽपि निरस्तः, द्रव्यपरिग्रहेण परिग्रहित्वप्रसङ्गतुल्ययोगक्षेमत्वात् ।
હિંસાનું “પ્રમાદથી પ્રાણઘાત કરવો તે હિંસા એવું લક્ષણ કર્યું છે. કેવલીકૃત દ્રવ્યહિંસામાં માત્ર પ્રાણવિયોગ હોવા છતાં પ્રમાદ ન હોવાના કારણે પ્રમાદયુક્ત પ્રાણવિયોગ' રૂપ હિંસાનું લક્ષણ ન હોવાથી દ્રવ્યહિંસા કેવલી ભગવાનને દોષરૂપ બનતી નથી.
. (મૈથુન સિવાયના આશ્રવો અનિયતદોષરૂપ) તેથી જ - “હિંસા એ નિયત દોષ છે, જ્યારે પરિગ્રહ એ અનિયતદોષ છે. (અર્થાત્ દ્રવ્યહિંસા થાય એટલે દોષ અવશ્ય લાગી જ જાય, ધમોપકરણાદિરૂપ દ્રવ્યપરિગ્રહ માટે એવું નહિ.) તેથી કેવલીને દ્રવ્યહિંસા તો મનાય જ નહિ” – એવી દલીલ પણ ઊડી જાય છે. કારણ કે મૈથુન સિવાયના આશ્રયોને અનિયતદોષ તરીકે કહ્યા છે. તત્ત્વાર્થવૃત્તિમાં કહ્યું છે કે “પ્રમત્તયોગથી જૂઠ બોલવું એ મૃષાવાદ છે. પ્રમત્તયોગથી નહિ અપાયેલી ચીજ લેવી તે ચોરી છે, પ્રમત્તયોગથી મૂચ્છ રાખવી તે પરિગ્રહ છે. મૈથુનમાં “પ્રમત્ત યોગથી' એવો શબ્દ ન લગાડવો. જે જૂઠ બોલવું વગેરે બાબત થવા છતાં અપ્રમત્તને કર્મબંધ થતો નથી, (પ્રમાદથી થયેલ) તે બાબતોને પાપરૂપે જણાવવા માટે “પ્રમત્તયોગથી' એવો શબ્દ લગાડવો એ “પ્રમત્તને કર્મબંધ થાય છે, અપ્રમત્તને નહિ એવું જણાવવા દ્વારા સાર્થક બને છે, જેમ કે હિંસામાં. મૈથુનમાં તો રાગદ્વેષ ચાલુ જ રહેતા હોવાથી કોઈપણ પરિસ્થિતિમાં મૈથુન સેવનારને કર્મબંધ થાય જ છે.” (આશય-અપ્રમત્તપણામાં પણ જીવહિંસા શક્ય છે જે કર્મબંધનું નિમિત્ત નથી. તેથી તેના વ્યવચ્છેદ માટે “પ્રમત્ત-યોગા' શબ્દ આવશ્યક બને છે. પણ એ રીતે જે કર્મબંધનું નિમિત્ત ન બને એવું મૈથુન અપ્રમત્ત અવસ્થામાં સંભવતું નથી. તેથી વ્યવચ્છેદ કરવા યોગ્ય કોઈ બાબત ન હોવાથી “મૈથુન શબ્દ સાથે “પ્રમત્તયોગથી' એવો શબ્દ લગાડવાનો રહેતો નથી.) ઇત્યાદિ. માટે હિંસા પણ અનિયત દોષ છે જ. તેથી જ “જો ભગવાનથી દ્રવ્યહિંસા થતી હશે તો ભગવાનને હિંસક કહેવાની આપત્તિ આવશે એવી આપત્તિ પણ દૂર થઈ જાય છે, કેમ કે દોષરૂપ નહિ એવી પણ દ્રવ્યહિંસાથી હિંસક માનવામાં આવે તો દોષરૂપ નહિ એવા પણ દ્રવ્યપરિગ્રહના કારણે કેવળીને પરિગ્રહી પણ માનવાની આપત્તિ સમાન રીતે ઊભી થઈ જ જાય છે (તેથી તેનું નિરાકરણ પણ સમાન રીતે થઈ જ શકે છે.)