________________
કેવલીમાં દ્રવ્યહિંસા ઃ યોગ અંગે વિચારણા
व्याख्याने 'इहायं भावः यद्यप्यसंयतानां सूक्ष्मैकेन्द्रियादीनां नात्मारम्भकादित्वं साक्षादस्ति, तथाप्यविरतिं प्रतीत्य तदस्ति तेषां न हि ते ततो निवृत्ताः, अतोऽसंयतानामविरतिस्तत्र कारणमिति, निवृत्तानां तु कथञ्चिदात्मा
ધારમ્મત્વેડપ્પનારમ્મત્વમ્ । યવાદ - ‘નાં નવમાળસ્સ’ (ઓ. નિ. ૭૧૧) ત્યાવિ ।' વિન્તુ સૂત્રોવિતેतिकर्त्तव्यतोपयोगपूर्वकव्यापारत्वं शुभयोगत्वं, तदनुपयोगपूर्वकव्यापारत्वं चाशुभयोगत्वं, तदुक्तं भगवतीवृत्तौ - 'शुभयोग उपयुक्ततया प्रत्युपेक्षणादिकरणं, अशुभयोगस्तु तदेवानुपयुक्ततया' इति । तत्र शुभयोगः संयतानां षष्ठेऽपि गुणस्थाने संयमस्वभावादेव, अशुभयोगश्च प्रमादोपाधिकः । तदुक्तं तत्रैव-‘'प्रमत्तसंयतस्य हि शुभोऽशुभश्च योगः स्यात्, संयतत्वात्प्रमादपरत्वाच्च' इति । तत्र प्रमत्तसंयतानामनुपयोगेन प्रत्युपेक्षणादिकरणादशुभयोगदशायामारम्भिकीक्रियाहेतुव्यापारवत्त्वेन सामान्यत आरम्भकत्वादात्मारम्भकादित्वं, शुभयोगदशायां तु सम्यक्क्रियोपयोगस्यारम्भिकीक्रियाप्रतिबन्धकत्वात्तदुपहितव्यापाराभावेनानारम्भकत्वं, प्रमत्तगुणस्थाने सर्वदाऽऽरम्भिकीक्रियाऽभ्युपगमस्त्वयुक्तः,
૫૧
હોતા નથી.’’ આવા સૂત્રની વ્યાખ્યામાં કહ્યું છે કે “અહીં આ તાત્પર્ય છે - જો કે અસંયત એવા પણ સૂક્ષ્મ એકેન્દ્રિય વગેરે સાક્ષાત્ આત્મારંભક વગેરે નથી, છતાં પણ અવિરતિને આશ્રીને તેઓ તેવા છે. તેઓ અવિરતિથી તો નિવૃત્ત થયા હોતા નથી. તેથી અસંયતો આત્મારંભક વગેરે હોવામાં ‘અવિરતિ’ એ કારણ છે. તેથી અવિરતિથી નિવૃત્ત થયેલા જો કે કોઈક રીતે આત્મારંભક વગેરે બનવા છતાં અનારંભક જ હોય છે. કહ્યું છે કે ‘જયણા પાલનારની જે...’ ઇત્યાદિ.’” તેથી ‘આભોગપૂર્વક થતા જીવઘાતનો જે હેતુ બને તે અશુભયોગ’ ઇત્યાદિ વ્યાખ્યા યોગ્ય નથી. કિન્તુ ‘સૂત્રમાં કહેલી ઇતિકર્ત્તવ્યતાના (આચરવા યોગ્ય વિધિના) ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરવી તે શુભયોગ છે અને તેવા ઉપયોગ વગર પ્રવૃત્તિ કરવી તે અશુભયોગ છે’ એવી વ્યાખ્યા યોગ્ય છે. ભગવતીજી સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “ઉપયુક્ત થઈને પડિલેહણાદિ કરવા તે શુભયોગ, અને તે જ અનુપયુક્ત રહીને કરવા તે અશુભયોગ.” આમાંથી સંયતોને છઢે ગુણઠાણે પણ જે શુભયોગ હોય છે તે સંયમના સ્વભાવના કારણે જ હોય છે અને જે અશુભયોગ હોય છે તે પ્રમાદાત્મક ઉપાધિના કારણે હોય છે. ભગવતી સૂત્રમાં જ કહ્યું છે કે “પ્રમત્તસંયતનો યોગ અનુક્રમે સંયતપણાના અને પ્રમાદતત્પરતાના કારણે શુભ કે અશુભ હોય છે.” એમાં અશુભયોગદશામાં ઉપયોગશૂન્યપણે પડિલેહણાદિ કરવાથી પ્રમત્તસંયતજીવો આરંભિકીક્રિયાના હેતુભૂત વ્યાપારવાળા હોઈ સામાન્યથી આરંભક હોય છે, માટે વિશેષથી આત્મારંભક વગેરે પણ હોય છે. જ્યારે શુભયોગવાળી અવસ્થામાં ક્રિયા અંગેના સમ્યગ્ ઉપયોગ રૂપ જે આરંભિકીક્રિયાનો પ્રતિબંધક, તે હાજર હોઈ આરંભિકીક્રિયાના હેતુભૂત વ્યાપારનો અભાવ રહે છે. એટલે એ અવસ્થામાં પ્રમત્તસંયત પણ અનારંભક હોય છે. તેથી જ ‘પ્રમત્ત ગુણઠાણે હંમેશા આરંભિકીક્રિયા હોય જ’ એવું માનવું અયોગ્ય
१. या यतमानस्य० ।