________________
૫૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ येतैव, इति प्रमत्तानां शुभाशुभयोगत्वेन वैविध्यप्रतिपादकागमविरोधः ।
तस्मादाभोगेन जीवघातोपहितत्वं न योगानामशुभत्वं, अशुभयोगजन्यजीवघातो वाऽऽरंभकत्वव्यवहारविषयः, अशुभयोगारंभकपदयोः पर्यायत्वप्रसङ्गाद्, एकेन्द्रियादिष्वारम्भकत्वव्यवहाराभावप्रसङ्गाच्च । न हि ते आभोगेन जीवं नन्तीति । अस्ति च तेष्वप्यारम्भकत्वव्यवहारः । तदुक्तं भगवतीवृत्तौ - 'तत्थ णं जे ते असंजया ते अविरई पडुच्च आयारंभा वि जाव णो अणारंभा' इत्यस्य
અન્યથા તો વિરતિપરિણામ જ ઊભો ન રહે. અને તેની તો અપવાદપદે શ્રુતમાં અનુજ્ઞા અપાયેલી હોય છે. અર્થાત્ તેવી વિશેષ પ્રકારની દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ અવસ્થાપૂર્વેની અવસ્થાને આશ્રીને તે શ્રતમાં પ્રતિષિદ્ધ હોવા છતાં તેવી વિશેષ અવસ્થામાં તો એ અનુજ્ઞાત હોવાથી પ્રતિષિદ્ધ હોતી નથી. એટલે કે શ્રતમાં તે તે પ્રવૃત્તિનો જે નિષેધ મળે છે તે બધો પણ આવી વિશેષઅવસ્થાવાળી અપ્રતિષિદ્ધ પ્રવૃત્તિ સિવાયની પ્રવૃત્તિઓનો જ. આ પ્રવૃત્તિઓને જો આભોગ પૂર્વક કરવા જાય તો તો વિરતિપરિણામ જ ઊભો ન રહે. તેથી સાધુઓ આભોગપૂર્વક તો કોઈ પ્રતિષિદ્ધ પ્રવૃત્તિ કરતા નથી એ સિદ્ધ થાય છે. વળી આ સિદ્ધ થયું એટલે તમારા અભિપ્રાય મુજબ સાધુઓમાં અશુભયોગનો સંભવ જ રહેશે નહિ. કારણ કે આભોગપૂર્વક થતી જીવોપઘાત વગેરે રૂપ પ્રતિષિદ્ધ પ્રવૃત્તિના ફળોપધાયક હેતુ બનનાર યોગોને જ તમે અશુભ કહો છો. વળી અશુભયોગનો જો સંભવ નહિ રહે તો પ્રમત્તસાધુઓના યોગોના શુભ અને અશુભ એવા બે પ્રકાર જણાવનાર આગમનો વિરોધ થશે.
(“અશુભયોગજન્ય હિંસા એ આરંભકત્વ માનવામાં આપત્તિ) તેથી “આભોગપૂર્વક થતા જીવઘાતનું ફળોપધાયક કારણ બનનાર યોગ અશુભ છે એવી વ્યાખ્યા માનવી એ યોગ્ય નથી, તેમજ “અશુભયોગજન્યજીવઘાત આરંભત્વ વ્યવહારનો વિષય છે.” એવું માનવું યોગ્ય નથી. (‘અશુભયોગજન્યજીવઘાત થાય તો જીવ આરંભક કહેવાય તેવું માનવું યોગ્ય નથી.) કારણ કે એવું માનવામાં (૧) “અશુભયોગ” અને “આરંભક' (આરંભકત્વ) એ બે વચનો પર્યાયવાચી જ બની જવાની આપત્તિ આવે. (કારણ કે આભોગપૂર્વક જીવઘાત થાય તો જ યોગોને અશુભ કહો છો અને જીવને આરંભક કહો છો. એથી ફલિત એ થાય છે કે જીવના જે અશુભયોગો છે તે જ એનું આરંભકત્વ છે. એટલે કે એ બે પર્યાયવાચી શબ્દો છે, વસ્તુ એક જ છે.) તેમજ (૨) એકેન્દ્રિય વગેરે જીવોને ક્યારેય આરંભક કહી ન શકાવાની આપત્તિ આવે. કારણ કે તેઓ કાંઈ જીવોને આભોગપૂર્વક હણતા નથી. પણ તેઓને પણ આરંભક કહેવાય તો છે જ. ભગવતીસૂત્રની વૃત્તિમાં “તેઓમાં જેઓ અસંમત હોય છે. તેઓ અવિરતિના કારણે આત્મારંભી હોય છે, પરારંભી હોય છે... યાવત્ અનારંભી
- १. तत्र ये ते असंयतास्ते अविरत प्रतीत्य आत्मारम्भा अपि यावद् नो अनारम्भाः ।
-
-
-
-
-
-
-
-
-
-
-