________________
४६
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧ यदा भगवान् श्रीमन्महावीरस्वामी राजगृहनगरादुदायननरेन्द्रप्रव्राजनाथ सिन्धुसौवीरदेशावतंसं वीतभयं नगरं प्रस्थितस्तदा किलापान्तराले बहवः साधवः क्षुधा-स्तृषार्दिताः संज्ञाबाधिताश्च बभूवुः । यत्र च भगवानावासितस्तत्र तिलभृतानि शकटानि पानीयपूर्णश्च हृदः समभौमं च गर्ताबिलादिवर्जितं स्थण्डिलमभवद्, अपि च विशेषेण तत्तिलोदकस्थण्डिलजातं विरहिततरमतिशयेनागन्तुकैस्तदुत्यैश्च जीवैर्वर्जितमित्यर्थः । तथाऽपि खलु भगवताऽनाचीर्णं नानुज्ञातम्, एषोऽनुधर्मः प्रवचनस्य सर्वैरपि प्रवचनमध्यमध्यासीनैरशस्त्रोपहतपरिहारलक्षण एव धर्मोऽनुगन्तव्य इति भावः । अथैतदेव विवृणोति
वुक्कंतजोणिथंडिलअतसा दिन्ना ठिई अवि छुहाइ । तहवि ण गेण्हेसुं जिणो मा हु पसंगो असत्थहए ।।९९८ ।। यत्र भगवानावासितस्तत्र बहूनि तिलशकटान्यावासितान्यासन् । तेषु च तिला व्युत्क्रान्तयोनिका अशस्त्रोपहता अप्यायुःक्षयेणाचित्तीभूताः । ते च यद्यस्थण्डिले स्थिता भवेयुस्ततो न कल्पेरन्, इत्यत आह स्थण्डिले स्थिताः, एवंविधा अपि त्रसैः संसक्ता भविष्यन्ति, अत आह अत्रसाः तदुद्भवागन्तुकत्रसविरहिताः, तिलशकटस्वामिभिर्गृहस्थैश्च दत्ताः, एतेनादत्तादानदोषोऽपि तेषु नास्तीत्युक्तं भवति। अपि च ते साधवः, क्षुधा पीडिता आयुषः
મહાવીર ભગવાન રાજગૃહ નગરથી ઉદાયન રાજાની દીક્ષા માટે સિમ્પસૌવીર દેશના મુકુટ સમાન વિતભય નગર તરફ જઈ રહ્યા હતા ત્યારે વચમાં એકવાર ઘણા સાધુઓ ભૂખ્યા તરસ્યા થયા હતા તેમજ વડીનીતિની શંકાવાળા થયા હતા. વળી ભગવાને જ્યાં મુકામ કર્યો હતો ત્યાં તલથી ભરેલા ગાડા, પાણીથી ભરેલું સરોવર તેમજ ખાડા-બિલ વગેરેથી રહિત સમતલ અંડિલ (જંતુરહિત ભૂમિ) હતા. વળી આ ત્રણે ય આગન્તુક (=અન્યત્રથી આવેલ) કે તદુર્થી (=ત્યાં જ ઉત્પન્ન થયેલ) જીવ જંતુઓથી અત્યંત વર્જિત હતા. તેમ છતાં ભગવાને એ બધાનો ઉપયોગ કરવાની અનુજ્ઞા ન આપી. આ પ્રવચનનો અનુધર્મ છે. અર્થાત્ જૈનપ્રવચનમાં રહેલ દરેક સાધુએ જે ભોજનાદિ (સ્વકાય કે પરકાય) શસ્ત્રથી હણાયેલ ન હોય (પછી ભલેને તે બધા જીવશૂન્ય હોય) તેનો પરિહાર કરવા રૂપ ધર્મ પાળવો. આનું જ વિવરણ કરતા ભાષ્યકાર આગળ (૯૯૮) કહે છે કે – ભગવાન જ્યાં રહ્યા હતા ત્યાં તલ ભરેલા ઘણાં ગાડાં હતાં. (બીજી બધી રીતે તે કલ્પે તેવા હતા એવું દેખાડવા કહે છે કે, તે તલ શસ્ત્રથી ઉપહત ન હોવા છતાં તલના જીવોનું આયુષ્ય પુરું થઈ ગયું હોવાથી અચિત્ત હતા. તેમજ જંતુ વગેરે રહિત અંડિલ પર રહેલા હતા (તેથી, અચંડિલ પર રહ્યા હોય તો અચિત્ત હોવા છતાં અકથ્ય બની જાય એવો પ્રશ્ન નહોતો). (આવા પણ જો ત્રસજીવોથી સસંક્ત હોય તો અકથ્ય બની જાય. તેથી એ રીતે પણ અકથ્ય નહોતા એવું દેખાડવા કહે છે કે, અત્રસાદુથ કે આગન્તુક ત્રસજીવોથી શૂન્ય હતા. (વળી એનો ઉપયોગ કરવામાં અદત્તાદાનનો દોષ લાગવાનો પણ સંભવ નહોતો એવું દેખાડવા કહે છે) તલના ગાડાના માલિકોએ તેમજ ગૃહસ્થોએ તે વાપરવાની રજા પણ આપી હતી. વળી સાથેના સાધુઓ ભૂખ १. व्युत्क्रान्तयोनिस्थण्डिलात्रसाः दत्ताः स्थितिरपि क्षुधादि । तथाऽपि नाग्रहीत् जिनो मा भूत् प्रसङ्गोऽशस्त्रहते ॥
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-